વાઘ/વાગ્બારસ- તા. 21.10.2022 આસો વદ, 11/12 ને શુક્રવાર – રમા એકાદશી તથા વાઘ/વાગ્ બારસ. -(સાંજે 17.22 સુધી એકાદશી તિથિ રહેશે ત્યાર બાદ વાઘ/વાગ્ બારસ)
વિજય મુહૂર્ત બપોરે 14.18 થી 15.04 – ગોધૂલિ મુહૂર્ત 17.57 થી 18.21
(રાહુ કાળ સમય સવારે 10.57 થી 12.23 માં કોઇ શુભ કાર્ય કરવું નહીં)
આ દિવસને વચ્છ બારસ પણ કહેવામાં આવે છે. કારણ કે વચ્છવનમાં (હાલનું સઇ ગામ) જયારે બાલકૃષ્ણ ગૌચારણ કરી રહ્યા હતા ત્યારે બ્રહ્માજીએ વાછરડાં, ગાયો અને ગોપ બાળકોને બ્રહ્મલોકમાં લઇ ગયાં અને ફરી વાર તે જયારે ગૌચારણની જગ્યાએ આવ્યા ત્યારે તેમને બધાં જ ગોપ, ગાયો, વાછરડાંઓ યથાવત્ જોઇ તેમને ખ્યાલ આવ્યો કે વ્રજભૂમિમાં જે કંઇ છે તે કૃષ્ણસ્વરૂપ છે. આ જોઇ તેમણે કૃષ્ણની માફી માંગી. મૂળ સ્વરૂપે ફરી વ્રજભૂમિમાં પધરાવ્યાં.
આ દિવસે પીળા રંગનું ઘણું મહત્ત્વ હોય છે. બીજી કથા અનુસાર મા અંબાની સવારી વાઘ ઉપર હોઇ આ દિવસ માતાના વાઘને સમર્પિત કરવામાં આવ્યો છે. વાઘ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી હોવાથી વાઘને અશ્વિન વદની બારસ સાથે જોડવામાં આવ્યો છે. વાઘબારસને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે વાગ્ બારસ, વાક્ બારસ, વાઘ બારસ અથવા વસુબારસ. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક્ એટલે કે વાણી અને વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પણ આજે પૂજન કરવામાં આવે છે. વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઇ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. આમ જુદા જુદા સર્વ મતોને અહીં જણાવ્યા છે.
ધનતેરસ-યમ દીપદાન
તા. 22.10.2022, આસો વદ, 12/13 ને શનિવાર
(આજે સૂર્ય ઉદય 6.37 થી શરૂ કરી 18.02 સુધી બારસ, ત્યાર બાદ તેરસ ગણવી)
નોંધ: ધનતેરસના લક્ષ્મીપૂજનના નિર્ણય પ્રમાણે પ્રદોષકાલે એટલે કે સંધ્યાના સમય બાદ (પ્રદોષ વ્યાપિની તેરસ) અને સ્થિર લગ્નમાં ધન ધોવું, ધન પૂજા, લક્ષ્મી પૂજા, શ્રીયંત્ર પૂજા સૌથી શ્રેષ્ઠ પરિણામ આપે છે. માટે તેરસની તિથિ સાંજે 18.03થી શરૂ થતી હોવાથી ત્યાર બાદ જ ધન ધોવાનું શ્રેષ્ઠ મુહૂર્ત મળવાને પાત્ર રહે છે.
ધન ધોવાનું ચોઘડિયા/પ્રદોષ કાળ-મુહૂર્ત
લાભ- 18.06થી 19.40
પ્રદોષ કાળ- 18.07 થી 18.58 (સર્વશ્રેષ્ઠ-સર્વોત્તમ)
પ્રદોષ કાળ- 18.58 થી 19.48 (શ્રેષ્ઠતમ)
પ્રદોષ કાળ- 19.48 થી 20.38 (શ્રેષ્ઠો
ગોધૂલિ મુહૂર્ત- 17.56 થી 18.20
શુભ, અમૃત, ચલ- 21.15 થી 25.57
હોરા મુહૂર્ત
19.09થી 20.12- ચંદ્ર હોરા- 21.15થી 22.17- ગુરુ હોરા
સ્થિર લગ્ન મુહૂર્ત
વૃષભ લગ્ન- 19.28 થી 21.27
પ્રદોષ કાળ-ચંદ્ર હોરા-સ્થિર લગ્ન એમ ત્રણેયનો સમન્વય કરવામાં આવે તો 19.28થી 20.12 (સાંજે 7.28 થી 8.12) સુધીનું મુહૂર્ત સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત રહેશે.
(યમ દીપદાન- 18.03 પછી)
(રાહુ કાળ 9.31થી 10.57ના સમયમાં કોઇ શુભ કાર્ય કરવું નહીં.)
વિવિધ શહેર માટે ધનતેરસનો નિર્ણય
તા. 22.10.2022, શનિવારના દ્વાદશી સમાપ્તિ 18.02 વાગે છે, તેથી પ્રદોષકાળમાં ત્રયોદશી છે. મુંબઇના સૂર્યાસ્ત (18.09) અનુસાર તા. 22.10.2022ના ધનત્રયોદશી અને શનિપ્રદોષ છે. જે શહેરમાં 6.03 પછી સૂર્યાસ્ત હશે ત્યાં ત્યાં તા. 22.10.2022ના ધનતેરસ અને પ્રદોષ છે. તા. 23.10.2022, રવિવારના ત્રયોદશી સમાપ્તિ 18.03 એ છે અને 6.04 પહેલાં સૂર્યાસ્ત થશે તે તે શહેરોમાં ત્રયોદશી/ધનતેરસ સંપૂર્ણ દિવસ, સંપૂર્ણ બે સાયંકાળે અને થોડો સમય પ્રદોષકાળે વ્યાપ્ત હોવાથી તા. 23.10.2022 ના ધનતેરસ લેવાની રહેશે.
ભારતના નકશામાં સૂર્યોદય રેખાની ડાબી બાજુના પ્રદેશમાં તા. 22.10.2022ના ધનતેરસ મનાવવી. મુંબઇ, થાણા, પુના, નાસિક, કોલ્હાપુર, સંપૂર્ણ કોંકણ, ગોવા, ગોધરા, છોડીને સંપૂર્ણ ગુજરાત, કર્ણાટકમાં બેલગામ, મેંગ્લોર, ઉડીપી વગેરેમાં તા. 22.10.2022 ના ધનતેરસ છે. સૂર્યોદય રેખાથી જમણી બાજુના પ્રદેશોમાં તા. 23.10.2022 ના ધનતેરસ છે. સોલાપુર, નાગપુર, આકોલા, અમરાવતી, જલગાંવ, નાંદેડ, વર્ધા, કર્ણાટકમાં બિજાપુર, ગુલબર્ગા, હુબલી, ધારવાડ, બેંગ્લોર, મૈસુર, સંપૂર્ણ તેલંગણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, જેસલમેર છોડીને સંપૂર્ણ રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબમાં તા. 23.10.2022ના ધનતેરસ છે.
કાળી ચૌદસ
તા. 23.10.2022, આસો વદ, 13/14ને રવિવાર
(કાળી ચૌદસ, માસિક શિવરાત્રિ, હનુમંત પૂજા)
(સર્વાર્થ સિદ્ધિ યોગ- અમૃત સિદ્ધિ યોગ)
(18.03 બાદ ચૌદસ ગણવી)
કાળી ચૌદસે રાત્રિ પૂજન માટે મુહૂર્ત
નિશિતા મુહૂર્ત (રાત્રે) 23.58થી 24.48 (સર્વશ્રેષ્ઠ મુહૂર્ત)
કાળી ચૌદસ પર્વે કરાતી વિષ્ણુપૂજા નરકમાંથી મુકિત અપાવનાર હોવાની માન્યતા છે. ધર્મગ્રંથોમાં કાળી ચૌદસનો ઉલ્લેખ રૂપ ચૌદસ રૂપે પણ થયો છે. કાળી ચૌદસ કકળાટને કાઢવાનું મુહૂર્ત લઇને આવે છે. ગૃહિણીઓ ઘરના તળેલા ખાદ્ય પદાર્થને ચાર રસ્તા પર મૂકીને કજિયા કકળાટને દૂર ભગાવશે. રોગના નિવારણ માટે માતા મહાકાળીના મંત્રજાપ કરાશે. આ દિવસે હનુામનજીની પૂજા અર્ચના પણ વિશેષ પ્રભાવી નીવડે છે. હનુમાન ચાલીસા/જાપ તથા મહામૃત્યુંજય જાપના ક્રમ યોજાય છે. તાંત્રિક સાધના માટે કાળી ચૌદસ શ્રેષ્ઠ દિવસ છે. મહાકાળીના સાધકો રાત્રે સાધના કરશે. શનિદેવની પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવવા માટે કાળી ચૌદસે શનિ મંત્રના જાપનો પણ વિશેષ મહિમા છે. અધિષ્ઠાયક દેવ ઘંટાકર્ણ ભગવાનના હવન પૂજન પણ થશે. કથિત વળગાડથી ત્રસ્ત માનવો નજર ઉતારીને એ પાણીને ચકલે ઢોળી આવશે. આથી કાળી ચૌદસે શહેર ગામની સડકો અને રસ્તાઓ પર નજર રાખીને ડ્રાઇવ કરવું હિતાવહ રહેશે.
તા. 24.10.2022 નરક ચતુર્દશીના દિવસે અભ્યંગ સ્નાનનું મહત્ત્વ.
અભ્યંગ સ્નાન એટલે શું?
તલ અથવા સરસવનાં તેલ સાથે સુગંધી પદાર્થ, જુદી જુદી સુગંધિત જડીબુટ્ટી ભેળવીને તેને શરીરે ચોળીને ચંદ્રોદય સમયે કરવામાં આવતું સ્નાન એટલે અભ્યંગ સ્નાન. નરક ચતુર્દશીમાં અરુણોદય સમય ચન્દ્ર દર્શન કરવામાં આવે છે અને ચન્દ્ર ઉદય વ્યાપીની ચૌદસ લેવામાં આવે છે માટે એ જ સમય એ શરીર પર તેલ મર્દન/માલીશ કરી અભ્યંગ સ્નાન કરવાનું હોય છે. આ રીતે અભ્યંગ સ્નાન કરવાથી નરકનો ભય રહેતો નથી.
નરક ચતુર્દશીના દિવસે અભ્યંગ સ્નાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે અરુણોદયમાં ‘અભ્યંગ સ્નાન’ કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શુભ મુહૂર્તમાં ચંદ્ર દર્શન બાદ અભ્યંગ સ્નાન કરવાથી વ્યકિતને નરકના ભયમાંથી મુકિત મળે છે. અભ્યંગ સ્નાનમાં આખા શરીર પર તેલનું માલિશ કરવામાં આવે છે. અભ્યંગ એ બે શબ્દોનું સંયોજન છે, અભ્ય એટલે સમગ્ર અને અંગ એટલે શરીર. એટલે કે શરીરનાં દરેક અંગોને સ્નાન કરાવવું. નરક ચતુર્દશી પર તલના તેલ અથવા સરસવના તેલથી અભ્યંગ સ્નાન કરી શકાય છે. સૂર્યોદય પહેલાં અને અરુણોદયના ચંદ્રદર્શન બાદ અભ્યંગ સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે.
અભ્યંગ સ્નાન મુહૂર્ત
તા. 24.10.2022 એ સવારે 5.20એ ચંદ્રદર્શન કરીને આખા શરીર પર તેલમર્દન કરવું અને ત્યારબાદ સૂર્યોદય સમય 6.38 પહેલાં સ્નાન કરવું. જેથી નરકનો ભય રહેતો નથી.
દિવાળી, નરક ચતુર્દશી, ચોપડા પૂજન, શારદા પૂજન, લક્ષ્મીપૂજન, શ્રીયંત્ર પૂજન
તા. 24.10.2022, આસો વદ ચૌદસ/અમાસ ને સોમવાર
(17.27 સુધી ચૌદસ છે ત્યાર બાદ અમાસ શરૂ થાય છે.)
આમ સોમવારે પ્રદોષવ્યાપિની અને નિશીથવ્યાપિની અમાસ મળતાં દિવાળીનું લક્ષ્મી પૂજન પ્રદોષ કાળ બાદ કરવું શાસ્ત્રોકત શુદ્ધ છે.
ચોપડા ખરીદવા, ચોપડાપૂજન, શારદાપૂજન, લક્ષ્મીપૂજન, શ્રીયંત્રપૂજન માટે મુહૂર્ત
હોરા મુહૂર્ત
18.05થી 19.08- શુક્ર હોરા
20.11થી 21.14- ચંદ્ર હોરા
નિશિતા મુહૂર્ત- 23.57થી 24.48 (સર્વશ્રેષ્ઠ મુહૂર્ત)
ચોઘડિયા મુહૂર્ત
અમૃત- 17.28થી 18.05, 18.05 થી 19.39-ચલ (રાહુ કાળ સમય સવારે 08.05થી 09.31માં કોઇ શુભ કાર્ય કરવું નહીં.)
લક્ષ્મીજીને 9 વાટનો દીપક અત્યંત પ્રિય છે. તો દિવાળી, ધનતેરસ, બેસતું વર્ષ અને લાભ પાંચમના દિવસે ચપટી ચોખા મૂકી તેની ઉપર સરસ મોટું કોડિયું મૂકવું. તેમાં ગાયનું ઘી ભરીને 9 લાખ ચણોથી, થોડું બ્રાસ કપૂર અને 9 ઇલાયચી મૂકવી અને 9 આડી વાટનો દીપક કરવો શ્રેષ્ઠ છે. વળી જો તેમાં સફેદ આંકડાનું રૂ મળી જાય અને તેનાથી દીપક કરવામાં આવો તો સોને પે સુહાગા જેવું સુંદર ફળ પ્રાપ્ત થાય છે. (નોંધ: 24.10.2022ની રાત્રે 28.49થી ગ્રહણ વેધ શરૂ થશે જે તા. 26.10.2022ના સૂર્યોદય સુધી રહેશે.) કાર્તિક માસમાં અમાવાસ્યાના દિવસે પ્રદોષકાળ હોવાથી દિવાળી (મહાલક્ષ્મી) પૂજન ઉજવવાનું વિધાન છે. જો અમાવસ્યા તિથિ બે દિવસ સુધી પ્રદોષકાળને સ્પર્શ ના કરે તો બીજા દિવસે દિવાળી મનાવવાનું વિધાન છે. આ મત વધારે પ્રચલિત અને માન્ય છે.
દેવી લક્ષ્મીનું પૂજન પ્રદોષકાળ (સૂર્યાસ્ત પછીનાં ત્રણ મુહૂર્ત)માં કરવું જોઇએ. પ્રદોષકાળ દરમિયાન સ્થિર લગ્નમાં પૂજન કરવું સર્વોત્તમ માનવામાં આવ્યું છે. આ દરમિયાન જયારે વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ લગ્ન ઉદિત થાય ત્યારે માતા લક્ષ્મીનું પૂજન કરવું જોઇએ, કેમકે આ 4 લગ્ન સ્થિર સ્વભાવનાં હોય છે. જો સ્થિર લગ્નના સમયે પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી અંશ રૂપમાં ગૃહમાં રહી સ્થિર રહે છે. મહાનિશીથ કાળ દરમિયાન પણ પૂજનનું અત્યંત અનેરું મહત્ત્વ છે. આ સમયે તાંત્રિક, પંડિત અને સાધકો માટે વધારે ઉપયુકત હોય છે. આ કાળમાં મહાકાળીની પૂજાનું વિધાન છે. આના સિવાય એ લોકો પણ આ સમયમાં પૂજન કરી શકે છે. જે મહાનિશીથ કાળના વિશે સમય રાખતા હોય. લક્ષ્મીપૂજન માટે દિવાળીનો આ નિશિતા કાળ સૌથી શ્રેષ્ઠ છે.
દર્શ અમાવસ્યા, અન્વાધાન, સૂર્ય ગ્રહણ (આંશિક)
ખંડગ્રાસ સૂર્યગ્રહણ: આશ્વિન-કૃષ્ણ-30, મંગળવાર, તા. 25.10.2022, કાર્તિક 1944
આ દિવસે તુલા રાશિમાં થનાર ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં ગ્રસ્તાસ્ત દેખાશે. આ ગ્રહણના વેધાદિ નિયમો પાળવાના રહેશે. આ ગ્રહણ ભારત, પ.એશિયા, યુરોપ, ઉ. અને પૂ. આફ્રિકામાં દેખાશે. પશ્ચિમ એશિયા, બેલ્જિયમ, અફઘાનિસ્તાન, બલ્ગેરિયા, ઇજિપ્ત, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, ઇરાન, ઇરાક, ઇઝરાયેલ, ઇટલી, ઓમાન, સાઉદી અરેબિયા, રશિયા, તુર્કી, યુ.કે., યુરોપ, ઉત્તર અને પૂર્વ આફ્રિકામાં પણ દેખાશે. ભારતના પૂર્વીય ભાગ મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશમાં આ ગ્રહણ નહીં દેખાય.
આ ગ્રહણનો મોક્ષ થશે તે પહેલાં ભારતમાં સૂર્યાસ્ત થઇ જતો હોવાથી ગ્રહણનો મોક્ષ ભારતમાં નહીં દેખાય. કેટલાંક શહેરોમાં ગ્રહણ મધ્ય પણ નહીં દેખાય. નીચેના આપેલ સમયમાં જયાં મધ્યમાં છે તે બધાં શહેરોમાં ગ્રહણ મધ્ય પણ નહીં દેખાય.
ગ્રહણ પુણ્યકાળ: ગ્રહણ સ્પર્શથી સૂર્યાસ્ત સુધી
ગ્રહણ વેધ: તા. 24.10.2022 ના રાત્રે 28.49થી તા. 26.10.2022ના સૂર્યોદય સુધી.
રાશિ ફળ: શુભ ફળ- વૃષભ, સિંહ, ધનુ, મકર
મિશ્ર ફળ: કુંભ, મેષ, મિથુન, કન્યા
અશુભ ફળ: મીન, કર્ક, તુલા, વૃશ્ચિક
નૂતન વર્ષ/બેસતું વર્ષ/ભાઇબીજ
યમ દ્વિતીયા/ગોવર્ધન પૂજા/કારતક પ્રારંભ
દિવાળી મુહૂર્ત – પુષ્ય નક્ષત્ર
તા. 18.10.2022 આસો વદ આઠમ ને મંગળવાર, પૂર્ણ રાત્રી સુધી પુષ્ય નક્ષત્ર છે.
(સોનું, ચાંદી, ચોપડા ખરીદવા ઉત્તમ દિવસ)
પુષ્ટિકર્તા પુષ્ય નક્ષત્ર
આ દિવસે પુષ્ય નક્ષત્ર હોવાથી સોનું, ચાંદી, હીરા, ઝવેરાત, નવ ગ્રહોના નંગો અને નવા વર્ષના ચોપડાની ખરીદી માટે ઉત્તમ દિવસ છે. જયોતિષશાસ્ત્રો અનુસાર પુષ્ય નક્ષત્ર જેને બળવાન નક્ષત્ર ગણવામાં આવે છે. જે પ્રમાણે પ્રાણીઓમાં સિંહ બળવાન છે, તે રીતે નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર બળવાન છે. નક્ષત્રોના રાજા તુલ્ય પુષ્ય નક્ષત્ર ખૂબ જ શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે. જેથી આ નક્ષત્રમાં કરેલાં શુભ કાર્યો અવશ્ય સિદ્ધ અને શુભ ફળદાયી બને છે તેમ જ સ્વયં આ નક્ષત્ર અનેક અશુભ યોગોને હણે છે. તેથી આ મહાન ફળદાયી શુભ નક્ષત્રના દિવસે ચોક્કસ શુભ કાર્યો કે શુભ સંકલ્પો કરવાથી જીવનમાં સફળતા અને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પુષ્ય નક્ષત્ર શનિદેવનું હોવાથી પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુ આજીવન ટકી રહે છે અને તે વસ્તુ આપણી સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. એટલા માટે પુષ્ય નક્ષત્રે સોના-ચાંદીની ખરીદી વધુ થાય છે. પુષ્ય નક્ષત્ર સોનું-ચાંદી ખરીદવા માટેનું ઉત્તમ નક્ષત્ર છે.
ચંદ્ર હોરા- 10.28 થી 11.26
ગુરુ હોરા- 12.23 થી 13.21
ચંદ્ર હોરા- 17.12 થી 18.10
આ સમયમાં સોનું, ચાંદી, લગડી કે આભૂષણો ખરીદવાં ઉત્તમ ફળદાયી રહેશે.
દિવાળીનું જયોતિષીય મહત્ત્વ
હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું જયોતિષ મહત્ત્વ હોય છે. વિવિધ પર્વો અને તહેવારો પર ગ્રહોની દિશા અને વિશેષ યોગ માનવસમુદાય માટે શુભ ફળદાયી હોય છે. હિન્દુ સમાજમાં દિવાળીનો સમય કોઇ પણ કાર્ય માટે અને કોઇ વસ્તુની ખરીદી માટે ઘણું શુભ માનવામાં આવે છે. આ વિચાર પાછળ જયોતિષીય મહત્ત્વ છે. હકીકતમાં દિવાળીની આજુબાજુ સૂર્ય અને ચંદ્ર તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં સ્થિત હોય છે. દિવાળી સ્વાતિ નક્ષત્રમાં જ મનાવવામાં આવે છે. વૈદિક જયોતિષ મુજબ સૂર્ય અને ચંદ્રની આ સ્થિતિ શુભ અને ઉત્તમ ફળ આપવાવાળી હોય છે.
તુલા એક સંતુલિત ભાવ રાખવાવાળી રાશિ છે. આ રાશિ ન્યાય અને અપક્ષપાતનું પ્રતિનિધિત્વ કરે છે. તુલા રાશિના સ્વામી શુક્ર જે પોતે સૌહાર્દ, ભાઇચારા, આપસી સદ્ભાવ અને સન્માનના પરિબળ છે. આ ગુણને લીધે સૂર્ય અને ચંદ્ર બંનેનું તુલા રાશિમાં સ્થિત થવું એક સુખદ અને સંયોગપ્રદ છે. દિવાળીનું આધ્યાત્મિક અને સામાજિક બંને રૂપે વિશેષ મહત્ત્વ છે. હિંદુ દર્શનશાસ્ત્રમાં દિવાળીને આધ્યાત્મિક અંધકાર પર આંતરિક પ્રકાશ, અજ્ઞાન પર જ્ઞાન, અસત્ય પર સત્યના અને બુરાઇ પર સારાઇનો ઉત્સવ કહેવામાં આવ્યો છે. તા.25.10.2022, આસો વદ અમાસ/પડવો, ને મંગળવાર
તા. 26.10.2022 કારતક સુદ 1/2, ને બુધવારે 14.42 સુધી એકમ છે. ત્યાર બાદ બીજ શરૂ થાય છે, માટે આ દિવસે બેસતું વર્ષ અને ભાઇબીજ સાથે મનાવવાની રહેશે.
(વિક્રમ સંવત 2079નો પ્રારંભ)
હોરા મુહૂર્ત: 07.38 થી 08.34- ચંદ્ર હોરા
09.31થી 10.28- ગુરુ હોરા
14.16થી 14.42- ચંદ્ર હોરા
દુકાન/પેઢી ખોલવાનું ચોઘડિયા મુહૂર્ત:
06.41થી 08.06 લાભ
08.06થી 09.31 અમૃત
10.57થી 12.21 શુભ
વિજય મુહૂર્ત: 14.16થી 14.42
અભિજિત મુહૂર્ત: નથી
(રાહુ કાળ સમય 12.22થી 13.47માં કોઇ શુભ કાર્ય કરવું નહીં)
લાભ પાંચમ/જ્ઞાન પંચમી
(પંચમીનો ક્ષય છે)
તા. 29.10.2022 કારતક સુદ ચોથ/પાંચમ,ને શનિવાર
(સવારે 08.13 સુધી ચોથ ત્યાર બાદ પાંચમ)
હોરા મુહૂર્ત:
08.14 થી 08.35-ગુરુ હોરા (08.13 સુધી ચોથ)
12.22થી 13.18- ચંદ્ર હોરા
દુકાન/પેઢી ખોલવાનું ચોઘડિયાં મુહૂર્ત:
08.14થી 09.31- શુભ બ08.13 સુધી ચોથ)
12.22થી 16.37- ચલ, લાભ, અમૃત
અભિજિત મુહૂર્ત- 11.59થી 12.44
વિજય મુહૂર્ત: 14.15 થી 15.01
(રાહુકાળ 09.32થી 10.57ના સમયમાં કોઇ શુભ કાર્ય કરવું નહિ)