આસામમાંથી (Assam) એક કિસ્સો સામે આવ્યો છે જે સાબિત કરે છે કે કેટલાક લોકો માત્ર એક જ વાર પ્રેમ (Love) કરે છે અને લગ્ન પણ એક જ વાર થાય છે. આસામમાં એક યુવકે તેની મૃત ગર્લફ્રેન્ડ (Dead Girlfriend) સાથે તેના અંતિમ સંસ્કારમાં લગ્ન (Marriage) કર્યા અને કથિત રીતે તેના બાકીના જીવન માટે કુંવારા રહેવાની પ્રતિજ્ઞા લીધી. આ ઘટના બાદ શ્રદ્ધાનો કિસ્સો અહીં ટાંકવો જરૂરી થઈ જાય છે. એક તરફ પ્રેમ પોતાના પ્રેમી પ્રેમીકા માટે સર્વસ્વ લૂટાવી દેવાનું પ્રતિક છે જે આ યુવકના કિસ્સામાં સાબિત થાય છે. તો બીજી તરફ સમાજમાં કેટલાક એવા હેવાન પણ છે જે પ્રેમ અને પ્રેમમાં કરેલા વાયદાઓ ભૂલી પોતાની પ્રેમિકાના ટૂકટે ટૂકડા કરી નાંખે છે.
અસમના મોરીગાંવના રહેવાસી 27 વર્ષીય બિટુપન તમુલીને ચાપરમુખના કોસુઆ ગામની 24 વર્ષીય પ્રાર્થના બોરા સાથે ઘણા વર્ષોથી અફેર ચાલી રહ્યું હતું. તાજેતરમાં પ્રાર્થના બીમાર પડી હતી ત્યારબાદ તેને ગુવાહાટીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શુક્રવારે અહીં તેનું અવસાન થયું હતું. પરંતુ પ્રાર્થનાનું મૃત્યુ બિટુપનના હૃદયમાં તેના પ્રત્યેના પ્રેમને મારી ન શક્યું. હા, તે વ્યક્તિએ તેની મૃત પ્રેમિકા સાથે તેના અંતિમ સંસ્કારમાં લગ્ન કર્યા અને જીવનભર તેનો પતિ બનીને જ રહેવાની પ્રતિજ્ઞા લીધી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક યુવતીના ગાલ અને કપાળ પર સિંદૂર લગાવી રહ્યો છે જેમ કોઈ તેની નવી પરણેલી દુલ્હનને સિંદૂર લગાવે છે. બિટુપન અને પ્રાર્થના બોરા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. બંનેના પરિવારજનો પણ આ સંબંધ અને લગ્ન માટે તૈયાર હતા પરંતુ અચાનક પ્રાર્થના બીમાર પડી ગઈ હતી. છેલ્લી વિદાય પહેલાં વ્યક્તિએ તેની પ્રેમિકાને માળા પહેરાવી અને પછી તેના શરીરને બીજી માળાથી સ્પર્શ કરી અને તેને તેના ગળામાં મૂકી દીધી હતી. જ્યારે તે વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી રહ્યો હતો ત્યારે પરિવારના સભ્યો પણ આ બધું જોઈને ભાવુક થઈ ગયા હતા.
યુવતીના સંબંધી સુભોન બોરાએ કહ્યું કે મારી બહેન નસીબદાર છે. તે બિટુપન સાથે લગ્ન કરવા માંગતી હતી. અને છોકરાએ તેની છેલ્લી ઈચ્છા પૂરી કરી. તમને જણાવી દઈએ કે આ વીડિયો યુટ્યુબ શોર્ટ્સ પર @MEGHAshorts નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આસામમાં લગ્નની અનેક વિધિઓ છે. પરંતુ શું તમે ક્યારેય ‘પ્રેત કલ્યાણમ’ અથવા ‘મૃતકો સાથે લગ્ન’ની પ્રથા સાંભળી છે? તે ખૂબ જ વિચિત્ર લાગે છે પરંતુ કર્ણાટકના કેટલાક સમુદાયો અને કેરળના કેટલાક ભાગોમાં આવા લગ્નો કરવામાં આવે છે.