SURAT

આવું પણ થાય? સુરતના ભેજાબાજે એમેઝોન કંપનીને અસલી વસ્તુ લઈ નકલી વસ્તુ પધરાવી દીધી!

સુરત: સિટીલાઈટ ખાતે રહેતા યુવકે એમેઝોનમાંથી (Amazon) એપ્પલના એરપોડ મંગાવી ડિલિવરી બોયને (Delivery Boy) ઓનલાઈન પેમેન્ટનો (Online Payment) મેસેજ બતાવી બાદમાં ડુપ્લિકેટ એરપોડ મૂકી ઓરિજનલ કાઢી પાર્સલ પરત આપી છેતરપિંડી કરી હતી. ઉમરા પોલીસે (Police) આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

પીપલોદ ખાતે રાજલક્ષ્મી બંગ્લોઝ ખાતે રહેતી 27 વર્ષીય વૈશાલી જગદીશ અવસ્થીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં હિરેન ભીખુભાઇ રાખોલીયા તથા અન્ય ત્રણ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વૈશાલી એમેઝોન ડીસ્પેચ સેન્ટરમાં કંપનીની એસએલપી સ્પેશિયાલિસ્ટ તરીકે નોકરી કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, ગત 5 જાન્યુઆરીએ સાગર પટેલના એમેઝોન કસ્ટમર એકાઉન્ટ આઈડી નંબર પરથી હિરેન રાખોલિયા નામની વ્યક્તિએ એક એપ્પલ કંપનીનો એરપોડ મંગાવ્યો હતો. જેથી એમેઝોન કંપનીના વેરહાઉઝમાંથી પાર્સલ પેકિંગ કરીને બપોરે ડિલિવરી બોય રવિ પટેલને ગ્રાહક જણાવેલ સરનામે સ્વીટ હાઉસ એપાર્ટમેન્ટ નવમંગલમ્ કોમ્પ્લેક્સની પાસે સીટીલાઇટ મોકલી આપ્યું હતું.

બાદમાં ફોન કરીને ગ્રાહકે ડિલિવરી બોયને મહારાજા અગ્રેસન ભવન ગાર્ડનના ગેટ પાસે બોલાવ્યો હતો. જ્યાં ડિલિવરી બોય પહોંચતાં એક વ્યક્તિ કાર (જીજે-05-આરકે-3092) લઈને આવ્યો હતો. તેની સાથે બીજી 4 વ્યક્તિ હતી. આ વ્યક્તિએ ઓનલાઈન પેમેન્ટ ચૂકવ્યાનો મેસેજ બતાવી આ એરપોડ ખોલીને તેની જગ્યાએ ડુપ્લિકેટ એરપોડ મૂકી દીધા હતા. અને પાર્સલ પરત આપી દીધું હતું. ડિલિવરી બોયે સાંજે ઓફિસે જઈને જોતાં તેમાં ડુપ્લિકેટ એરપોડ હતા. જેથી આ અંગે ઉમરા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ પર બસમાંથી 9.92 કિલો ગાંજો ઝડપાયો
રાજપીપળા: સાગબારા ખાતે આવેલી મહારાષ્ટ્ર-ગુજરાતને જોડતી ધનસેરા ચેકપોસ્ટ પર મહારાષ્ટ્ર તરફથી આવતી મહારાષ્ટ્ર સરકારની જલગાંવ અંકલેશ્વરનું બોર્ડ લગાડેલી બસ નં.(MH 20 BL 3428)માં ચેકિંગ દરમિયાન રઇસભાઇ રસીદભાઇ શેખ પાસેની બેગમાંથી સૂકો ગાંજો ૫.૯૩૫ કિં.રૂ. ૫૯,૩૫૦ તથા મોબાઇલ કિં.રૂ.૨૦૦૦ તથા ૫૦૦ રૂ. રોકડા, રીઝવાના અનવર મન્સુરી પાસે એક બેગમાંથી સૂકો ગાંજો ૪.૪૪ કિ.ગ્રા. કિં.રૂ.૪૦,૪૭૦ તથા મોબાઇલ કિ.રૂ.૩૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ.૧,૦૫,૩૨૦ સાથે ઝડપી લીધાં હતાં. જેમનાં વિરુદ્ધ સાગબારા પો.સ્ટે.માં N.D.P.S એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત આસીફ (રહે.,ભુસાવલ,મહારાષ્ટ્ર) અને મુકીમ અપ્પા (રહે.,અમદાવાદ, બાપુનગર)ને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Most Popular

To Top