Gujarat

ગુજરાતીઓને મળી દિવાળી ગીફ્ટ, વર્ષમાં બે સિલિન્ડર મફત, સાથે જ CNG-PNGના ભાવમાં રાહત

અમદાવાદ: દિવાળીના (Diwali) તહેવારમાં ગુજરાત (Gujarat) સરકારે પ્રજા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે રાજ્યના 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jitu Vaghani) જણાવ્યું કે, ઉજ્જવલા યોજના ((Ujawala Yoajana) અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર (Gas Cylinder) મફત આપવામાં આવશે. તેમજ તેમણે જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થઈ જશે. તેમજ CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

  • દિવાળી પહેલા સરકારે જાહેર કર્યો મહત્વનો નિર્ણય
  • ગરીબ અને મધ્યમ વર્ગ માટે દિવાળી ગીફ્ટ
  • વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે: જીતુ વાઘાણી
  • CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે

તમને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત આપવામાં આવશે. તેમજ રાજ્ય સરકારે CNG-PNGના વેટમાં ઘટાડો કર્યો છે. દિવાળીના તહેવાર નિમિત્તે સરકારે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જાહેરાત કરી છે. જીતુ વાઘાણી જાહેરાત કરતા જણાવ્યું છે કે વર્ષમાં બે વાર ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે તેમજ ખાતાધારકોના ખાતામાં રકમ જમા થઈ જશે. આ માટે સરકારે કુલ 650 કરોડની રાહત આપવાનું નક્કી કર્યું છે.

જીતુ વાઘાણી કહ્યું હતું કે, સીએનજીમાં 10 ટકા ઘટાડો ગણીએ તો કિલોદીઠ 6થી 7 રૂપિયાનો લાભ થશે. આવી જ રીતે પીએનજી પર પાંચથી સાડા પાંચ રૂપિયાનો લાભ કિલોદીઠ થવાનો છે. તમને જણાવી દઈએ કે તેમણે રાજ્ય સરકારની આ જાહેરાતને ખૂબ જ મોટી ગણાવી હતી અને રાજ્યની સરકારને દિવાળીની ભેટ તરીકે પણ ગણાવી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના લાભાર્થીને લાભ થશે. સીધા જ તેમના ખાતામાં પૂરી રકમ જમા થશે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ જાહેરાત મહત્વની ગણાવામાં આવી રહી છે. સાથે જ વાહનચાલકો અને રીક્ષાચાલકો માટે પણ આ ઘણા મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top