સુરત : ઉધનાનાં (Udhna) રાધાક્રિષ્ના આવાસમાં રહેતા 24 વર્ષિય યુવક ગુટકા ખાવા માટે બિલ્ડિંગની (Bulding) નીચે ઉતરી રહ્યો હતો ત્યારે ગેલેરીના (Gallery) તુટેલા ભાગ પાસેથી પગ લપસી જતા યુવકનું પટકાતા મોત (Death) નિપજ્યું હતું.સ્મીમેર હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ દેવડી ગામના વતની અને હાલ ઉધના સોનલ ઇન્ડસ્ટ્રિયલ પાસેના રાધાક્રિષ્ના આવાસમાં રહેતો સંદિપ રામમિલન વર્મા સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝમાં મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. સંદિપ વર્મા શનિવારે રાત્રે પોણા નવ વાગ્યે આવાસના ત્રીજા માળેથી ગુટકા ખાવા માટે નીચે ઉતરી રહ્યો હતો. દાદર ઉતરતી વખતે ગેલેરીના તૂટેલા ભાગેથી પગ લપસી જતા સંદિપ નીચે પટકાયો હતો. માથામાં ગંભીર ઇજાને પગલે તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઉધના પોલીસે અકસ્માત મોત નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
દાઉદી સમાજની વાડીમાં સાઉન્ડ સીસ્ટમ ચેક કરતી વખતે કરંટ લાગતા યુવાનનું મોત
સુરત : સલાબતપુરા નાની બેગમવાડી નજીક આવેલી દાઉદી સમાજની વાડીમાં ચાલતા કાર્યક્રમમાં સાઉન્ડ સીસ્ટમ ચેક કરતા સમયે કરંટ લાગતા યુવાનનું મોત નિપજ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર પાલનપુર જકાતનાકા દિનદયાળ સોસાયટીમાં રહેતા કૌશિક ભઇલાલભાઇ પટેલ (ઉ.વ.44) સાઉન્ડ સીસ્ટમનું કામ કરતા હતા. સલાબતપુરા વિસ્તારમાં આવેલી નાની બેગમવાડી નજીક દાઉદી સમાજની વાડીમાં કાર્યક્રમ ચાલી રહ્યો હોય કૌશિકભાઇ પટેલ શનિવારે બપોરે દાઉદી સમાજની વાડીમાં હતા. જ્યાં સાઉન્ડ સીસ્ટમ ચેક કરતા સમયે કૌશિકભાઇને કરંટ લાગ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સલાબતપુરા પોલીસે નોંધ લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
સચિન ખાડીમાં શંકાસ્પદ હાલતમાં બે વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો
સુરત : મૂળ ઉત્તર પ્રદેશના દેવરીયાના વતની અને ચાર વર્ષ પહેલા જ નોકરી ધંધા માટે સુરત રહેલા આવેલા મસિહુદ્દીન અંશારી હાલ સચીન જીઆઇડીસી પોલીસ મથકની હૃદમાં આવતા ઉન વિસ્તારના સંજયનગર-૩માં રહે છે. સિંહુદ્દીન અંશારી વેલ્ડીંગનું કામ કરે છે. દરમિયાન તેની એકની એક દિકરી ગોસીયા ફાતેમા (ઉં.વ.૩) ગત સાંજે સાડા ચાર વાગ્યે સંજયનગરમાં અન્ય બાળકો સાથે ઘર નજીક રમી રહી હતી. રમતા રમતા તેણી ગુમ થઇ ગઈ હતી, પરિવારજનોને મોડી રાત્રિ સુધી તેની શોધ-ખોળ કરી હતી જેકે તેની કોઇ ભાળ મળી ન હતી. અંતે પોલીસને જાણ કરાતા સચીન જીઆઇડીસી પોલીસે મિસીંગ નોંધી તપાસ હાથ ધરી હતી.