સિડની: ઓસ્ટ્રેલિયાના (Australia) માજી ટેસ્ટ કેપ્ટન ટિમ પેને બોલ ટેમ્પરિંગના કારણે કુખ્યાત બનેલી કેપ ટાઉન ટેસ્ટ પછીની ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની (South Africa) ટીમે પણ બોલ ટેમ્પરિંગ કર્યું હોવાનો આરોપ મૂક્યો છે. ટિમ પેનનું કહેવું છે કે જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સેન્ડપેપર ગેટ કાંડથી હચમચી ગયું હતું તે પછીની જોહનીસબર્ગમાં રમાયેલી બીજી જ મેચમાં દક્ષિણ આફ્રિકાએ બોલ ટેમ્પરિંગ કર્યું હતું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે મેચ બ્રોડકાસ્ટર્સે આ બોલ ટેમ્પરિંગ પર ઢાંકપિછોડો કર્યો હતો.
પેને તેની આત્મકથા ધ પેઇડ પ્રાઇસમાં ઘણા વિસ્ફોટક દાવા કર્યા છે. માજી ટેસ્ટ કેપ્ટને 2018 કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ પર ઘણા દાવા કર્યા હતા. પેને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ દરમિયાન બોલ પર સેન્ડપેપરનો ઉપયોગ કરવાની કેમેરોન બૅનક્રોફ્ટની યોજનામાં ટીમ મીટિંગના કોઈપણ સૂચનને નકારી કાઢ્યું હતું. તે કહે છે કે તે સ્તબ્ધ થઈ ગયો હતો અને હૃદય ભાંગી ગયો હતો, કારણ કે રિપ્લેમાં બૅનક્રોફ્ટે અમ્પાયરો સાથે વાત કરતાં પહેલાં તેના પેન્ટમાં સેન્ડપેપર છુપાવી દીધું હતું. પેને લખ્યું હતું કે હું વિચારી રહ્યો હતો કે આ શું છે. અમને બધાને ભયનો અનુભવ થયો. પેને બોલ ટેમ્પરિંગ પર એક લાંબુ ચેપ્ટર લખ્યું છે અને તેને સ્પોર્ટ્સનું ગંદું રહસ્ય કહ્યું છે.
જો કે, તેણે સ્વીકાર્યું હતું કે સેન્ડપેપરનો ઉપયોગ કરવો શરમજનક છે, પરંપરાગત રીતે સામાન્ય રીતે બોલને જમીન પર ફેંકવા જેવી પદ્ધતિઓથી છેડછાડ કરવામાં આવે છે. તે એમ પણ કહે છે કે જ્યારે તેણે દક્ષિણ આફ્રિકાને આગલી ટેસ્ટમાં કથિત રીતે બોલની સીમ અલગ કરતી જોઈ ત્યારે તે ગુસ્સે થયો હતો. પેને લખ્યું છે કે ટેસ્ટ સીરીઝની ચોથી ટેસ્ટમાં મેં જોયું કે બોલ વધુ સ્વિંગ થઈ રહ્યો છે.
તેણે વધુમાં એવું લખ્યું છે કે કેપટાઉનમાં જે બન્યું તે પછી, ઘણી હેડલાઇન્સ અને પ્રતિબંધો હતા. હું આગામી ટેસ્ટમાં નોન સ્ટ્રાઇકર છેડે ઊભો હતો ત્યારે સ્ક્રીન પર દક્ષિણ આફ્રિકાના એક ખેલાડીએ મિડ-ઑફ પર શૉટ માર્યો ત્યારે બોલ પર મોટી તિરાડ દેખાતી હતી હતી. ટેલિવિઝન ડાયરેક્ટર, જેઓ કૅમને કેપ્ચર કરવામાં સક્રિય રીતે સામેલ હતા, તેમણે તરત જ તે શૉટ સ્ક્રીન પરથી હટાવી લીધો.