National

આફતાબને લઈ જઈ રહેલા પોલીસ વાહન પર પાંચ તલવારોથી હુમલો, બે આરોપીની ધરપકડ

નવી દિલ્હી : શ્રદ્ધા હત્યા કાંડમાં (Shraddha murder) પ્રતિદિન નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. દરમ્યાન સોમવારે જયારે દિલ્હી પોલીસ વજ્ર વેનમાં આરોપી આફતાબને (Aftab) લઇને જઈ રહી હતી ત્યારે કેટલાક લોકોએ વેન ઉપર તલવાર વડે હુમલો (Attack) કરવાનો પ્રયાસ થયો હતો. દિલ્હીના રોહિણી (Delhi Rohini) વિસ્તારમાં આ અટેક થયો હતો જયારે પોલીસ તેને એફએસએલ કાર્યાલયની બાહર વેનમાં બેસાડીને લઇ જય રહી હતી. હુમલાવરોએ તેમની કારને વેનની આડે ઉભી રાખી અને તલવાર લઇને દોડ્યા હતા. આ આખેઆખો ઘટનાક્રમ 15 મિનિટની અંદર ઘટ્યો હતો. દિલ્હી પોલીસને હુમલાનો અંદાજ આવી જતા તેઓ તુરંત હરકતમાં આવી ગઈ હતી. અને હુમલો કરનારા નિગમ ગુર્જર નામક એક યુવકની અટકાયત કરી હતી.

પોલીસે બે લોકોને પકડી લીધા
શ્રદ્ધાની હત્યાથી ગુસ્સે ભરાયેલા દસ લોકોએ કર્યો હુમલો કર્યો હતો. પોલીસે બે આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. હુમલાખોરો હિન્દુ સેનાના હોવાનો દાવો કરી રહ્યા છે. હુમલાખોરો હથોડા અને તલવાર સાથે આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ કુલદીપ અને નિગમ ગુર્જર છે. બંને હરિયાણાના રહેવાસી છે.

હુમલાવરો ગુડગાંવથી દિલ્હી આફતાબની હત્યા કરવા આવ્યા હતા
પોલીસે જે હુમલાવરની ધારપાકડ કરી તે યુવક નિકમ ગુર્જર ગુડગાંવથી દિલ્હી આવ્યો હતો.તેની સાથે તેના સાથી પણ આવ્યા હતા.તેઓ સોમવારે સવારે ઘટનાને અંજામ આપવા માટે મારુતિ કારમાં આવ્યા હતા.અને હુમલો કરી આફતાબની હત્યા કરી નાખવાના હતા.નિગમ ગુર્જરની પોલીસે કરેલી પૂછતાછ દરમ્યાન તને જણાવ્યું હતું કે અમે આફતાબના 70 ટુકડા કરી નાખવાના હતા.કેમકે તેણે અમારી બેન શ્રદ્ધાના 35 ટુકડા કર્યા હતા.આ વાતથી આમને ખુબ ગુરૂસો છે. અમે આફતાબની હત્યા કરીને પાછા ફરવાના હતા. જોકે પોલીસે તેમને રોકી લીધા હતા. હાલ પોલીસે નિગમ ગુર્જરના સાથીઓની શોધખોળમાં લાગી ગઈ છે.દરમ્યાન નિગમ ગુર્જરની કાર માંથી પોલીસને તલવાર અને હથોડા અને બીજા હથિયાર મળી આવ્યા હતા. પકડાયેલા હુમલાવર નિગમનું કહેવું હતું કે જે રીતે આફતાબે અમારી બહેનના 35 ટુકડા કર્યા હતા અમે પણ તેની હત્યાના બદલામાં તેના 70 ટુકડા કરવાનું મન બનવી ને ગુડગાંવથી દિલ્હી આવ્યા હતા.

હાલ આફતાબ તિહાડ જેલના બેરેક નંબર-15માં છે
આફતાબની 13 દિવસની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા બાદ તને તિહાર જેલમાં મોકલવામાં આવ્યો છે. દરમ્યાન તેના વિવિદ ટેસ્ટિંગ તો ચાલુ જ રહેશે.તેથીજ સોમવારે તેને રોહિણી વિસ્તારની એફએસએલ કાર્યાલયમાંથી જેલમાં લઇ જવાઈ રહ્યો હતો. હાલ આફતાબ તિહાડ જેલમાં નંબર ચારની બેરેક 15માં રાખવામાં આવ્યો છે. તેને અન્ય કેદીઓથી અલગ રાખવામાં આવે છે. જેલ પ્રશાસને તેની સુરક્ષાની વ્યવસ્થા કરી છે. એક કર્મચારીને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. તેમજ સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top