સુરત: ગુજરાત વિધાનસભાની (Assembly) ચૂંટણી (Election) જાહેર થતાની સાથે જ ચૂંટણી આચારસંહિતા જાહેર થઈ ગઈ છે. જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પણ હવે ચૂંટણીલક્ષી પ્રક્રિયા (Election Process) માટે શરૂ કરી દેવાય છે. સુરત જિલ્લામાં કુલ 21000 જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયાઓમાં કામ લાગશે.વિધાનસભાની આ ચૂંટણીના અનુસંધાનમાં સુરત જિલ્લા કલેકટર દ્વારા ગુરુવારે એક પત્રકાર પરિસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તેઓએ માહિતી આપતા કહ્યું હતું કે આગામી 5 નવેમ્બર 2022ના રોજ ચૂંટણી પંચનું જાહેરનામુ બહાર પડશે. 14 નવેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 15 નવેમ્બરે ઉમેદવારી પત્રો ચકાસણી થશે. 17 નવેમ્બર ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. જયારે 1 ડિસેમ્બરના રોજ મતદાનનો પ્રથમ તબક્કો યોજાશે. 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી અને 10 ડિસેમ્બરે ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે.
આ બેઠકો રહેશે અનામત
સુરત જિલ્લામાં 16 વિધાનસભામાંથી 3 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે અને 1 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. જેમાં માંગરોળ, માંડવી અને મહુવા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રહેશે બીજી તરફ બારડોલી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રહેશે. 16 વિધાનસભા બેઠક પર 4637 મતદાન મથકો ઉભા કરવામાં આવશે જયારે કુલ 16 બેઠકો પર 25,46,944 પુરુષ મતદારો છે. 16 બેઠકો પર 21,92,109 સ્ત્રી મતદારો છે. 16 બેઠક પર 159 અન્ય મતદારો છે. 16 બેઠકો પર કુલ 47,39,201 મતદારો નોંધાયેલા છે. દરેક વિધાનસભામાં 1-1 ગ્રીન મતદાન મથક ઉભું કરશે, તેમાં પ્લાસ્ટિક વસ્તુનો ઉપયોગ થશે નહીં.
નવા 7,25,840 મતદારોનો ઉમેરો થયો
મતદાન મથકો પૈકી કુલ 2636 મતદાન મથકો ઉપર લાઈવ સ્ટ્રીમિંગની દરખાસ્ત કરવામાં આવી છે આ વર્ષે નવા મતદારોનો પણ ઉમેરો થયો છે. 7,25,840 મતદારો વધ્યા છે. દરેક જિલ્લા વિધાનસભા દીઠ 7 મહિલા મતદાન મથક 1 દિવ્યાંગ 1 મોડલ અને 1 ગ્રીન મત દાન મથક ઉભું કરવામાં આવશે. સુરત જિલ્લા526 પોલીસ સ્ટેશન લોકેશનને સંવેદનશીલ મતદાન મથક લોકેશન તરીકે નક્કી કરવામાં આવ્યા છે. સુરત ઉધના વિધાનસભા એક્સપેન્ડિચર સેન્સિટિવ કન્સ્ટિટ્યૂણસી તરીકે નક્કી કરવામાં આવ્યા છે. 16 વિધાનસભામાં 62037 મતદાર 80 વર્ષથી ઉપરના છે, જ્યારે 23859 દિવ્યાંગ જ્યારે 423 સર્વિસ મતદાર છે. જ્યારે 36556 યુવા મતદાર સૌ પ્રથમવાર તેમના મતાધિકાર ઉપયોગ કરશે. 2017 સરખામણી 2022 ચૂંટણીમાં 725840 મતદારોનો વધારો થયો છે 18.08 ટકા વધારો થયો છે. ચૂંટણી માટે EVM -VVPAT મશીન bu 8859 cu 7031 vvpat 8625 રહશે.