Sports

સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 7 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા, 111 રન બનાવી બીજી સદી પૂરી કરી

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) બેટથી છગ્ગા-ચોગ્ગા મારી રનનો વરસાદ કરી દીધો છે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયા માટે તેમનાથી વધુ રન કોઈએ બનાવ્યા નથી અને રવિવારે આનો બીજો નજારો જોવા મળ્યો હતો. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવે સદી ફટકારી હતી, આ તેની કારકિર્દીની બીજી સદી હતી. ભારતે અહીં પ્રથમ બેટિંગ કરીને 191 રન બનાવ્યા હતા. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલમાં 111 રન બનાવ્યા જેમાં 11 ફોર અને 7 સિક્સ સામેલ હતી. આ દરમિયાન સૂર્યકુમાર યાદવનો સ્ટ્રાઈક રેટ 217 હતો.

લાસ્ટ ઇનિંગ્સના સૂર્યકુમાર યાદવે ધૂમ મચાવી
છેલ્લી પાંચ ઓવરમાં સૂર્યકુમાર યાદવે જાદુ કર્યો હતો. યાદવે છેલ્લી પાંચ ઓવરમાં શોટ રમ્યા હતા. આનો અંદાજ ફક્ત આંકડા પરથી જ લગાવી શકાય છે કારણ કે સૂર્યાએ 32 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જ્યારે તેની સદી 49 બોલમાં ફટકારી હતી. આ ઉપરાંત, ઇનિંગ્સના અંતે તેણે 51 બોલમાં 111 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગના છેલ્લા 19 બોલમાં કુલ 61 રન બનાવ્યા હતા.

ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સ્કોર

  • 122- વિરાટ કોહલી
  • 118- રોહિત શર્મા
  • 117- સૂર્યકુમાર યાદવ
  • 111- સૂર્યકુમાર યાદવ
  • 111- રોહિત શર્મા

ભારત-ન્યૂઝીલેન્ડ T20માં બેટ્સમેનનો સૌથી વધુ સ્કોર

  • સૂર્યકુમાર યાદવ – 111
  • કોલિન મુનરો – 109

વર્ષ 2022માં સૌથી વધુ રન (T20 ઈન્ટરનેશનલમાં)

  • સૂર્યકુમાર યાદવ – 30 મેચ, 1151 રન, 47.95 એવરેજ, 2 સદી, 9 અર્ધસદી, 105 ચોગ્ગા, 67 છગ્ગા
  • મોહમ્મદ રિઝવાન – 25 મેચ, 996 રન, 45.27 એવરેજ, 10 અર્ધસદી, 78 ચોગ્ગા, 22 છગ્ગા

સૂર્યકુમાર યાદવની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી
• 41 મેચ, 1395 રન, 45.00 એવરેજ
• 2 સદી, 12 અર્ધસદી, 181.64 સ્ટ્રાઈક રેટ
• 130 ચોગ્ગા, 79 છગ્ગા

જો ટીમ ઈન્ડિયાની ઈનિંગની વાત કરીએ તો ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 111 રનની ઇનિંગ રમી હતી, તેના સિવાય ઇશાન કિશને 36, હાર્દિક પંડ્યા અને શ્રેયસ અય્યરે 13-13 રન બનાવ્યા હતા. ભારતનો સ્કોર 200ને પાર કરી શક્યો હોત, પરંતુ ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક લઈને ભારતને રોકી દીધું હતું.

Most Popular

To Top