ગાંધીનગર : છેલ્લી 10 ટર્મ થી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા છોટા ઉદેપુરના કોંગ્રેસના સીનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. નજીકના સમયમા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈને કેસરિયા ખેસ ધારણ કર્યો હતો.ભાજપના પ્રદેશના સીનિયર અગ્રણી દિલીપ સંઘાણીએ તેમને કેસરિયો ખેસ તથા કેસરી ટોપી પહેરાવીની પાર્ટીમા પ્રવેશ આપ્યો હતો. મોહનસિંહના પુત્ર પણ ભાજપમાં જોડાઈ ગયા છે . અત્યાર સુધીમાં 17 જેટલા કોંગીના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચૂકયા છે.
રાજયમાં 15 ટકા જેટલા આદિવાસી મતો છે, જયારે 27 જેટલી આદિવાસી બેઠકો અનામત છે. જયારે રાજયમાં આમ તો 38 જેટલી બેઠકો પર આદિવાસી મતોનો દબદબો જોવા મળી રહ્યો છે. કોંગીના સીનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ આજે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધુ છે. હવે તેઓ ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. તાજેતરમા રાઠવાએ કહ્યું હતું કે હું આ વખતે ચૂંટણી લડવાનો નથી. મારા સ્થાને કોઈ યુવા ઉમેદવારને ટિકીટ આપવી જોઈએ.
હવે મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા તેમની સાથે તેમનો પુત્ર રાજુ રાઠવા પણ ભાજપમાં જોડાઈ જશે. તેના પગલે ભાજપની નેતાગીરી રાજુ રાઠવાને છોટા ઉદેપુર બેઠક પરથી ટિકીટ આપે તેવી સંભાવના છે. મોહનસિંહ રાઠવાએ પત્રકારો સાથેની વાતચીમા કહ્યું હતું કે, સમય સમય બળવાન, નહીં પૂરૂષ બળવાન. ભાજપમાં જોડાવવું એ મારા જીવનું સદભાગ્ય છે. પીએમ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકીને હું ભાજપમા જોડાયો છું. પીએમ મોદી સાથે વર્ષો સુધી મારી લાગણી રહી છે. આદિવાસીઓ પ્રત્યે પીએમ મોદીનો પ્રેમ જોઈને મને ભાજપમાં જોડાવવાની પ્રેરણા મળી છે. પીએમ મોદીએ આદિવાસીઓ માટે મહત્વની યોજનાઓ પણ જાહેર કરી છે. આ યોજનાઓના લાભ આદિવાસીઓને મળી રહયા છે. આ યોજનાઓ આગળ વધે તે જરૂરી છે. રાઠવાએ વધુમા વિશ્વાસ સાથે કહ્યું હતું કે મારા પુત્ર રણજીતસિંહ રાઠવાને ભાજપ દ્વારા છોટા ઉદેપુર બેઠક પર ટિકીટ આપવામાં આવશે.