અચકાટ એ શેરબજારમાં હાલનું એક મહત્વનું પરિબળ બની ગયું છે અને બજારની ગતિ એ રીતે જ ચાલી રહીછે. આક્રમક તેજીનું વલણ પણ કંઇક અંશે ચાલુ રહ્યું છે અને પ્રવાહો ઉપર તરફ ગયા છે. મંથલી એકસપાઇરી વીકમાં આપણે જોયું કે ગેઇન્સ ટકી રહ્યા છે. તમામ ઇન્ડીસીસ આગળ વધી રહ્યા છે અને આવતા સપ્તાહે ઉભરતા સંકેતો સુધી આ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. વીતેલા સપ્તાહમાં દરેક ઘટાડે જે મજબૂત ખરીદી જોવા મળી તેના પછી હવે પછીના સપ્તાહમાં રોકડી કરી લેવાનું વલણ પણ જોવા મળી શકે છે.
વૈશ્વિક બજારો વમળમાં ફસાયા છે અને ભારતીય બજારને પણ તેની અસર થઇ છે. હાલમાં નબળો પડતો રૂપિયો એ એક એવો પ્રવાહ છે કે જેની અસર રિકવરી પર થઇ શકે છે. જો કે બીજા કવાર્ટરમાં લાર્જ કેપ્સ તરફથી આવેલા મજબૂત પરિણામો ફરી એકવાર બજારમાં આત્મવિશ્વાસ જન્માવી રહ્યા છે. હાયર ટાઇમફ્રેમ ચાર્ટસ હંમેશા આગેકૂચ ચાલુ રહેવાની શકયતા બાબતે પ્રોત્સાહક રહ્યા છે. ટકી રહેલી અપવર્ડ મોમેન્ટમ સ્પષ્ટપણે બુલીશ કેમ્પની તરફેણ કરે છે. EOD કલોઝિંગ 17600ની ઉપર બંધ રહ્યું છે તે આગામી સપ્તાહમાં 18000 તરફનું અપવર્ડ મૂવ સર્જી શકે છે.
જયારે બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો કેટલીક મજબૂત પોઝિટિવ ટ્રેકશન દર્શાવી રહ્યા છે ત્યારે મોમેન્ટમ વધુ આગેકૂચના સંકેત આપે છે જયારે પ્રવાહો રિવાઇવલનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ઇન્ટ્રાડે વોલેટાલિટી અને સમાચારોથી દોરવાયેલ ઉઠાપટક ટ્રેડરો માટે બજારમાં ભાગ લેવા અને એક મિશ્ર ચિત્ર સર્જી રહ્યા છે. હાયર ટાઇમ ફ્રેમ અને અપસાઇડ તરફના પોઝિટિવ ફોલો થ્રુને જોતાં આપણે જો નિફટી કલાઉડની ઉપર જાય તો નવેસરથી ખરીદીનો વિચાર કરી શકીએ.
બજાર રેન્જ બાઉન્ડ રહે તેવી શકયતા વધારે જણાય છે. બજારમાં તેજીની દોડ હજી પણ ઘણી પર્યાદિત રહી છે અને તેથી મંદીવાળાઓની પકડ નોંધપાત્ર છે. હાલમાં સપ્તાહ દર સપ્તાહ બુલીશ કલોઝિંગ થયું તે બાબત પ્રોત્સાહક તો છે છતાં આ ટૂંકા મહિનામાં પ્રવાહો મિશ્ર રહ્યા છે અને હવે આવતા મહિને બજારમાં કંઇૅક દબાયેલા પ્રવાહો જોવા મળી શકે છે.