Gujarat

કોંગ્રેસમાં ભડકો: પ્રદેશ કાર્યાલયે ભરત સોલંકીના પોસ્ટરો ફાડ્યા, કાળી શાહી ચિતરાઈ

અમદવાદ : વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) ટાણે જ ગુજરાત કોંગ્રેસમાં (Congress) ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી ત્યારથી કાળો કકળાટ શરૂ થઈ ગયો છે. અને આ સાથે જ સોમવારે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય (Regional Office) ખાતે હોબાળો થયો છે. અમદાવાદમાં (Ahmedabad) જમાલપુર ખાડિયા બેઠકને લઈને NSUI કાર્યકરોએ (NSUI Workers) ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેમાં વિરોધીઓએ ભરતસિંહના વિરોધમા અપશબ્દો ઉચ્ચારવામાં આવ્યા તેમજ દિવાલ પર કાળી શાહીથી લખાણ પણ લખવામાં આવ્યા છે. આ સાથે જ કાર્યકરોએ કાર્યાલયમાં તોડફોડ પણ કરી હતી અને ભરતસિંહના ફોટા બાળીને જલદ વિરોધ નોંધાવ્યો હતો.

શાહનવાઝ શેખને ટિકિટ ન આપવામાં આવતાં કાર્યકરો ઉગ્ર વિરોધ
સોમવારે અમદવાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે એનએસયુઆઇના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.એકત્ર થવાનું કારણ વિરોધ હતો અને આ વિરોધ ભરતસિંહ સોલાંકીને લઇ ને હતો અહીંઆ કાર્યાલય ઉપર કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. શાહનવાઝ શેખને ટિકિટ ન આપવામાં આવતાં કાર્યકરો ઉગ્ર વિરોધ કરતાં જોવા મળ્યા હતા. આટલુ જ નહીં. કાર્યકરો દ્વારા ભરતસિંહના ફોટો સળગાવવામાં આવ્યા હતા આ ઉપરાંત તેઓએ ભરતસિંહ નામની નેમપ્લેટ પર કાળી શાહી ફેરવી તેમજ નેમ પ્લેટને તોડી નાંખીને વિરોધ દર્શાવ્યો હતો.

વાઘોડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ
વડોદરાની વાઘોડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ થઇ રહ્યો છે. પેરાશુટ ઉમેદવાર સામે સ્થાનિક કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી કોંગ્રેસના 500 કાર્યકરો સહીત હોદ્દેદારોએ રાજીનાની ચીમકી આપી હતી. કોંગ્રેસે સત્યજીતસિંહ ગાયકવાડને ટિકિટ આપતા વિરોધનો સૂર ઉઠ્યો છે.

અમદાવાદમાં પણ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ
અમદાવાદમાં પણ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરાઇ હતી. નારાજ કાર્યકરોએ કાર્યાલયમાં તોડફોડ કરી ભરતસિંહ સોલંકીનો અને ઈમરાન ખેડાવાલાને ટિકિટ અપાતા રોષ વ્યાકત કર્યો હતો. ભરતસિંહ સોલંકીનું પોસ્ટર સળગાવી કાર્યકરોએ વિરોધ કર્યો હતો.

ગારીયાધારના કોંગ્રેસ ઉમેદવારનો વિરોધ
ભાવનગર જિલ્લાની ગારીયાધાર 101 વિધાન સભામાં કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર મુકતા કોંગ્રેસમાં રોષ ફેલાયો છે. કોંગ્રેસએ દિવ્યેશ ચાવડાને ટિકિટ આપતા વિરોધ કરી જો કોંગ્રેસ ગારીયાધાર બેઠક પર ઉમેદવાર નહિ બદલે તો ગારીયાધાર અને જેસર સહિતના કોંગી કાર્યકરો સંગઠનમાંથી રાજીનામાં આપી વિરોધ નોંધાવશે.

Most Popular

To Top