Columns

જિંદગી જીતવા માટે

જયારે કોઈ એક બોકસીંગની મેચ હોય છે અને બોક્સર મેચ માટે રીંગમાં પ્રવેશે છે ત્યારે બે પરિસ્થિતિ તેની પર અસર કરે છે.પહેલી પરિસ્થિતિ છે રિંગની બહારથી મેચ જોવા આવેલું ઓડિયન્સ, જે તેનું સ્વાગત કરે છે.તેના નામને પોકારીને તેનો ઉત્સાહ વધારે છે.તાળીઓ પાડીને તેની હિંમત વધારે છે.પણ તેઓ રિંગની બહાર છે અને બહાર જ રહેશે.રિંગની અંદર આવી કંઈ નહિ કરી શકે. બીજી પરિસ્થિતિ છે બોક્ષર પોતે ,,તેના મનની પરિસ્થિતિ …તેનો આત્મવિશ્વાસ અને મેચ જીતવા માટેનો તેનો નિર્ધાર અને તે માટે કરેલી મહેનત …આ બધું બોક્સરની અંદર છે…અને તે બધું રિંગમાં તેની સાથે જ રહેશે.અને તમે જ વિચારો કે વધુ મહત્ત્વનું શું છે?

કઈ પરિસ્થિતિ મેચના પરિણામ પર અસર કરી શકે છે. જવાબ છે કે મેચના પરિણામ પર અસર બીજી પરિસ્થિતિ કરશે એટલે કે મેચની સફળતાનો આધાર બોક્સિંગ રિંગની અંદર શું છે તેની પર જ રહેલો છે.એટલે કે બોક્સર પર અને તેના આત્મવિશ્વાસ અને તેની મહેનત પર જ. આવી જ રીતે આપણું જીવન એક બોક્સિંગ રીંગ છે.બોક્સિંગ રિંગની અંદર જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરવાની મેચ આપણે રમવાની છે એટલે તેનો આધાર બોક્સિંગ રિંગની બહારની પરિસ્થિતિ કરતાં અંદરની પરિસ્થિતિ પર રહેલો છે.

જીવનની બોક્સિંગ રિંગની બહારની પરિસ્થિતિ એટલે આપણા વખાણ કે પ્રશંસા કરતાં લોકો.આપની વાહ વાહ કરતાં લોકો કે પછી આપની ખામી જોતાં ,આપણા વાંક કાઢતા ..હંમેશા વાંધાવચકા કરતાં લોકો.આ લોકો માત્ર બહાર રહીને મેચ જોશે.તમાશો જોશે, કોઈ રિંગની અંદર મદદ કરવા કે સાથ આપવા આવવાનું નથી. જીવનની બોક્સિંગ રિંગની અંદરની પરિસ્થિતિ એટલે આપણે પોતે મેચ રમનાર બોક્સર. જીવનની પરિસ્થિતિઓનો સામનો કરનાર આપણે પોતે.આપણી સાથે રિંગની અંદર છે આપણો આત્મવિશ્વાસ, આપણી મહેનત, આપણો અડગ નિર્ધાર.

અને રિંગમાં જે અંદર સાથે હોય છે તે જ સફળતા મેળવવામાં કામમાં આવે છે.બોક્સર મેચ એકલો લડે છે તેમ આપણે પણ જીવનમાં મેચ એકલા જ લડવાની છે અને આપણા આત્મવિશ્વાસ અને જીતવાની લગન પર જ આપણો મેચ જીતવાનો આધાર રહેલો છે.બહારની પરિસ્થિતિ, લોકો શું બોલે છે,શું વિચારે છે તે કોઈ પણ રીતે મદદ કરવાનું નથી કે નડી શકવાનું પણ નથી એટલે લોકો શું છે તેની પર ધ્યાન ન આપો. તમારી અંદર શું છે તેની પર ધ્યાન આપો અને જીવન જીતવા જરૂરી આત્મવિશ્વાસ અને હિંમત હંમેશા જાળવી રાખો.

Most Popular

To Top