ભગવાને કહ્યું જ છે કે મોહ-માયા-રાગ-દ્વેષને છોડીને ત્યાગની ભાવના રાખવી જરૂરી છે. જીવન મર્યાદિત છે. એ દરમ્યાન સારાં કામો કરી નામ કરી લેવું જોઇએ. ગાંધીજી મોટા બેરીસ્ટર પણ પોતડી અને ધોતી પહેરીને જીવન વ્યતીત કર્યું. ગોળમેજી પરિષદમાં પણ આ જ વેશમાં હતા. જૈનોમાં મહાવીર સ્વામી રાજકુમાર રાજા પણ પળવારમાં સર્વસ્વ ત્યાગ કરી સેવાના કામમાં સાધુત્વ સ્વીકારી લીધું. આજે તો આવું બધું ઇતિહાસ-પૌરાણિક કે ધાર્મિક કથામાં સાંભળે છે વાંચે છે છતાં મોહ રૂપી તત્ત્વ માણસને છોડતું જ નથી. તેમાં વળી ખુરશીનો મોહ તો એવો છે કે ભલભલું કરી છૂટે. જુઠું બોલવું, બેઇમાની, લાલચ આપવી, મફતનું આપવું, વચન ન પાળવું પણ કંઇ પણ કરીને જો ખુરશી મળી જાય તો બેડો પાર રાજકારણમાં આવું સતત ચાલતું જ આવ્યું છે.
એક પક્ષવાળા ભાઇ બધું હાસ્ય મોઢા પર લાવી જનતાને ખોટાં વચનો, મફતની વીજળી, અનાજ, પૈસા વગેરે આપી મતો આપવા લલચાવે છે. ગરીબ બિચારી ભોળી પ્રજા ભરમાઇ જાય છે પણ છેક જ એવું પણ નથી. હવે જનતા સમજે છે મારો મત યોગ્ય વ્યકિતને જાય એવું ઇચ્છે છે મતદાન થવાનું હોય ત્યારે ઉમેદવારો સરકારના ભંડોળમાંથી મોજમજા ખેરાત કરતાં નજરે આવે છે. જે પ્રજાએ હવે સમજવું જોઇએ. સાચા દિલથી સેવા દેશ હોય કે અન્ય સ્થળ તે જ સૌ એ સ્વીકારવી જોઇએ. લાલચ બૂરી બલા છે.
સુરત – જયા રાણા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ટ્રાન્સપોર્ટસવાળાની આ મનમાની ન ચાલે
ગુજરાત સરકારની સંસ્થા GMDC LTD.ની તડકેશ્વર Ligniteની ખાણ પરથી જે પરિવહન થાય છે, તેમાં તડકેશ્વર ટ્રાન્સપોર્ટરસ મન માની કરીને મીલ માલિક (વપરાશકર્તા) કે એજન્ટોને વિશ્વાસમાં લીધા વગર ગેરકાયદેસર યુનિયન બનાવી ટ્રક ભાડામાં તોતિંગ વધારે કરેલ છે. જે મીલ માલિકોને બિલકુલ મંજૂર નથી. રાજપારડી માઈન્સથી પાંડેસરાનું ભાડુ 550/- P.M.T. ને છે તે – હિસાબે માઈલેજગણતાં તડકેશ્વરથી પાંડેસરાનું ભાડૂં વધારેમાં વધારે 450/- P.M.T હોવું જોઈએ તેના બદલે 600/- P.M.T. ભાડું રાખેલ છે અને બીજી શરતો પણ ઘણી જ આકરી છે. તેમને કોઈ રોકનારું છે કે નહીં. કોઈ નિયમ છે કે નહીં?
તડકેશ્વર – એક મીલ માલિક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.