મુંબઈ : આવતા મહિને દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) આંતકી હુમલાની (Terrorist Attacks) 14મી વરસી છે. પરંતુ તેના પહેલા મુંબઇ આતંકી હુમલાને લઇને પાકિસ્તાનનું (Pakestan) સફેદ જુઠ્ઠાણું ફરી એક વાર સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. મુંબઈની તાજ હોટલમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા (UNSC) પરિષદની બેઠકમાં ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના પાકિસ્તાની કનેક્શનનો ખુલાસો કર્યો છે.આખી દુનિયાએ આજે જોયું કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના હેન્ડલર્સ કેવી રીતે મુંબઈ હુમલાની યોજના બનાવી રહ્યા હતા અને કેવી રીતે તેમણે આ હુમલાનો આદેશ આપ્યો અને તેને બખૂબી અંજામ આપ્યો હતો.
પાકિસ્તાનમાં બેસીને મુંબઈ આવેલા 10 આતંકીઓને ફોન પર માર્ગદર્શન આપ્યું હતું
આ કલીપમાં કરવામાં આવેલા ખુલાસા પ્રમાણે તાજ હુમલાને આદેશ આપનાર બીજું કોઈ નહીં પણ સાજિદ મીર છે. જે તે સમયે પાકિસ્તાનમાં બેસીને મુંબઈ આવેલા 10 આતંકીઓને ફોન પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યા હોવાના ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. આ અંગે ભારતે આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સમક્ષ એક ઓડિયો ક્લિપ પણ રજૂ કરી છે. આ ઓડિયો ક્લિપ મુંબઈના છબાડ હાઉસની છે. જ્યાં સાજિદ મીર આતંકીઓને કહી રહ્યો છે કે, ‘તમે જ્યાં પણ લોકોની મૂવમેન્ટ જોવા મળે અને જે કોઈ પણ છત પર ચાલી રહ્યું હોઈ અથવા તો કોઈ પણ પ્રકારની અવરજવર હોઈ તેને જોતાની સાથે જ ઠાર કરી દેજો.જેથી તેઓને ખબર ન પડે કે ત્યાં શું ચાલી રહ્યું છે.
હિસાબ હજુ પૂર્ણ થયો નથી
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે 26/11નો આતંકી હુમલો માત્ર મુંબઈ પર જ નહીં પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય પર થયો હતો. તેમણે કહ્યું કે, આ હુમલાનો હિસાબ હજુ પૂર્ણ થયો નથી. તેની સાથે સંડોવાયેલા કાવતરાખોરો અને ગુનેગારોને સજા આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. મુંબઈમાં આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર ઉપરાંત બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી, ઘાનાના વિદેશ મંત્રી, યૂએઈના ગૃહ મંત્રી અને અન્ય દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા છે.
26 નવેમ્બરની એ કાળી રાત
૨૬ નવેમ્બરની તે કાળી રાતના ઘા હજુ પણ મુંબઈ શહેરના રહેવસીઓના દિલ અને દિમાગમાં હજી પણ તાજા જ છે. જ્યારે શહેરની તાજ હોટલ, નરીમાન હાઉસ, ઓબેરોય હોટલ સહિતની મુંબઈની ગલીઓમાં મોતનો ખેલ ખેલનારા 10 આતંકીઓએ હકીકતમાં દક્ષિણ મુંબઈને બાનમાં લીધું હતું. જેટલા જોશ સાથે આતંકીઓના ફંદામાં ફસાયેલા લોકો તે કાળી રાત ક્યારે વીતે અને સાથે-સાથે બીજી સવારની રાહ જોઈ રહ્યા હતા. એટલી જ ઝડપથી શહેરમાં આતંકવાદીઓના ઘૂસી આવ્યા હોવાના સમાચારો પણ સામે આવ્યા હતા.9 આંતકીઓને ઠાર મારવામાં અને કસાબ ને પકડવામાં મુંબઈ પોલીસને 4 દિવસ લાગ્યા હતા.આ હુમલામાં કુલ 160 મોત અને કસાબને છોડીને 9 આંતકીઓ ઠાર થયા હતા.અને આ હુમલામાં મુંબઈ પોલીસના ઝાંબાઝ પોલીસ અધિકારીઓ પણ શાહિદ થયા હતા..