નવી દિલ્હી : ઇમરાન ખાન શનિવારે રાવલપિંડી તેમની પાર્ટી પીટીઆઈની લોંગ માર્ચને સંબોધિત કરવા પહોંચ્યા હતા.જ્યાં તેમને એક સભા સંબોધન કરતા કહ્યું હતું કે, મારી ઉપર ફરી ફાયરિંગ થાય તેવી મને દહેશત છે પણ હું કઈ આ બધાથી ડરતો નથી. જૉકે ફાયરિંગ પહેલા તેઓએ વચન આપ્યું હતું કે તેઓ અહીં સભા સંબોધન કરશે. જે વચન પૂરું પાડવા તેઓ રાવલપિંડી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે,અલ્લાહે મને બનવ્યો છે.મોત પણ તેની મરજી હશે ત્યારેજ આવશે.
શરીફ પરિવાર પર નિશાન સાધ્યું
આ દરમિયાન ઈમરાન ખાને શરીફ પરિવાર પર નિશાન સાધ્યું હતું. પૂર્વ પીએમએ કહ્યું કે આ ચોરોએ 30 વર્ષ સુધી પાકિસ્તાન પર રાજ કર્યું અને આવા ચોરોના કારણે પાકિસ્તાન પર દેવું ઘણું વધી ગયું છે.
તમામ વિધાનસભામાંથી રાજીનામાની જાહેરાત કરી
દરમિયાન, પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાને જાહેરાત કરી કે તેમની પાર્ટીએ તમામ વિધાનસભાઓમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. પીટીઆઈના સભ્યો તમામ એસેમ્બલીમાંથી રાજીનામું આપશે. અમે આખી એસેમ્બલી છોડી દઈશું. સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે આ ભ્રષ્ટ સરકારમાંથી આપણે બહાર નીકળીએ એ જ સારું છે.
ગઈકાલે જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે, તેઓએ ગઈકાલે એટલે કે શુક્રવારે ફરી એકવાર જાહેરાત કરી હતી કે ઈજાગ્રસ્ત હોવા છતાં તે દેશ માટે રાવલપિંડી જવા માટે મક્કમ છે. તેમણે લોંગ માર્ચને સંબોધિત કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાને જાહેરાત કરી હતી કે તેમના જીવને જોખમ હોવા છતાં તેઓ તેમની પાર્ટી દ્વારા પૂર્વ-આયોજિત એક વિશાળ રેલીને સંબોધવા માટે શનિવારે રાવલપિંડી જવા માટે મક્કમ હતા. તેમણે લોકોને આ રેલીમાં મોટી સંખ્યામાં પહોંચવા અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશ માટે આ નિર્ણાયક સમય છે. આપણે એવો દેશ બનવા માંગીએ છીએ જેનું સપનું કાયદે આઝમ અને અલ્લામા ઈકબાલે જોયું હતું.
ઉલ્લેખનીય છે કે, આ મહિનાની ત્રીજી તારીખે પૂર્વ પીએમ ઈમરાન ખાન પર રેલી દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. બે હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. હાલ તબીબોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે.