SURAT

નવા વર્ષમાં શહેરીજનોને નવા 7 બ્રીજની ભેટ મળશે

સુરત: સુરત શહેર ડાયમંડ સીટી, ટેક્સટાઈલ સીટી, ક્લીન સીટી, ગ્રીન સીટીની સાથે સાથે બ્રીજ સીટી (Bridge City) તરીકે પણ ઓળખાય છે. સુરત શહેરમાં હાલ 150 થી વધારે બ્રીજ કાર્યરત છે. તેમજ નવા વર્ષમાં શહેરીજનોને હજી નવા (New) 7 બ્રીજની ભેટ મળશે. શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ ટ્રાન્સપોર્ટેશન સરળતાથી થઈ શકે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વધુ ને વધુ બ્રીજ શહેરમાં બનાવવામાં આવી રહ્યા છે. શહેરમાં તાપી નદી (Tapi River) પર, ખાડી બ્રીજ, રેલવે ઓવર બ્રીજ, ફ્લાય ઓવર બ્રીજ તેમજ મલ્ટી લેયર બ્રીજ બનાવી શહેર આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે. શહેરમાં હાલમાં જ ગુજરાતનો સૌથી લાંબો સહારા દરવાજા મલ્ટી લેયર બ્રીજ ખુલ્લો મુકી ઈજનેરીનું આગવું ઉદાહરણ સુરત મનપાએ પુરૂ પાડ્યું છે અને આ બ્રીજની બોલબાલા ભારતમાં પણ થઈ હતી. બ્રીજ સીટી તરીકે ઓળખાતા સુરતમાં 150 થી વધારે બ્રીજ કાર્યરત છે અને નવા વર્ષમાં હજી 7 બ્રીજની સૌગાત મળશે. જેથી શહેરીજનોને ટ્રાન્સપોર્ટેશનમાં વધુ ને વધુ સુવિધા અને સરળતા મળશે.

કયા કયા બ્રીજ કયારે કાર્યરત થવાની શકયતા

  • સારકોલીથી ઓલપાડ તરફ જતો બ્રીજ જાન્યુઆરીમાં શરૂ થશે
  • વેડ-વરીયાવ બ્રીજ મે-જુન 2023 માં
  • કલાકુંજ ખાડી બ્રીજ મે-જુન 2023
  • ભાઠેના કેનાલ પર બ્રીજ
  • રત્નમાલા બ્રીજ
  • સચીન સુરત નવસારી સ્ટેટ હાઈવે
  • નવીન ફ્લોરીન ભેસ્તાન બ્રીજ
  • ગટર સમિતિની મેરેથોન મીટિંગ: કમિશનર ફાઇલ મોકલતા રહ્યા, ફટાફટ મંજૂરી અપાઇ

સુરત : વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાના સમય દરમિયાન સુવિધાના કામો અટવાઇ ના જાય તે માટે મનપાની વિવિધ કમિટીઓની મેરોથોન મીટિંગો યોજાઇ રહી છે. જેમાં ફટાફટ દરખાસ્તો મંજૂર કરવામાં આવી રહી છે. ત્યારે બુધવારે મળેલી ગટર સમિતિની મીટિંગમાં એજન્ડા પરના 11 કામો જ્યારે વધારાના કામ તરીકે 18 કામોના એજન્ડાને મંજુરી આપવા માટે મેરોથોન મીટિંગ ચાલી હતી. આ મીટિંગ ચાલુ હતી તે દરમિયાન મનપા કમિશનર પણ સતત કામે લાગ્યા હતા અને જુદી જુદી સોસાયટીઓમાં ગટરની સુવિધા માટેની ફાઇલો ફટાફટ મંજૂર કરી કમિટીમાં મંજૂરી માટે મોકલતા રહ્યા હતા. આવી 16 ફાઇલ તો ચાલુ મીટિંગમાં જ મંજૂરી માટે કમિશનરે મોકલી દીધી હતી.

23 કરોડના ખર્ચે અપગ્રેડેશન કરવાના મહત્વના અંદાજો પણ મંજૂર
ગટર સમિતિ ચેરમેન વિક્રમ પાટીલે જણાવ્યું હતું કે, લોકોની સુવિધાના કામો આચારસંહિતાના કારણે અટવાઇ ના પડે તે માટે એજન્ડાના 11 કામો 26.69 કરોડ અને વધારાના 34 કામમો 37.69 કરોડ મળી કુલ 64.38 કરોડના અંદાજ મંજૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત બમરોલીમાં હયાત 100 એમલડી ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને 23 કરોડના ખર્ચે અપગ્રેડેશન કરવાના મહત્વના અંદાજો પણ મંજૂર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top