એક અભિનેત્રી નિવૃત્તિ પાસે આવી પહોંચે અને તેની જ નાની બહેન પરદા પર આવે તો પ્રેક્ષકો પેલી નિવૃત્ત થતી અભિનેત્રી પર રાખેલી અપેક્ષા તેની બહેન પાસે રાખતા થઇ જાય છે. ભૂતકાળમાં આ રીતે ઘણી બહેનો સફળ યા નિષ્ફળ ગઇ છે. ફરાહ ખાનની બહેન તરીકે તબુ આવી અને ફરાહથી વધુ ચાલી, ડિમ્પલની બહેન તરીકે સિમ્પલ આવી અને ન ચાલી, મલાઇકા અરોરા ચાલી, જોકે હીરોઇન તરીકે નહીં અને તેની બહેન અમૃતા અરોરા સારા કામ છતાં ન ચાલી. આવું ચાલ્યા કરે છે. અભિનેત્રી જ નહીં અભિનેતા બાબતે પણ. ઇસાબેલે કૈફની ‘કવાથા’ં ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે. ઇસાબેલે બ્યુટીફૂલ છે અને કેટરીના કૈફની નાની બહેન છે.
શું તે ચાલશે? કેટરીના ખૂબ બ્યુટીફૂલ હતી એટલે આરંભે ફિલ્મો મળી. ત્યારે તે સારી એકટ્રેસ ગણાતી ન હતી. સમય જતાં તે સારી એકટ્રેસ અને ડાન્સર પણ પૂરવાર થઇ. ઇસાબેલેમાં આ રીતે સફળ જવાની ક્ષમતા છે? કેટરીનાએ તો પોતાને સફળ બનાવવા સલમાનખાનનું પડખું પણ સેવ્યું. ફિલ્મ જગતમાં સફળ થવામાં ઘણી છૂપી શરતો પાળવાની હોય છે. હા, પહેલી જ ફિલ્મે મોટી સફળતા મળે તો આમાંથી બચી પણ શકો. ઇસાબેલે તેના સૌંદર્યને કારણે પ્રેક્ષકોને પહેલી નજરે ગમી શકે પણ ઘણીવાર રૂપાળી અભિનેત્રી પણ પરદા પર પોતાને મેનેજ ન કરે તો સૌંદર્ય બાજુ પર રહી જાય છે. બીજો મુદ્દો પોતાને પ્રોફેશનલી મેનેજ કરવાનો છે.
તે આ પહેલાં ઇન્ડો. કેનેડીયન ફિલ્મ ‘ડો. કેબી’ માં આવી ચુકી છે. ગયા વર્ષે આવી હતી. અત્યારે જોકે તે પણ ૩૭ વર્ષની થઇ ચુકી છે. પણ કેટરીના ઘણા વર્ષ ફ્રેશ દેખાતી હતી તો ઇસાબેલે પણ કમ નથી. વળી તે ફકત કેટરીનાની બહેનના નાતે જ નથી આવી તે તો પણ એકટિંગ, ડાયરેકટિંગ અને ડાન્સીંગનો કોર્ષ કર્યોછે. તેને છ તો બહેનો છે અને એક ભાઇ. કાજોલને પોતાના આદર્શ તરીકે જોતી ઇસાબેલેને બે હિન્દી ફિલ્મો ખૂબ ગમે છે – ‘જબ વી મેટ’ અને ‘લગાન‘. જો કેટરીના ફિલ્મોમાં ન હોત તો કદાચ તે અભિનેત્રી બનવા વિશે આટલી સભાન ન પણ હોત પણ તે મોડેલીંગ જરૂર કરી ચુકી છે. હોંગકોંગમાં જન્મેલી ઇસાબેલે ચીન, જાપાન, ફ્રાન્સ, સ્વિટત્ઝર્લેન્ડ પોલંેડ, બેલ્જિયમ સહિત યુરોપીયન દેશોમાં મોટી થઇ છે એટલે મોર્ડન લુક અને એટિટયૂડ તેના સંસ્કારનો ભાગ છે. ઇસાબેલે નાટકમાં ય કામ કરી ચૂકી છે અને ખુદની નાટક કંપની પણ સ્થાપી ચૂકી છે. •