Gujarat

મતદાનના દિવસે તા.1લી ડિસે. અને 5મી ડિસે.એ જાહેર રજા રહેશે

ગાંધીનગર: રાજ્ય સરકારે (State Govt) મતદાન (voting) માટે 1 અને 5 ડિસેમ્બરે જાહેર રજા (Public Holiday) હોવાનું જાહેર કર્યુ છે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન માટે 19 જિલ્લામાં રજા જાહેર, 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાન માટે 14 જિલ્લામાં રજા જાહેર કરી છે. જેમાં વધુ મતદાન થાય તે માટે સરકારે નિર્ણય લીધો છે. બીજી તરફ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ કહ્યું હતું કે, રાજ્યમાં ચૂંટણી પંચ દ્વ્રારા બે તબક્કાના મતદાન માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. મતદાર યાદી સુધારણા અભિયાન બાદ રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

11.74 લાખથી વધુ યુવા મતદાતા પ્રથમવાર મતદાન કરશે
ગાંધીનગર: ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ કહ્યું હતું કે, આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11,74,370 યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં યોજાનારી 89 બેઠક પરની ચૂંટણીમાં કુલ 5,87,175 મતદાર સૌપ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં સૌથી વધુ યુવા મતદારોમાં સુરત જિલ્લામાં 1,02,506, ભાવનગરમાં 45,277, રાજકોટમાં 42,973, કચ્છમાં 42,294 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 39,437 છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે.

11,74,370 યુવા મતદાર પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે
ડાંગમાં 8,680, પોરબંદરમાં 13,561, તાપીમાં 13,800, નર્મદામાં 15,796 અને બોટાદમાં 15,612 મતદાર છે. ગુજરાતમાં બીજા તબક્કામાં યોજાનારી 93 બેઠક પરની ચૂંટણીમાં કુલ 5,87,195 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદારોમાં અમદાવાદ 93,428, બનાસકાંઠામાં 81,515, વડોદરામાં 47,343, દાહોદમાં 47,194 તેમજ મહેસાણામાં 40,930નો સમાવેશ થાય છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે, તેમાં છોટા ઉદેપુરમાં 20,638, મહિસાગરમાં 21,323, અરવલ્લીમાં 23,084, ગાંધીનગરમાં 27,599 અને સાબરકાંઠામાં 31,076 યુવા મતદાર છે. રાજ્યમાં 182 બેઠક પર યોજાનારી ચૂંટણીના બે તબક્કામાં કુલ 11,74,370 યુવા મતદાર પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

Most Popular

To Top