કોર્ટ-કચેરીમાં કાયદાના રખેવાળ એટલે વકીલ જેને અંગ્રેજીમાં એડવોકેટ કહેવાય છે. વકીલાત તેમનું પ્રોફેશન હોવાથી કોઇ કેસમાં અરજદારના (વાદી)ના વકીલ હોય તો કોઇ વાર પ્રતિવાદી (આરોપી) ના વકીલ પણ હોઇ શકે. સરકારે ન્યાયી પ્રક્રિયા ઝડપી બનાવતા કોર્ટમાં કેસોનો ભરાવો હળવો થયો છે. ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ઝડપી કેસોનો નિકાલ થાય છે. પીઢ સિનિયર વકીલોને મોટા કેસો મળતા હોય છે જયારે નવા – નવા જુનિયર વકીલોએ કેસ શોધવા પડે છે. આ બધી પ્રેકટિસની બલિહારી છે. કોર્ટોમાં કેસોનો નિકાલ થતાં અસીલો ઓછા થતાં જાય છે. જયારે ગ્રેજયુટ થયા પછી L.L.B. કરીને સનદ મેળવીને પ્રેકટીસ કરવા માટે નવા – નવા વકીલોનો રાફડો ફાટી નીકળ્યો છે. એટલે કહેવું પડે અસીલો કરતાં વકીલો વધતાં જાય છે. હવે તો કોઇ પણ દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે નોટરી પાસે સોગંદનામું કરાવવા જવું પડે છે. નોટરીઓને પણ એટલું બધું કામ હોય છે કે જાણે નોટરીની પણ લોટરી લાગી તેવું લાગે છે. પુરાવાના અભાવે કેસ પુરવાર ન થાય તો આરોપી નિર્દોષ છૂટી જતાં એ જ આરોપી વધુ ગુના કરીને રીઢો બની જાય છે. આવી છે કાયદાની તાસીર.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પૂર્ણા નદીનાં પુલ પરનાં ખાડાઓ મરામત માંગે છે
નવસારીથી કસ્બાપાર ગામ જતાં પૂર્ણા નદી પર પુલ છે તેના પર ઢગલે બંધ ખાડાઓ છે. એ પુલ પરથી દ્વિચક્રીવાહનો ચલાવવાની તો મુશ્કેલી છે એ સાથે ફોર વ્હીલર વાહનચલાવવું પણ મુશ્કેલ છે અહીં અકસ્માત થવાની પુરી શકયતા છે કેટલાક ખાડાઓ ઘણા ઊંડા છે પુલ પરના ખાડાઓ તાત્કાલીક પુરાવા જોઇએ જિલ્લા પંચાયત કે જે ખાતાને એ કામ લાગુ પડતું હોય તેણે એ કામ યુધ્ધના ધોરણે કરવું જોઇએ. એ કાર્ય થાય તો મુસાફરોને રાહત થશે.
નવસારી – મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.