પલસાણા: વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) ગુજરાતમાં યોજાઈ રહી છે ત્યારે બુટલેગરો દારૂની (Alcohol) હેરાફેરીને લઇ સક્રિય થયા છે. ખાસ કરીને સુરતની આજુબાજુના ગ્રામ્ય વિસ્તરોમાં બુટલેગર (Bootlegger) એક્ટિવ થયા છે.બીજી તરફ પોલીસ પણ ખાંસી એક્ટિવ થઇ છે ત્યારે સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ (LCB Police) પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, ‘એક છકડો રિક્ષા નો ચાલક ઇંગ્લિશ દારૂનો જથ્થો સીટની નીચે ચોરખાનામાં સંતાડી ઓરગામ-અકોટી થઇ રાયમ તરફ જશે.’ બાતમીના આધારે અકોટીની સીમમાં ઓરગામથી રાયમ તરફ જતા રોડ ઉપર પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. ત્યારે છકડો રિક્ષા આવતાં જુદી જુદી બ્રાન્ડની 126 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.
કુલ 2,06,010નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી
પોલીસે આ તમામ બોટલ કબજે લઈ ચાલક ઇન્દ્રેશ મીરાજી ગામીત અને પ્રકાશ ભીમજી ગાવીતની અટકાયત કરી મુદ્દામાલ પૂરો પાડનાર નવાપુરના MD વાઇન શોપ તથા દારૂ મંગાવનાર નીતિન રમણ ચૌધરી ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે રિક્ષા અને દારૂ મળી કુલ 2,06,010નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી.બાતમીના આધારે અકોટીની સીમમાં ઓરગામથી રાયમ તરફ જતા રોડ ઉપર પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. ત્યારે છકડો રિક્ષા આવતાં જુદી જુદી બ્રાન્ડની 126 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.
રણોદ્રા પાટિયા પાસેથી દારૂ ભરેલી વાન સાથે 1 ઝડપાયો
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર રણોદ્રા પાટિયા પાસેથી 16 હજાર રૂપિયાના દારૂ ભરેલી વાન સાથે એક ઝડપાયો હતો. જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર રણોદ્રા પાટિયા પાસેથી એક મારૂતિવાનને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને દારૂ મળી આવતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના વહોરવાડ ગોયાબજારમાં રહેતા મોહમ્મદ હનીફ અલ્લારખા ખલીફાને ઝડપી પાડ્યો હતો. પોલીસે મોહમ્મદ હનીફની પૂછપરછ કરતા અંકલેશ્વર તાલુકાના રાજનગરી ચૌટાનાકામાં રહેતા મુકેશભાઈ અરવિંદભાઈ ગાંધીએ ભરાવ્યો હતો અને નવસારી તાલુકાના સરપોર-પારડી ગામે ડેન્સા ફળીયામાં રહેતા પ્રભુભાઈ ભાગુજી ગુજ્જરે મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે મુકેશભાઈ અને પ્રભુભાઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી દારૂ સહીત 1.50 લાખની વાન મળી કુલ્લે 1,66,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી હતી.