Charchapatra

શાળા- મહાશાળાનાં વાલીમંડળો નબળાં કેમ?!

ગુજરાત સરકારના નિયમ મુજબ દરેક શાળા- મહાશાળાઓએ વાલીમંડળી બનાવવા ફરજીયાત છે. જે વિદ્યાર્થીઓના હિતમાં છે. વાલીમંડળની ફરજ સંસ્થાના રક રખાવ, જોખમી બાંધકામ પરિસ્થિતિથી માંડીને શાળાના મેદાનની પરિસ્થિતિ કોઇ શિક્ષક/ શિક્ષિકાની અભ્યાસ કરાવવા પ્રત્યેની નિરસતા, વર્ગ ખંડની અસુવિધા જેવી પંખા-લાઇટ કે એ.સી. ન ચાલવા કે ન ચલાવવા જેવી ફરિયાદો પર ધ્યાન આપવાનું હોય છે. વળી, સક્ષમ વાલીમંડળ અચાનક તેમની ટીમ સાથે જૂદા જૂદા વર્ગ ખંડમાં ફરીને વિદ્યાર્થી શિક્ષક અને વર્ગ ખંડની પરિસ્થિતિનું પણ નિરીક્ષણ કરી શકે છે. પરંતુ ખાટલે મોડી ખોડ એ છે કે વાલીમંડળોમાં પ્રમુખથી માંડીને કારોબારી સભ્યો કે જેઓ મૌનીબાબા હોય તેમને જ નિયુકત કરવામાં આવે છે. ફળ સ્વરૂપ શાળાના સંચાલકો શિક્ષક/શિક્ષિકાઓ તેમની મનમાની કરતા રહે છે.

કહેવા પૂરતું પેરેન્ટસ મિટીંગ બોલાવવામાં આવે છે તે મિટીંગમાં કોઇ પેરેન્ટસ શાળા કે વર્ગ કે વિદ્યાર્થી માટે ફરિયાદ કરે કે સૂચન પણ કરે તો સંચાલકો તે સાંભળીને એ વાલી કોણ હતો હતી ? તે તપાસ કરે છે. શા માટે તેઓ આવું કરે છે ? તે સમજી શકાય તેમ છે, પછી આ વાલીના વિદ્યાર્થી/ બાળકની નાની મોટી ભૂલ કાઢી ડરાવવા ધમકાવવામાં આવે તેવા કિસ્સાઓ પણ શાળા વાલી સભ્યોમાં ચર્ચા છે. કોરોના કાળ પછી હજુ પણ ઓનલાઇન પ્રવૃત્તિઓ શા માટે ચલાવાય છે ? તે તાત્કાલિક બંધ થવી જોઇએ. કલેકટરના તાબા હેઠળ આવતું શિક્ષણ ખાતું સજાગ થાય અને ઉપરોકત બાબતે ગંભીરતાથી તપાસ કરે, વાલીમંડળના સભાની મિનીટસ બુક અને વહીવટનો અભ્યાસ કરી નવાં વાલીમંડળો કલેકટરના સ્ટાફની હાજરીમાં બનાવવામાં આવે.
સુરત          પરેશ ભાટિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top