મોટાભાગે જયારે પણ નાના-નાના બાળકો સૂર્યનું (Sun) ચિત્ર દોરતા હોઈ છે ત્યારે તેઓ તેમાં આંખ અને મોં પણ ડ્રો કરતા હોઈ છે. અને તમના દ્વારા દોરવાના આવેલ સૂર્યનું સ્કેચ હસતું અને સ્માઈલ આપતું જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે બાળકોની આ કલ્પના માત્ર એક કલ્પના નથી, પણ તે એક હકીકત છે. આપણો સૂર્ય ખરેખર સ્મિત (Smiling Sun) કરે છે! વિશ્વાસ ન આવતો હોય તો નાસા (Nasa) દ્વારા ખેંચવામાં આવેલી આ તસવીરને તમે જોઈ લો અને પછી તમારા મંતવ્યો અને સૂચન આપો.નાસા દ્વારા ખેંચવામાં આવેલી આ અદભુત તસવીર સોશિઅલ મીડિયામાં પણ ગજબની વાયરલ થઈ છે.
યુએસ સ્પેસ એજન્સીએ તેને સ્માઈલિંગ સન કહ્યું
નાસાના એક સેટેલાઇટ દ્વારા આ અઠવાડિયે સૂર્યની એક તસવીર કેપ્ચર કરી છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આવી પેટર્ન સૂર્ય પર દેખાય છે, તે જોઈને સૂર્ય હસી રહ્યો છે. આ તસવીર શેર કરતી વખતે યુએસ સ્પેસ એજન્સીએ તેને સ્માઈલિંગ સન કહ્યું છે. નાસાએ એક ટ્વીટમાં જણાવ્યું કે, આજે નાસાની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ સૂર્યને ‘હસતો’ જોયો. જ્યારે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં જોવામાં આવે છે, ત્યારે સૂર્ય પર દેખાતા આ કાળા રંગના ધબ્બાઓને કોરોનલ છિદ્રો કહેવામાં આવે છે. આ એવા વિસ્તારો છે જ્યાંથી તીવ્ર સૌર પવનો જોરદાર રીતે અવકાશમાં ફૂંકાયા કરતા હોઈ છે.
પ્રસન્ન દેખાતા સૂર્યદેવ!
નાસાની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી (એસડીઓ) એ તપાસ કરવાનો છે કે સૌર પ્રવૃત્તિની કેવી રીતે રચાના થાય છે અને તે અવકાશના હવામાનને કેવી રીતે અસર કરે છે. આ મિશન 11 ફેબ્રુઆરી 2010ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. વેધશાળાનું અવકાશયાન સૂર્યની આંતરિક રચના, વાતાવરણ, ચુંબકીય ક્ષેત્ર અને ઊર્જા ઉત્પાદનને માપે છે. નાસાએ આ તસવીર શેર કરતાની સાથે જ તેના પર લોકો તરફથી જોરદાર પ્રતિક્રિયા આવી હતી. ઘણા લોકોએ આ ચિત્રની સરખામણી હેલોવીન કોળા સાથે કરી છે. અને જો ભારતની વાત કરીએ તો છઠના તહેવાર પર સૂર્યની આ તસવીર લોકોને વધુ રોમાંચિત કરી રહી છે. પ્રસન્ન દેખાતા સૂર્યદેવ!
જાણો સૂર્યના સ્મિત પાછળનું કારણ
પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ સ્મિત પાછળ એક ચેતવણી છુપાયેલી છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જે રીતે સૂર્યના કોરોનલ છિદ્રો દેખાઈ રહ્યા છે તેનો અર્થ એ છે કે સૂર્યમાંથી નીકળતા તોફાનો પૃથ્વી પર આવી શકે છે. આ પર Spaceweather.com કહે છે કે આ હસતો સૂર્ય પૃથ્વી તરફ સૌર પવનનો ત્રીજા પ્રમાણનો આગનો પ્રવાહ ફેલાવી રહ્યો છે.