મુંબઈ: આ વર્ષ કન્નડ (Kannad) ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Film Industry) માટે ખરેખર ફળદાયી નીવડ્યું હોઈ તેવું કહી શકાય. વર્ષ 2022માં રિલીઝ થયૅલી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ‘કાંતારા’નું (‘Kantara’) બોક્સ ઓફિસ ( Box Office) ઉપર ‘જાદુઈ’ કહી શકાય તેવું કલેક્શન (Collection) રહ્યું છે. એપ્રિલ મહિનામાં રિલીઝ થયૅલ રોકિંગ સ્ટાર યશની ફિલ્મ ‘KGF-2’ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરીને બધા રેકોર્ડને તોડી નાખશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ રુષભ શેટ્ટીની ‘કાંતારા’ ખુબ જ તેજ રફ્તારથી કમાણી કરી રહી છે. ફિલ્મની અધધ કમાણીને લઇને બોક્સ ઓફિસ એક્સપર્ટ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
ચોથા અઠવાડીયામાં ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ધૂમ મચાવી રહ્યું છે
30 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘કાંતારા’ના થિયેટરોમાં 40 દિવસ પૂર્ણ થવા આવ્યા છે. પણ ફિલ્મના બોક્સ ઓફિસ ઉપર તેના ઓપનિંગ કલેક્શન કરતા પણ વધારે કમાણી કરી રહી છે. આ ફિલ્મ હિન્દીમાં ડબ થઇને 14 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવી હતી. અત્યારે તે ચોથા અઠવાડિયામાં પ્રવેશ કરી ચુકી છે. અત્યારે પણ ફિલ્મનું વીક એન્ડ કલેક્શન બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે. ફિલ્મનું વીકએન્ડ કલેક્શન ધમાકેદાર રહ્યું છે. ફિલ્મ ‘કાંતારા’ના સિક્કા બોક્સ ઓફિસ ઉપર ખુબ જ ચાલી ગયા હોવાની નોંધ પણ લેવડાવી ચુકી છે.
‘ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇકનો’ જાદુઈ રેકોર્ડ તોડીને ‘કાંતારા’આગળ નીકળી ગઈ
ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇકનો રેકોર્ડ તોડીને ‘કાંતારા’ ફિલ્મ આગળ નીકળી ગઈ છે. આ ફિલ્મને રિલીઝ થયાને હજુ છ અઠવાડિયા પણ પુરા નથી થયા, હજુ તો છઠ્ઠું અઠવાડિયું ચાલી રહ્યું છે એવામાં ફિલ્મે આ અઠવાડિયા દરમ્યાન 17.54 કરોડનું કલેક્શન કરી લીધું છે. વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ વિક્કી કૌશલની ફોલ્મ ‘ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇકે છઠ્ઠા અઠવાડિયામાં 11.60 કરોડ રૂપિયાની કમાણી કરીને ઓલ ટાઈમ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. જયારે આ રેકોર્ડને બોક્સ ઓફિસ એક્સપર્ટો ખરેખર ‘જાદુઈ’ કહી રહ્યા છે.
છઠ્ઠા અઠવાડિયામાં તેની કમાણી 26-27 કરોડની આસપાસ ખૂબ જ આરામથી પહોંચી જશે
કંતારા’ માત્ર 3 દિવસમાં આનાથી આગળ વધી ગઈ છે અને છઠ્ઠા અઠવાડિયામાં તેની કમાણી 26-27 કરોડની આસપાસ ખૂબ જ આરામથી પહોંચી જશે. આ બતાવે છે કે ‘કાંતારા’ અઠવાડિયા પછી થિયેટરોમાં કેટલી મક્કમતાથી ઊભી છે. પણ જો માત્ર ‘કંતારા’નું હિન્દી વર્ઝન જોવામાં આવે તો વાર્તામાં થોડો વળાંક આવે છે.
બાહુબલી 2, KGF 2 ભારતીય બોક્સ ઓફિસ પર પાછળ રહી ગઈ
‘કાંતારા’ એ છઠ્ઠા અઠવાડિયામાં 3 દિવસની કમાણી સાથે ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ભારતની સૌથી મોટી ઓલ-ટાઇમ હિટ ફિલ્મોની વાત કરીએ તો, ‘બાહુબલી 2’ એ છઠ્ઠા સપ્તાહમાં લગભગ 11 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તે જ સમયે, છઠ્ઠા સપ્તાહે KGF 2 માટે 7.88 કરોડ અને RRR માટે 4.56 કરોડ લાવ્યા. એટલે કે, ‘કાંતારા’ એ છઠ્ઠા અઠવાડિયાનો ઓલ ટાઈમ રેકોર્ડ તોડી નાખ્યો છે, તે જોવાનું છે કે તે 4 દિવસમાં કેટલું વધુ કલેક્શન કરે છે અને નવો રેકોર્ડ બનાવે છે.