National

જમ્મુ જિલ્લાના અખનૂરથી ગાર મજુર જઈ રહેલી બસ પલટી: વિદ્યાર્થીનીઓ સહિત 50 મુસાફરો ઘાયલ

જમ્મુ: જમ્મુ (Jammu) જિલ્લાના અખનૂરમાં બસ (Bus) પલટી ગઈ હતી. જેને લઇને મોટી કેઝયુલીટી થઇ હતી.બસમાં શાળાની વિદ્યાર્થિનીઓ (Student) સહિત 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં (Hospital) લઈ જવામાં આવ્યો છે. ઘટના સ્થળ ઉપર પોલીસ (Police) અને સ્થાનિક લોકો રાહત અને બચાવ કામગીરીમાં લાગી પડયા હતા.સૂત્રોએ જણાવ્યુ હતું કે અખનૂરથી ગાર મજુર (Gar Majur) જઈ રહેલી ઓવરલોડેડ બસ રામિન મખીણ ગામ પાસે રોડ કિનારે પલટી ગઈ હતી જેના કારણે મુસાફરોમાં અફરાતફરી ફેલાઈ હતી . આ ગમખ્વાર ઘટનાની જાણ થતાં નજીકના લોકોએ પોલીસ કર્મચારીઓ સાથે મળીને મુસાફરોને બહાર કાઢ્યા હતા.

બસમાં મોટાભાગે શાળાએ જતા વિધાર્થીઓ અને મહિલાઓ હતા
ત્યારબાદ સ્થાનિક હોસ્પિટલ ચોકીના ચોરામાં ઘાયલોની સારવાર કરવામાં આવી હતી જ્યાંથી ચાર ગંભીર રીતે ઘાયલોને અખનૂર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટનામાં માસ કેઝયુલીટી થઇ હોવાની વિગતો પણ સાંપડી છે. મોટાભાગે બસમાં શાળાએ જતા વિધાર્થીઓ અને મહિલાઓ આ સમયે બસમાં સવાર હતા.બસ ચાલકે અચાનક જ કાબુ ગુમાવી દીધો હતો જેથી બસ બાજુની ખીણમાં પલ્ટી મારી જવા પામી હતી.આ ઘટનાની જાણકારી સાથનિક લોકોને થઇ હતી જેથી તેઓએ તુરંત જ પ્રસાસનનો સંપર્ક સાધ્યો હતો.આ ઘટના ઘટતા જ સ્થનિક પોલીસ તંત્રની ટિમ કામે લાગી ગઈ હતી.અને ઘાયલોને બચાવવાની કામગીરી શરુ કરી દીધી હતી.

સ્થાનિક લોકો રાહત અને બચાવ કામગીરીમાં લાગી પડયા
સ્થાનિક લોકો રાહત અને બચાવ કામગીરીમાં લાગી પડયા હતા.સૂત્રોએ જણાવ્યુ હતું કે અખનૂરથી ગાર મજુર જઈ રહેલી ઓવરલોડેડ બસ રામિન મખીણ ગામ પાસે રોડ કિનારે પલટી ગઈ હતી જેના કારણે મુસાફરોમાં અફરાતફરી ફેલાઈ હતી . આ ગમખ્વાર ઘટનાની જાણ થતાં નજીકના લોકોએ પોલીસ કર્મચારીઓ સાથે મળીને મુસાફરોને બહાર કાઢ્યા હતા.

Most Popular

To Top