મુંબઈ : મહિલાઓ પણ હવે સ્મગલિંગમાં (Smugling) ઝંપલાવીને ખતરાઓ લઇ રહી છે. અને તેને અંજામ આપવામાં ક્યાંય પાછળ નથી રહી. ત્યારે રવિવારે કસ્ટમ વિભાગ (Customs Department) મુંબઈ (Mumbai) દ્વારા એરપોર્ટ પર એક જ દિવસમાં 32 કરોડ રૂપિયાની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું છે. આ કેસમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં 2 મહિલાઓ છે. મુંબઈ કસ્ટમ વિભાગના ઈતિહાસમાં એરપોર્ટ પર એક જ દિવસમાં આ સૌથી મોટી જપ્તી હોવાનું પણ કહેવાય રહ્યું છે .પ્રાપ્ત જાણકારી મુજબ તાન્ઝાનિયાની ટ્રીપ પરથી પરત આવેલા 4 ભારતીય મુસાફરોએ ખાસ ડિઝાઇન કરેલા કમર બેલ્ટના ખિસ્સામાં સોનું છુપાવ્યું હતું. ચારેય પાસેથી 28.17 કરોડ રૂપિયાનું કુલ 53 કિલો સોનું રિકવર કરવામાં આવ્યું હતું. સંયુક્ત આરબ અમીરાતમાં ખાસ ડિઝાઈન કરાયેલા બેલ્ટમાં સોનાની લગડીઓ છુપાવવામાં આવી હતી.
ડિઝાઇન કરાયેલા પટ્ટામાં સોનાની લગડીઓ છુપાવી દેવામાં આવી હતી
ફ્લાઇટ તાન્ઝાનિયાથી ઉપાડીને મુંબઈ આવી હતી.અને ટ્રાન્ઝિટ ટાઈમ દરમિયાન દોહા એરપોર્ટ પર સુદાનના એક નાગરિક દ્વારા આ બેલ્ટ આપવામાં આવ્યો હતો તેવું પકડાયેલા વ્યકિતઓએ કસ્ટમ વિભાગમાં કબૂલાત કરી હતી.દરમ્યાન કતાર એરવેઝની ફ્લાઈટ નંબર QR-556માં દોહાથી આવતા 4 ભારતીય મુસાફરોને રોકવામાં આવ્યા હતા. અંતે તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, સોનાની લગડીઓ તેના શરીર પર ખાસ ડિઝાઇન કરાયેલા પટ્ટામાં સોનાની લગડીઓ છુપાવી દેવામાં આવી હતી. અને ત્યારબાદ આ પટ્ટાને સિફત પૂર્વક તેમના ધડની આસપાસ વીંટાળી દેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન ચારેય મુસાફરોએ કબૂલાત કરી છે કે તેમને દોહા એરપોર્ટ પર કોઈ અજાણ્યા સુદાનીએ સોનું આપ્યું હતું.
થોડા દિવસ પહેલા પણ આજ પ્રકારનો કેસ સામે આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે ગત 11 નવેમ્બરના રોજ અન્ય એક કેસમાં ગુપ્ત માહિતીના આધારે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ દુબઈથી વિસ્તારાની ફ્લાઈટમાં આવેલા ત્રણ મુસાફરો (એક પુરુષ અને બે મહિલા) પાસેથી 3.88 કરોડનું 8 કિલોગ્રામ સોનુ જપ્ત કર્યું હતા. આ સોનુ સોનું યાત્રીઓ દ્વારા પહેરવામાં આવતા જીન્સ પેન્ટની કમર પાસે મીણના રૂપમાં સોનાની પેસ્ટ છુપાવવામાં આવી હતી. ત્રણ મુસાફરોમાંથી 60 વર્ષની મહિલા મુસાફર વ્હીલ ચેર પર હતી. ત્રણેય મુસાફરોની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. હાલના કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.