વડોદરા : કોરોનાના કપરાકાળ બાદ આ વખતે દીપાવલીના તહેવારો ઉજવવા લોકોમાં ભારે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.દિવાળીને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે વડોદરા શહેરના બજારોમાં ખરીદી અર્થે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. જ્યારે બીજી તરફ શહેરના ન્યાય મંદિર ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
લાંબા ગાળાના વર્ષો બાદ સર્વ પ્રથમ વખત રાહત ભરી દિવાળીમાં બજારો લોકોથી ઉભરાઈ રહ્યા છે.ત્યારે ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં પણ ચાર દરવાજા વિસ્તારોમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.શહેરભરમાં ભારે ખરીદી છે.
કારણ કે ખાનગી કંપનીઓએ બોનસ આપી દીધું છે અને સરકારે પણ જાહેરાત કરી દીધી છે પેન્શનની મહિનાના અંત પહેલા એટલે કે આગામી તારીખ 17 થી 18 દરમ્યાન ચૂકવાશે.ત્યારે લોકોમાં પણ આ વખતે તહેવારો મનાવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.કોરોના મહામારીમાં ગત વર્ષે દિવાળીની ઉજવણી ફિક્કી રહી હતી.ત્યારે આ વખતે કોરોના મહામારીમાં ઘટાડો નોંધાતા લોકો મનભરીને દિવાળી મનાવવા તૈયાર થઇ ગયા છે.
બજારમાં દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે.અને બજારમાં વેપારીઓના ચહેરા પર દિવાળીની ખુશી છલકાઇ રહી છે.ત્યારે ચાલુ વર્ષે ફટાકડા સહિતની દિવાળીની દરેક વસ્તુઓના વેચાણમાં ધૂમ વધારો નોંધાયો છે.જેને પગલે દિવાળીની રોનક જોવા મળી રહી છે.ખાસ કરીને શનિવાર અને રવિવારની રજાના દિવસે વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા બજારો લોકોથી ઉભરાવા પામ્યા હતા. ભારે ભીડને પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા.માર્ગો પર કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.