વાંસદા: વાંસદા પોલીસ (Police) ધરમપુર વાંસદા રોડ ઉપર પેટ્રોલિંગમાં (Petroling) હોય તે દરમ્યાન તેમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમી વાળા સ્થળે તપાસ કરતા વાંસદા (Vasda) તાલુકાના ખાનપુર ગામે સરવળ ફળિયા ખાતે રહેતા દિપક માહરૂભાઇ ગાંવિતના ઘરના ઓટલા ઉપરથી પુંઠાના બોક્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્સ નંગ-૪૨ જેમાં કુલ બાટલીઓ તથા ટીન બીયર નંગ- ૧૭૨૮ જેની કિ.રૂા.૧,૨૯,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમ્યાન ઘર માલિક સ્થળ ઉપર મળી ન આવતા વાંસદા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
ઘેલખડીમાંથી ગેરકાયદેસર રાંધણ ગેસ રીફીલિંગ કરતા એક ઝડપાયો
નવસારી : ઘેલખડીમાંથી ગેરકાયદે રાંધણ ગેસ રીફીલિંગ કરતા નવસારી એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે એકને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નવસારી સ્પેશિયલ ઓપરેશન ગૃપ પોલીસે બાતમીના આધારે નવસારી ઘેલખડી દરજી ચોકમાં આવેલી દુકાનમાં છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસને મોટા ગેસ સિલિન્ડરનો સંગ્રહ મળી આવ્યો હતો. મોટા ગેસ સિલિન્ડરોમાંથી નાના-મોટા ગેસ સિલીન્ડરમાં રીફીલિંગ કરી ઊંચા ભાવે ગ્રાહકોને વેચાણ કરી પોતાના આર્થિક ફાયદા સારું અનઅધિકૃત રીતે ગેસ રીફીલિંગ કરી આપતો હતો.
11 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી
મૂળ બિહાર નાલંદા જીલ્લાના એકસારા બીગહા ગામે અને હાલ સુરતના ચોર્યાસી તાલુકાના સચિનના પાલી ગામે નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા ગુડ્ડુકુમાર શિવશંકર કેવટને ઝડપી પાડ્યો હતો. જયારે પોલીસે ઘટના સ્થળેથી સત્તાધિકારો પાસેથી લાયસન્સ મેળવ્યા વગર રાંધણ ગેસ સિલિન્ડરો સરકારના નિયંત્રણ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલા આવશ્યક ચીજવસ્તુ રાંધણગેસના સિલીન્ડરો મેળવી સંગ્રહ કરેલા ગેસના બોટલ, ગેસ રીફીલિંગ પાઈપ, વજનકાંટો અને 4 કિલોના નાના બાટલાઓ મળી કુલ્લે 11 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.