સુરતઃ સુરત શહેરમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાતના (Night) તાપમાનમાં (temperature) દોઢ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. શહેરમાં બિલ્લી પગે ઠંડીનું આગમન થતાં આજે લઘુત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી અને મહત્તમ તાપમાન આંશિક વધારા સાથે ૩૫.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે પાંચ કિલોમીટરની ઝડપે ઉત્તર પૂર્વનો પવન ફૂંકાયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલય તરફથી આવતા ઠંડા પવનો શરૂ થતાં આગામી દિવસોમાં હજી ઠંડીનું જોર વધે તેવી આગાહી કરવામાં આવી છે.
નવસારીમાં લઘુત્તમ તાપમાન વધુ અડધો ડિગ્રી અને મહત્તમ તાપમાન એક ડિગ્રી વધ્યું
નવસારી : નવસારીમાં આજે લઘુત્તમ તાપમાન વધુ અડધો ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી વધ્યું હતું.ગુરૂવારે નવસારીમાં લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો હતો. લઘુત્તમ તાપમાન 0.5 ડિગ્રી વધતા 17 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધતા 36 ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે નવસારીમાં ઠંડીનો ઘટાડો થયો હતો. ગુરૂવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 29 ટકા નોંધાયું હતું. જયારે દિવસ દરમિયાન 3.8 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા તો નવસારીનું લઘુત્તમ તાપમાન ઘટીને 16 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
ચાલૂ વર્ષે હવામાનની અનિશ્ચિતા
દર વર્ષે હવામાન અનિશ્ચિતતાએ નિરાશા ઉભી કરી છે
ખેડૂતો માટે ચોમાસામાં પાકો માટે હવામાનની અનુકૂળ પરિસ્થિતિ મહત્વની છે. હવે હવામાનમાં ફેરફારો સતત રહે છે. હવામાનની અનિશ્ચિતતાના કારણે ખેડૂતો અન્ય પાક તરફ પણ વળી રહ્યા છે. જૂનમાં ચોમાસું સમયસર બેસી જાય અને વરસાદ થયા બાદ ધરુવાડિયા નંખાયા બાદના 15 દિવસમાં માફક વરસાદ જોઇએ. અતિભારે વરસાદની સ્થિતિ સમયાંતરે સર્જાતી રહે છે.જેના કારણે નુકસાન ભોગવવુ પડે છે.