Sports

અફગાનિસ્તાન વર્લ્ડ કપની રેસથી બહાર…કોણ હશે ગ્રુપ 1માંથી સેમિફાઇનલના દાવેદાર…

ઓસ્ટ્રેલિયા: T20 વર્લ્ડ કપ (World Cup) 2022માં ધીમે ધીમે સેમી ફાઈનલમાં (semi final) કયા દેશોની ટીમ ભાગ લેશે એ હવે જાણે સ્પષ્ટ(clear) થઈ રહ્યું છે. મંગળવારે શ્રીલંકા (Sri Lanka) સામેની હાર (loss) અફઘાનિસ્તાનને (Afghanistan) ભારે પડી અને તેનું વર્લ્ડ કપ જીતવાનું સપનું વેરવિખેર થઈ ગયું. હવે ગ્રુપ-1 માંથી અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપની રેસમાંથી બહાર થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપ 2022માં સુપર-12નું ચયન પોતાના અંતિમ સ્તરે પહોંચી ગયું છે. મંગળવારે, અફઘાનિસ્તાન સત્તાવાર (officially) રીતે T20 વર્લ્ડ કપમાંથી બહાર (out of world cup) થઈ ગયું હતું અને હવે તેના સેમિફાઈનલમાં પહોંચવાની કોઈ શક્યતા નથી. અફઘાનિસ્તાન શ્રીલંકાની સામે 6 વિકેટે (wickets) હાર્યું હતું, જેની સાથે તેની ઘર વાપસી થઇ હતી. આ મેચ શ્રીલંકા માટે પણ આટલી જ મહત્વપૂર્ણ હતી કારણ કે, આ મેચ જીત્યા પછી, શ્રીલંકાએ સેમિફાઇનલની રેસમાં પોતાનો રસ્તો બનાવ્યો હતો.

2 મેચમાં હાર અને 2માં વરસાદની માર
અફઘાનિસ્તાનને આ વખતે સુપર-12માં સીધી એન્ટ્રી મળી હતી, પરંતુ તે પોતાને મળેલ આ સુવર્ણ તકનો લાભ ઉઠાવી ન શક્યું અને સેમી ફાઇનલથી બહાર થઇ ગયું. જોકે અફઘાનિસ્તાનની હારમાં જેટલો ભાગ તેના અપરિપક્વ ફોર્મ એ ભજવ્યો છે એટલો જ મહત્વનો ભાગ વરસાદ એ પણ ભજવ્યો છે કારણ કે, T20 વર્લ્ડ કપ 2022માં અફઘાનિસ્તાન અત્યાર સુધી 4 મેચ રમી ચુક્યું છે, જેમાં તે 2 હારી ગયું છે જ્યારે 2 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનને 2 પોઈન્ટ મળ્યા, જે મેચ રદ્દ થવાના કારણે જ મળ્યા હતા. હવે અફઘાનિસ્તાનની એક મેચ બાકી છે, જો તે આ મેચ જીતી જાય તો પણ કુલ પોઈન્ટની સંખ્યા 4 થશે. એટલે કે અફઘાનિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની કોઈ શક્યતા નથી અને છેલ્લી મેચ માત્ર ઔપચારિકતા બની રહેશે.

T20 વર્લ્ડ કપ 2022માં અફઘાનિસ્તાનનું પ્રદર્શન:
અફઘાનિસ્તાન V/S ઈંગ્લેન્ડ- 5 વિકેટથી હાર
અફઘાનિસ્તાન V/S ન્યુઝીલેન્ડ – વરસાદને કારણે મેચ રદ થઈ (1 પોઈન્ટ)
અફઘાનિસ્તાન V/S આયર્લેન્ડ – વરસાદને કારણે મેચ રદ થઈ (1 પોઈન્ટ)
અફઘાનિસ્તાન V/S શ્રીલંકા – 6 વિકેટથી હાર
અફઘાનિસ્તાન V/S ઓસ્ટ્રેલિયા- 4 નવેમ્બરના રોજ રમાશે

સૌથી મજબૂત ટીમ પૈકી એક હતી, વરસાદે બગાડ્યું કામ
એસોસિયેટ ટીમોની વાત કરીએ તો તેમાં અફઘાનિસ્તાન સૌથી મજબૂત માનવામાં આવતું હતું, આ જ કારણ હતું કે તેને સુપર-12 ટીમોમાં સામેલ કરવામાં આવી હતી જેમાં પહેલાથી જ 8 ટીમો હતી. પરંતુ T20 વર્લ્ડ કપમાં વરસાદ તેના માટે તપસ્યાનું કારણ બન્યો હતો. અફઘાનિસ્તાન પાસે આયરલેન્ડ કે શ્રીલંકા સામેની મેચ જીતવાની તક હતી, કારણ કે બાકીની બે મેચ ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમોની હતી. પરંતુ વરસાદ અને નબળા પ્રદર્શને અફઘાનિસ્તાનને પોતાની ઝપેટમાં લઈ લીધું અને હવે તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે.

ગ્રુપ 1માંથી કોણ છે સેમિફાઇનલના દાવેદાર
ગ્રુપ 1માં રહેવું અને લડવું એ અફઘાનિસ્તાન માટે સરળ તો ન જ હતું, ગ્રુપ 1ને પહેલાથી જ ગ્રુપ ઓફ ડેથ કહેવામાં આવતું હતું પરંતુ ઘણા ને એક અપસેટની આશા હતી. હવે જો આપણે સેમીફાઈનલના સમીકરણ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ એવી ટીમો છે જેનું સેમીફાઈનલમાં પહોંચવું નિશ્ચિત માનવામાં આવે છે. ઈંગ્લેન્ડ અને શ્રીલંકા પણ હજુ પણ રેસમાં છે, પરંતુ તેમને કેટલાક મોટા પડકારોનો સામનો કરવો પડશે અને તેમનું ભવિષ્ય બાકીની ટીમોની મેચો પર પણ ઘણે અંશે નિર્ભર છે.

Most Popular

To Top