સુરત: અમરોલી (Amroli) કોસાડ આવાસમાં (Kosad Aavas) મિત્રના જન્મ દિવસની ઉજવણી વેળા મોઢામાં પેટ્રોલ (Petrol) લઇ આગનાં ગોળા કરવાનો સ્ટંટ (Stunt) કરવા જતા યુવક ગંભીર રીતે દાઝી (Burn) ગયો હતો. યુવક હાલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતો અજયભાઈ સુશાંત મિશ્રા સાડી રોલ પોલિશનું કામ કરે છે. અજયના મિત્રનો શુક્રવારે જન્મ દિવસ હતો. જન્મ દિવસની રાત્રિના સમયે ઘર નજીક જ અજય સહિતના મિત્રો જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા. ડી.જે.પાર્ટીનું પણ આયોજન કરાયું હતું. મિત્રો ડીજે પર ડાન્સ કરી રહ્યા હતા.
મોઢા અને ડાબા હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગયો
અલગ-અલગ મિત્રો કોઈને કોઈ સ્ટન્ટ કરી રહ્યા હતા. તે સમયે અજય મિશ્રાને કાંઈક નવા પ્રકારનો સ્ટન્ટ કરવાનું મન થયું .તેને તેની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને બોટલ ભરીને લઈ આવ્યો હતો. તેને સૌની વચ્ચે મોઢામાં પેટ્રોલ લઇને આગના ગોળા કાઢવાનો સ્ટંટ કરવાની કોશિષ કરી હતી. આ સમયે તે બેદરકારી રહેતા મોઢા અને ડાબા હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે નજીકના ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અજયના પરિવારે જણાવ્યું હતું કે, પહેલી વખત જ સ્ટંટ કરવા જતા અજય દાઝી ગયો હતો.
મોટરદાયકલની ટક્કરે કાર સળગી ઊઠી; આગદાઝેલા યુવકનું મોત
કામરેજ: કામરેજના વાવ-જોખા રોડ પર જોખા રોડ પર ગુરુવારે રાત્રે કાર લઈને જતાં વાવ ગામના યુવાનની સાથે સામે પૂરપાટ બાઇક પર આવતાં બે ઈસમે કાર સાથે બાઇક અથડાવતાં કારમાં આગ લાગી ગઈ હતી. અકસ્માત થતાં બાઇકસવાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા ઈસમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.કામરેજના વાવ ગામે શ્રીજી રો હાઉસમાં મકાન નં.239માં શૈલેષ દીપક મિસ્ત્રી (ઉં.વ.31) રહે છે. જે સી.સી.ટીવી કેમેરાનું કામ કરે છે. ગુરુવારે રાત્રિના બારડોલી ખાતે માતાને ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવાના હોવાથી પોતાની મારુતિ અલ્ટો કાર નં.(જીજે 05 આરબી 6167) લઈ સાંજે આશરે 6.45 કલાકે પોતાની કાર લઈને માતા તેમજ પત્નીને લેવા માટે બારડોલી જવા માટે વાવ-જોખા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
બાઇકચાલક કારના આગળના ભાગે પડતાં ઘટના સ્થળે જ મોત
ત્યારે 7 કલાકે જોખા તરફ પૂરઝડપે યામાહા એફઝેડ બાઇક નં.(જીજે 05 એમઈ 0105) પર સવાર ચાલક રમેશ ઉર્ફે રામુ ગુલાબ મિસ્ત્રી (ઉં.વ.30) (રહે.,228 વલ્લભનગર સોસાયટી, પુણા ગામ)એ કારની સાથે ધડાકાભેર બાઇક અથડાવી દેતાં બાઇક પર પાછળ બેસેલો સાગર વિષ્ણુભાઈ શેટ્ટી(ઉં.વ.31) પણ રોડની બાજુમાં પટકાયો હતો. જ્યારે બાઇકચાલક કારના આગળના ભાગે પડતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.