SURAT

સુરતમાં પ્રથમવાર બે દિવસીય ટાઇકોન સુરત-2022 યોજાશે

સુરત: અમેરિકાના સિલિકોન વેલીમાં 1992માં આઇટી અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકોને મદદરૂપ થવા માટે સ્થપાયેલી સંસ્થા ટાઈ ગ્લોબલના સ્થાનિક ચેપ્ટર ટાઈ સુરત દ્વારા દક્ષિણ ગુજરાત પ્રદેશમાં વાઇબ્રન્ટ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમની રચના કરવા માટે સુરતમાં પ્રથમવાર બે દિવસીય ટાઇકોન સુરત-2022નું આયોજન કરવામાં આવ્યું છે. ટાઇકોન સુરતમાં 100 જેટલા સ્ટાર્ટઅપ રજૂ થશે, દેશ વિદેશથી વિખ્યાત આઇટી અને ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાત હાજરી આપશે.

અપ કમિંગ પ્રેસિડેન્ટ એક સાથે સુરતમાં માર્ગદર્શન આપશે
બે દિવસના કાર્યકમમાં નવા સ્ટાર્ટઅપને એડવાઇઝ,ફન્ડિંગ,ઈંક્યુબેશન-નવા આઈડિયા,નેટવર્ક,ની સમજ આપવામાં આવશે. ટાઈ સુરતના પ્રમુખ કશ્યપ પંડ્યા,ઉપપ્રમુખ સીએ.જીગ્નેશ શાહ અને ગીતાબેન મોદીએ જણાવ્યું હતું કે, આગામી 18-19 નવેમ્બર, 2022 દરમિયાન તેની પ્રથમ વાર્ષિક ફ્લેગશીપ ઇવેન્ટ ટાઇકોન સુરત -2022 યોજશે.પ્રથમવાર ટાઈ ગ્લોબલના તત્કાલીન,વર્તમાન અને અપ કમિંગ પ્રેસિડેન્ટ એક સાથે સુરતમાં માર્ગદર્શન આપશે.14 દેશોમાં ફેલાયેલા ટાઈના નેટવર્કનો લાભ નવા સ્ટાર્ટઅપને અત્યારે મળી રહ્યો છે.

કાર્યક્રમની થીમ ‘એમ્પાવરિંગ ફ્યુચરપ્રિન્યોર્સ’ રાખવામાં આવી છે
આ કાર્યક્રમની થીમ ‘એમ્પાવરિંગ ફ્યુચરપ્રિન્યોર્સ’ રાખવામાં આવી છે, જેમાં વિશ્વભરના ટાઇ સદસ્યો, ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટ-અપના સંસ્થાપકો, એન્જલ ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટાલિસ્ટ, સ્ટાર્ટ-અપ મેન્ટર્સ, સરકારી અધિકારીઓ, ડિપ્લોમેટ્સ સહિતના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સ્પીકર તરીકે 100 x.vc ના ફાઉન્ડર અને પાર્ટનર સંજય મહેતા, કો ફાઉન્ડર ઓફ NASSCOM, ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ચેરમેન ઓફ ઓનવર્ડ ટેક્નોલોજીસ લિમિટેડ હરીશ મહેતા, ફાઉન્ડર અને જોઇન્ટ એમડી નઝારા ટેક્નોલોજીસ લિમિટેડ નીતીશ મિટર્સાઈન, ટાઇ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ ના ચેરમેન બી. જે. અરુણ, ટાઇ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ ના વાઇસ ચેરમેન મુરલી બુક્કાપટનમ અને ટાઇ ઇન્ડિયા એન્જલસ ના ચેરમેન મહાવીર પ્રતાપ શર્મા ઉપસ્થિત રહેશે અને બીજા 30 થી વધારે સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને વેંચર કેપિટલિસ્ટ ઉપસ્થિત રહેશે.

ઉદ્યોગ સાહસિકો,વિદ્યાર્થીઓ માટે નેટવર્કિંગ અને માહિતીના આદાન-પ્રદાન માટેનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ
કશ્યપ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિશ્વભરમાં ઉદ્યોગ સાહસિકોની ભૂમિ તરીકે પ્રખ્યાત છે. આજની પેઢી ન્યુ-એજ વેન્ચર્સ તરીકે પોતાના ભવિષ્યનું નિર્માણ કરવા ખૂબજ ઉત્સાહિત છે તથા તેમને દિર્ધદ્રષ્ટિ ધરાવતા મેન્ટર્સ અને રોકાણકારોનો પૂરતો સહયોગ પણ મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ટાઇ સુરત ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને યુનિકોર્ન અને ઇન્ડસ્ટ્રી લીડર્સ સાથે જોડીને તેમની પ્રોડક્ટ અને સેવાઓને વધુ મજબૂત બનાવવા જરૂરી સહયોગ આપશે. ટાઇકોન સુરત 2022 સ્ટાર્ટ-અપના સ્થાપકો, રોકાણકારો, ઇન્ડસ્ટ્રી લીડર્સ, ઉભરતાં ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ માટે નેટવર્કિંગ અને માહિતીના આદાન-પ્રદાન માટેનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે. ટાઇ સુરત દ્વારા ટાઇ નર્ચર પ્રોગ્રામ, ટાઇ વુમન ગ્લોબલ પિચ કોમ્પિટિશન, ટાઇ યુનિવર્સિટી, ટાઇ યંગ આંત્રપ્રિન્યોર્સ, ટાઇ ઇન્ડિયા એન્જલ્સ, ટાઇ માસ્ટરક્લાસ, ટાઇ નોલેજ સિરિઝ જેવાં વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.


3 દાયકમાં ટાઈ થકી એક ત્રિલિયન ડોલરની વેલ્થ ક્રિએટ થઈ
ત્રણ દાયકાથી ભારત સહિત વિશ્વના 14 દેશોમાં કાર્યરત ટાઈ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી શુ થયું એનો સર્વે રિપોર્ટ KPMG પાસે કરાવવામાં આવ્યો એ કહે છે કે ટાઈ થકી એક ત્રિલિયન ડોલરની વેલ્થ ક્રિએટ થઈ છે.25 લાખ લોકોને ડાયરેકટ રોજગારી મળી છે.25,000 નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરાયા છે.50 થી 70 બિલિયન ડોલરનું રોકાણ ટાઈના સભ્યો દ્વારા નવા સ્ટાર્ટઅપમાં થયું હતું.
ગુજરાતના 4500 સ્ટાર્ટઅપમાંથી 900 સુરતથી રજીસ્ટર્ડ થયા છે.
કશ્યપ પંડ્યા કહે છે કે, સુરતમાં નાની મોટી મળી 3500 જેટલી આઇટી અને ટેકનોલોજી કંપનીઓ કાર્યરત છે .મોટાભાગના સ્ટાર્ટઅપ છે.દેશમાં નોંધાયેલા 70,000 માંથી 4500 સ્ટાર્ટઅપ ગુજરાતનાં છે.એમા પણ 900 સુરતથી રજીસ્ટર્ડ થયા છે.સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટમાં 50 ટકા રોકાણકારો સુરતનાં છે.અને 50 ટકા અક્રોસ ઇન્ડિયાના છે.વેન્ચર ફંડમાં પણ સુરતની કંપનીઓ અગ્રેસર છે.બે દિવસીય આ કાર્યક્રમના સુરત પેવેલિયનમાં સુરતના 20 સફળ સ્ટાર્ટઅપ રજૂ કરવામાં આવશે જેથી સ્કૂલ,કોલેજ,યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને બેઝિક માહિતી મળી રહે.

Most Popular

To Top