નવી દિલ્હી: ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની (T20 Series) બીજી મેચ માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાઈ હતી. ભારતે આ મેચ 65 રને જીતી લીધી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 18.5 ઓવરમાં 126 રન બનાવીને ઓલઆઉટ (All Out) થઈ ગઈ હતી. આ મેચનો હીરો સૂર્યકુમાર યાદવ (SuryaKumar Yadav) હતો જેણે સદી ફટકારી હતી અને બોલિંગમાં દીપક હુડ્ડાએ 4 વિકેટ લઈને અજાયબી કરી હતી.
પ્રથમ બેટિંગ કરતા ભારતને પાવરપ્લેમાં જ પહેલો ફટકો લાગ્યો હતો. આ મેચમાં ભારત તરફથી રિષભ પંત અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ મેચમાં રિષભ પંતે ફરી નિરાશ કર્યો હતા. આ મેચમાં તેણે 13 બોલમાં 46.15ની સ્ટ્રાઈક રેટથી માત્ર 6 રન બનાવ્યા હતા. ભારતને પહેલો ફટકો 36ના સ્કોર પર લાગ્યો હતો. આ પછી સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને ભારતની ઇનિંગ્સને સંભાળી હતી. જો કે આ મેચમાં ભરત ઈશાન માત્ર 36 રન જ રમી શક્યો હતો. એક તરફ આ મેચમાં સૂર્યકુમાર યાદવ અડગ રહ્યો હતો. તેણે માત્ર 51 બોલમાં 217.65ની સ્ટ્રાઈક રેટથી 111 રન બનાવ્યા.
આ મેચમાં સૂર્યકુમાર યાદવની ઈનિંગ બાદ ટીમ ઈન્ડિયાના બોલરો પણ છવાઈ ગયા. ભારત તરફથી દીપક હુડ્ડાએ ચાર, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરોએ ટૂંકા અંતરે વિકેટો લીધી જેના કારણે ન્યૂઝીલેન્ડ આ મેચમાં કરારી હાર ભોગવવી પડી હતી.
ન્યૂઝીલેન્ડ માટે સ્થિતિ વધુ ખરાબ થઈ જ્યારે યુઝવેન્દ્ર ચહલે ઈનિંગની 14મી ઓવરમાં જેમ્સ નીશમને આઉટ કર્યો અને કિવી ટીમની અડધી ટીમ આઉટ થઈ ગઈ. ન્યૂઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 89 રન છે અને જીતવા માટે 103 રનની જરૂર છે. ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમસન અડધી સદી ફટકારીને આઉટ થયો છે. વિલિયમસને 61 રનની ઈનિંગમાં 52 બોલ રમ્યા જેમાં 4 ફોર અને 2 સિક્સ સામેલ હતી. ન્યૂઝીલેન્ડનો સ્કોર 18 ઓવરમાં સાત વિકેટે 125 રન છે અને તેને જીતવા માટે 12 બોલમાં 67 રનની જરૂર છે.