Vadodara

દિવાળી પર્વે ખરીદી કરવા બજારોમાં વાહનોના ચક્કાજામ

વડોદરા: શુક્રવારથી દીપાવલી પર્વની શરૂઆત થઈ ચુકી છે. કાલી ચૌદશને દિવસે પણ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો. ત્યારે શહેરીજનો ખરીદી કરવા માટે બજારોમાં ભીડ જોવા મળી હતી. દિવાળીના પાંચ દિવસોના તહેવારો માટે લોકો પોતાના ઘરને શણગારવા માટે, નવા કપડાની ખરીદી કરવા બજારોમાં ભીડ જોવા મળી હતી.દિવાળીની ખરીદી માટે શહેરીજનો એ બજારોમાં ભીડ કરી હતી. ત્યારી શહેરીજનો દ્વારા શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર, માંડવી, નવાબજાર, મંગળબજાર, પાણીગેટ સહિતના વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

શહેરીજનોએ પોતાના ઘરને સજાવવા માટે લાઈટીંગની ખરીદી કરવા, શહેરીજનો દિવાળીના દિવસે નવા કપડા પહેરવા માટે કપડાની ખરીદી કરવા બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારે ઉમટેલી ભીડની પરિણામે પણ ચોરો બજારોમાં સક્રિય હોય છે. જેને પરિણામે ખરીદી કરવા જે લોકોની ભીડ ઉમટે તેમને પણ પોતાના સામાનની ચોરી ન થાય તેની કાળજી ગ્રાહક પોતે જ રાખવી જોઈએ . દિવાળીના તહેવારને લીધે શહેરમાં બુટ ચપળ, કપડા, જેવી ઘરની સાધન સામગ્રી વસ્તુ ખરીદવા લોકોની ભીડ આજ રોજ બજારોમાં જોવા મળી હતી.

Most Popular

To Top