સુરત: સુરતના (Surat) અંજના ફાર્મ ઈન્ડસ્ટ્રીમાં (Anjana Farm Industry) આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. સુરતના અંજના ફાર્મ સાઈકૃપામાં (Sai Krupa) આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. એમ્બ્રોઈડરીના મશીનમાં (embroidery machine) આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જો કે હજી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઘટના સ્થળ પર હાજર એક કામદારનું ગૂંગળામણના કારણે મોત (Death) નિપજ્યું હતું.
- સુરતના અંજના ફાર્મ ઈન્ડસ્ટ્રીમાં લાગી આગ
- સાઈ કૃપા એમ્બ્રોઈડરની કારખાનામાં આગ લાગી
- ગૂંગળામણના કારણે એક કામદારનું મોત
- ફટાકાડના કારણે આગ લાગી હોવાની આશંકા
મળતી માહતી અનુસાર શનિવારે સવારે 10:07 કલાકે અંજના ફાર્મ સાઈકૃપા ઈન્ડસ્ટ્રીના કારખાનામાં આગ લાગી હોવાની ઘટના બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે એમ્બ્રોઈડરીના મશીનમાં આગ લાગી હતી, જોત જોતામાં આગે વિકારળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એમ્બ્રોઈડરી મશીન સાથે રો-મટીરયલ, તૈયાર માલસ ઝરી મશીન, કોમ્પ્યુટર તેમજ ટેબલ ખુરશી આગમાં ખાખ બન્યા હતા. આ સાથે જ કારખાનામાં હાજર બે કામદારો આગની ઝપેટમાં આવી ગયા હતા જો કે ફાયર વિભાગે સમયસર ઘટના સ્થળે પહોંચી એક કામદારનું રેસ્ક્યુ કર્યું હતું. પરંતુ કારખાનામાં હાજર એક કામદારનું ગૂંગળામણના કારણે મોત નિપજ્યું હતું. ફાયર વિભાગની જાણકારી અનુસાર એમ્બ્રોઈડરીના મશીનમાં આગ લાગી હોવાની ઘટના બની હતી.
ફાયર વિભાગના અધિકારી જે જે અસરાની પાસે મળતી વિગત અનુસાર સવારે 10 વાગ્યાની આસપાસ અંજના ફાર્મના સાઈકૃપા ઈન્ડસ્ટ્રીમાં આગની ઘટના બની હતી. ઘટના સ્થળ પર હાજર બે કામદારો હાજર રહ્યા હતા. અચાનક જ આગનો બનાવ બનતા બંને કામદારો ગભરાઈ ગયા હતા. અને કારખાનામાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે એક કામદારનું રેસ્ક્યુ કર્યું હતું. જો કે ગૂંગળામણના કારણે એક કામદારનું મોત નિપજયું હતું. લગભગ 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જો કે આગ ક્યા કારણોસર લાગી છે તે ચોકક્કસ જાણી શકાયું નથી. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફટાકડાના કારણે કારખાનામાં આગ લાગી હોય શકે.