Business

ગીધ હવે ફોટામાં જોવાં પડશે

અમે નાના હતા ત્યારનું સ્મરણ હજી તાજું જ છે. ગામમાં પશુનું મૃત્યુ થાય ને સીમાડે નાંખવામાં આવતું, એની પહેલી જાણ ગીધને થતી. ગીધોનું ઝૂંડ આકાશમાં ચકરાવો મારતું નજરે ચઢે, ગામમાં જ મોટાં ઝાડો પર ગીધોનો રાતવાસો હોય, બીજા દિવસે સવારે ગીધોની મિજબાની હોય. આ દૃશ્ય હવે ભૂતકાળ બન્યું છે. દેશભરમાંથી ગીધ લગભગ લુપ્ત થવાને આરે છે. 95% થી વધુ ગીધો લુપ્ત થઈ ચૂક્યાં છે. તેનું મુખ્ય કારણ છે, પશુઓને દુખાવામાં રાહત આપવા માટે વપરાતી દવા ડાયક્લોફેનિક દવા મુખ્ય જવાબદાર માનવામાં આવે છે.  વેટનરી તબીબો દ્વારા પશુઓને આપ્યા બાદ 72 કલાકમાં પશુનું મૃત્યુ થાય છે. એ માંસ ગીધ આરોગે તો ગીધ એકાદ મહિનામાં મૃત્યુ પામે અથવા પ્રજનનશક્તિ ગુમાવે છે. મોડે મોડે પણ એ દવા પર પ્રતિબંધ મુકાયો પણ એ જ દવા હવે બીજું નામ ધારણ કરી વેચાવા મંડી છે.  કુદરતના સફાઈ કામદાર ગણાતા દુર્લભ પક્ષી ‘ગીધ’ હાલ તેના અસ્તિત્વની છેલ્લી ઉડાન ભરી રહ્યાં છે. વિલુપ્ત થતા સિંહોની જેમ ગીધ માટે પણ બચાવ અભિયાન હાથ ધરાય તો ગીધ બચશે. બાકી એને ફોટામાં જ જોવાં પડશે.
બામણિયા – મુકેશ બી. મહેતા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મહાત્મા રાજકારણનો પૌષ્ટિક ખોરાક છે
અર્થકારણની મહામારી દરમ્યાન લોકડાઉન અને અસ્પૃશ્યતા બાદનાં મહામંથન સર્જાયું. એ વેળા અહિંસા પરમો ધર્મ અને ભગવાનનું રૂપ બની તબીબોએ મહાત્મા ગાંધીનાં પ્રાર્થના વિશેના આત્માનાં જ ખોરાકને પ્રાણાયામનો વિષય બનાવ્યો હતો. વાસ્તવમાં પેન્ડેમીક તો એક પ્રકારનું હિંસાનું નિરાકાર રૂપ હતું. ગાંધીના અનશન પણ  હિંસા હતી તેના જેવું.
ધરમપુર – ધીરુ મેરાઇ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

આ ઇલેકટ્રિક કાર કરોડપતિ માટે જ છે?
ગ્રીન એનર્જીના નામે ઇલેકટ્રિક કાર્સનો પ્રચાર તો ઘણો થાય છે પરંતુ તેની હિંમત મધ્યમ વર્ગને પરવડે એવી હોતી નથી. પેટ્રોલ કાર કરતાં વધારે જે રકમ ઇલેકટ્રિક કાર ખરીદવામાં ચૂકવવી પડે છે તેના વ્યાજમાંથી તો બળતણનો ખર્ચ નીકળી જાય. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વૈશ્વિક સ્તરે લકઝરી કાર બનાવવામાં અગ્રણી વિદેશી કંપનીની પહેલી મેક-ઇન-ઇન્ડિયા ઇલેકટ્રિક કાર લોન્ચ કરી ત્યારે જોરદાર કટાક્ષ કરતાં જણાવ્યું કે અમે મધ્યમ વર્ગનાં લોકો છીએ અને હું પણ તમારી કાર ખરીદી શકતો નથી. તમે ઉત્પાદનના ખર્ચ ઘટાડશો તો ઘણાં લોકો કાર ખરીદશે. આ કારની કિંમત રૂપિયા 1.07 (એક પોઇન્ટ સાત) કરોડ છે તેથી તે ધનિકોને જ પરવડી શકે. ગડકરીના કટાક્ષમાં તથ્ય છે કાર ઉત્પાદકો આ બાબતને લક્ષમાં લેશે?
પાલનપુર          – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top