નવી દિલ્હી: ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન અહીંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને હટાવવાની યોજના બનાવી રહી છે. એક એહવાલના આધારે એમેઝોન આ અઠવાડિયામાં કોર્પોરેટ અને આઈટી સેક્ટરમાં કામ કરતા લગભગ 10,000 લોકોને છૂટા કરવાની યોજના બનાવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર વિશ્વભરમાં કાર કરતા કર્મચારીઓની છટણી કરવામાં આવશે.
શું કારણ છે કે દિગ્ગજ કંપનીઓ એક પછી એક મોટા પાયે કર્મચારીઓની છટણી કરી છે
વિશ્વમાં મંદીની અસર જોવા મળી રહી છે. મોટી કંપનીઓ એક પછી એક છટણી કરી રહી છે. ફેસબુક, ટ્વિટર અને સ્નેપચેટ જેવી મોટી કંપનીઓ બાદ હવે એમેઝોન પણ અહીં કામ કરતા લોકોને છૂટા કરવા જઈ રહી છે. એક અહેવાલ અનુસાર, ટ્વિટર અને મેટા પછી હવે ઈ-કોમર્સ કંપની એમેઝોને પોતાના કર્મચારીઓને એવા યુનિટ્સમાં કાઢી મૂક્યા છે જે નવા છે અને આ વર્ષે નફો કરવામાં નિષ્ફળ રહ્યા છે. અત્યાર સુધીમાં એમેઝોનએ લગભગ 1 હજાર કર્મચારીઓની છટણી કરી છે. અને એક રિપોર્ટ અનુસાર એમેઝોન આ સપ્તાહમાં 10 હજાર કર્મચારીઓને હાંકી કાઢવામાં આવશે.
કંપની પહેલેથી જ સમીક્ષા કરી રહી હતી
વોલ સ્ટ્રીટ જર્નલે તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે Amazon.com Inc. તેના બિન-કમાણી વ્યવસાયોની સમીક્ષા કરી રહી છે. આમાં ઉપકરણ એકમ અને વૉઇસ સહાયક એલેક્સાનો સમાવેશ થાય છે. એક મહિનાની સમીક્ષા પછી, એમેઝોને નફો ન કરી રહેલા એકમોના કર્મચારીઓને અન્યત્ર નોકરી શોધવા માટે કહ્યું છે. જ્યારે કેટલીક ટીમોને વધુ નફાકારક વિસ્તારોમાં સ્ટાફને ફરીથી ગોઠવવા અને રોબોટિક્સ અને રિટેલ જેવા ક્ષેત્રોમાં ટીમોને બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ તમામ બાબતો પર ધ્યાન આપ્યા બાદ કંપનીએ 1000 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા હતા.
ફેસબુકમાં છેલ્લા 18 વર્ષમાં સૌથી મોટી છટણી : 11 હજાર કર્મચારીઓને એકીસાથે છુટા કરી દેવાયા
વિશ્વની ટોચની સોશિઅલ મીડિયા (Social Media) કંપની ફેસબુક (Facebook) ઉપર બુચવારની સવારે ખુબ જ મોટા પાયે છટણીનો દોર શરુ થયો હતો.કંપનીના ખર્ચ ખુબ જ વધી ગયા હોવાનું કારણ સામે ધરીને તેમને કર્મચારીઓને (Employee) સંકેતો પણ આપી દીધા હતા. એવું કહેવાય છે કે મંગળવારે એટલે કે એક દિવસ પહેલા માર્ક ઝુકરબર્ગે (Mark Zuckerberg) કર્મચારીઓને જાણકારી આપી દીધી હતી. વધુમાં જે પણ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે તેને કંપની ચાર મહિનાનું વેતન પણ આપવાની જાહેરાત કરી હતી.ઉલ્લખનીય છે કે ટ્વિટર પછી હવે ફેસબુક માંથી મોટાપાયે છટણીઓ કરી દેવામાં કરવામાં આવી છે.ફેસબુકની પેરેંટ કંપની મેટા ઈંક દ્વારા બુધવારે એકી ઝાટકે 11000 કરતા પણ વધારે કર્મચારીઓને નિષ્કાશીત કરી દીધા હતા. જેને લઇને માર્ક ઝુકરબર્ગે જાતે જાણકારી આપી હતી.
ઇતિહાસમાં લેવામાં આવેલા સૌથી કઠણ નિર્ણય : માર્ક ઝુકરબર્ગ
મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગ એક બ્લોગના માધ્યમથી જણાવ્યુ હતું કે,આજે મેટાના ઇતિહાસમાં લેવામાં આવેલા સૌથી કઠણ નિર્ણય હું કહેવા જઈ રહ્યો છુ. આપણી ટિમની સાઈઝમાંથી 13 ટકા જેટલી કપાત મુકવાનો ફેંસલો કરી રહ્યો છું.અને 11000થી વધુ પ્રતિભાસાળી કર્મચારીઓની નોકરી હવે રહેશે નહિ. મેટામાં લગભગ 87000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અને બરતરફ કરવામાં આવેલા આ કર્મચારીઓ પૈકી વોટસઅપ અને ઇન્સ્ટાગ્રામના કર્મચારીઓ પણ છે. જોકે આ ઘોષણાની જાહેરાત માર્ક ઝુકરબર્ગ દ્વારા એક દિવસ પહેલા તેમના કર્મચારીઓને મંગળવારે જ કરી દીધી હતી.