વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં વધુ એક વખત બ્રેઈનડેડ જાહેર કરાયેલ મહિલાનું અંગદાન કરવામાં આવ્યું હતું. ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 50 વર્ષીય આધેડ મહિલાને બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ પરિવારજનોએ સ્વૈચ્છિક અંગદાન કરવા સહમતી દર્શાવી હતી.જેથી તેમના પાંચ અંગોના દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળશે.હોસ્પિટલમાંથી સન્માનભેર તેમના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના કલાલી સ્થિત રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 50 વર્ષીય હંસાબેન પંચાલને ન્યુરોલોજિસ્ટ દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરાતા તેમના પરિવારજનોએ અંગદાનનો મહત્વનો નિર્ણય લીધો હતો. પરિવારજનોના અંગદાનના ઉમદા અભિગમને કારણે લીવર ,બે કિડની અને બે કોર્નિયાના દાન થકી પાંચને નવજીવન મળશે.બ્રેઈન ડેડ જાહેર કરાયેલા હંસાબેન પંચાલના અંગોનું સન્માનભેર દાન કરવામાં આવ્યું હતું.
આ અંગે માહિતી આપતા મેડિકલ એડમિનિસ્ટ્રેટર રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલના ડોક્ટર ગૌરાંગ રાનાપુરવાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલ કલાલી ખાતે આ હોસ્પિટલ આવેલી છે જેની અંદર શ્રીમતી હંસાબેન પંચાલ જેવો 50 વર્ષની ઉંમરના છે.તે બેનને બ્રેઈન ડેડ જાહેર થયા બાદ તેમના સગા વાલા તેમના પતિ સહિતના પરિવારજનોએ નક્કી કર્યું હતું કે તેમના શરીરનું અંગદાન કરીએ. તો બીજા અન્ય લોકોને પણ જિંદગી નવી મળી શકે અને સામે તેમના ઓર્ગન ડોનેશનથી લગભગ પાંચેક જેટલી જિંદગીને લાભ મળશે. લીવર, બે કિડની, બે કોર્નિયા તેમના થકી ડોનેટ કરાયા છે.
મૃતદેહને સ્મશાનમાં જઈને બાળી જ નાખવા કરતા બીજા ચાર લોકોની જિંદગી બચાવી
હંસાબેન પંચાલને ન્યૂરોલોજિસ્ટે એમ કહ્યું હતું કે બ્રેઈન ડેડ છે. જેથી અમે વિચાર કર્યો કે જો એમને સ્મશાનમાં જઈને બાળી જ નાખવાના છે. એ જ થવાનું છે તો પછી એમના જે ઓર્ગન છે, એ ડોનેટ કરીને બીજા કોઈનું જીવન કેમ ન બચાવીએ. એમના પતિ એમના પરિવારજનોની મંજૂરીથી અમે સર્વે ભાઈઓએ મળીને આ નિર્ણય લીધો છે. અનેક સારું કામ છે. લોકો પણ અંગદાન પ્રત્યે પ્રેરાય કે આજકાલ અંગદાન માટેની ખૂબ જ જરૂર છે. આમ પણ આપણે જઈને રાખ જ બનવાના છે. તો જેનાથી બીજા ચાર લોકોની જિંદગી બચતી હોય તો શા માટે ન કરવું આજ અમારો ઉદ્દેશ્ય છે
– મહેન્દ્ર પંચાલ,મૃતકના પરિવારજન