અંકલેશ્વર : અંકલેશ્વર (Ankleshwar) CGST અધિક્ષક (Superintendent) દિનેશ કુમારે તેના અધિકારક્ષેત્રમાં માલસામાનની નિયમિત અવરજવર માટે મહિને રૂપિયા 1.50 લાખના હપ્તાની પણ માંગણી કરી હતી.મોડાસાના વેપારી પાસે વાપી સુધી નિયમિત માલપરિવહનમાં બંનેએ અંકલેશ્વર અધિકાર ક્ષેત્રમાંથી પસાર થવા લાંચ માંગી હતી. સુપરિન્ટેડન્ટ દિનેશ કુમાર અને આસિસ્ટન્ટ કમિશનરે ₹1.5 લાખનો નિયમિત હપ્તો પણ માંગ્યો હતો. બંને લાંચીયા (Corrupt) અધિકારી (Officer)ઝડપાયા બાદ CBI ના સર્ચમાં પરિસરમાંથી રોકડા 1.97 લાખ પણ મળ્યા હતાં. અંકલેશ્વર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ CGST ના સુપરિન્ટેડન્ટ અને આસિસ્ટન્ટ કમિશનરની CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને રૂ. 75,000 ની કથિત લાંચના કેસમાં ધરપકડ કરતા લાંચિયા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હીથી CBI એ જારી કરેલી વિગતો મુજબ, અંકલેશ્વરના સીજીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ દિનેશ કુમાર સામે 75000 લાંચ માંગવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો છે.
75000 લાંચ માંગવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો
વેપારી પાસે 75,000 મોડાસાથી વાપી સુધી માલના પરિવહન માટે CGST સુપરિન્ટેડન્ટ એ પોતાના અધિકાર ક્ષેત્ર અંકલેશ્વરમાંથી માલ પરિવહન માટે આ લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. એટલું જ નહીં અંકલેશ્વર CGST અધિક્ષક દિનેશ કુમારે તેના અધિકારક્ષેત્રમાં માલસામાનની નિયમિત અવરજવર માટે મહિને રૂપિયા 1.50 લાખના હપ્તાની પણ માંગણી કરી હતી. CBIએ વેપારીની ફરિયાદ મળતા અંકલેશ્વર ખાતે છટકુ ગોઠવ્યું હતું. અને સુપરિન્ટેન્ડેન્ટ દિનેશ કુમારને ફરિયાદી વેપારી પાસેથી ₹75000 ની લાંચની માંગણી અને સ્વીકારતા રંગે હાથે પકડી લીધા હતા.
આરોપીઓને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
CBI ની ટ્રેપની કાર્યવાહી દરમિયાન અંકલેશ્વર CGST મદદનીશ કમિશનર યશવંતકુમાર માલવીયાની ભૂમિકા લાંચની માંગણી અને સ્વીકારમાં મળી આવી હતી. તેને પણ CBI એ પકડી લીધો હતો. બંને આરોપીઓના ઘરે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂપિયા 1.97 લાખ ઉપરી અધિકારીના પરિસરમાંથી મળી આવતા વસૂલ કરવામાં આવ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓને સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.