વાંકલ : ગૌમાંસના (Beef) ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને (Accused) ઝડપી પાડ્યો હતો. 2019 માં ઝંખવાવ ઘોડબાર વચ્ચેના જંગલ માર્ગ પર ગોમાંસ ભરેલી પીક અપ ગાડી થી વન કર્મચારીઓ અને પોલીસ (Police) કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. માંગરોળના કોસાડી ગામના પાટિયા પાસેથી એલસીબીની (LCB) ટીમે ગૌમાંસના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
સરકારી કર્મચારીઓને કચડી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2019માં ઝંખવાવ ઘોડબાર ગામ વચ્ચેના જંગલ માર્ગ પર ગૌમાંસ અને ગાયો ભરેલી પીક અપ ગાડી અટકાવવાનો પ્રયાસ કરતાં વન વિભાગના કર્મચારીઓ અને પોલીસને કચડી મારવાનો પ્રયાસ કરી આરોપીઓ વાહન મૂકી ફરાર થઈ ગયા હતા આ ગુનામાં તે સમયે ઝંખવાવના એક આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી તેમજ આ ગુનામાં સંડોવાયેલો આરોપી મોહસીન ઈબ્રાહીમ શેખ સલાબતપુરા ચીમની ટેકરા, સુરત અને મૂળ મહારાષ્ટ્રને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો. જેને એલસીબીની ટીમે બાતમીને આધારે માંગરોળના કોસાડી ગામના પાટીયા પાસેથી ઝડપી પાડી માંગરોળ પોલીસને સુપ્રત કર્યો હતો.
સુરત જિલ્લા એલ.સી.બી.એ ચોરીની મોટરસાયકલ સાથે એકને ઝડપી લીધો
સુરત: અંકલેશ્વર ખાતે રહેતો નૂર આલમ નામનો શખ્સ ચોરીની મોટરસાયકલ લઈને કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં બી.એન.બી. સ્કૂલની બાજુમાં આવેલી નહેર પાસે ઉભો છે. એવી બાતમીને આધારે સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે સ્થળ પરથી મોટરસાયકલ સાથે ઉભેલા આરોપીને ઝડપી લીધો હતો. મોટરસાયકલ બાબતે પૂછતાં તેણે કીમ ચાર રસ્તા ખાતે રહેતા તેના મિત્ર બચુએ કાપોદ્રા વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે નૂર આલમ ગુલામ મુસ્તફા નઝારની ધરપકડ કરી 27 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
કેમિકલ પાઉડરના ચોરી કરેલા શંકાસ્પદ જથ્થા સાથે જીતાલી ગામના ઈસમની ધરપકડ
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, જીતાલી ગામના વાઘરી ફળિયામાં રહેતા એક ઇસમના ઘરે કાળા કલરના કેમિકલનો પાઉડર કોઈ કંપનીમાંથી લાવી સંતાડી રાખી તેને વેચવાની તૈયારીમાં છે. જેથી પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 20 કિલો કાર્બન પાઉડર કેમિકલનો જથ્થો મળી કુલ કિંમત 10 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ ઝડપાયેલા ઈસમની પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.