Charchapatra

મુસ્તુફા કે મહેશ

તા. 6-8-20 ના ‘ગુજરાતમિત્ર’માં ગુજરાતના રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ એક જોરદાર જાહેરાત કરી કે મુસ્તુફા મહેશ બની ભોળી દીકરીને પ્રેમમાં ફસાવશે તો કડક પગલાં ભરાશે. (1) અરે ભાઇ પ્રેમનો પ્રેમ છે તે ન્યાત જાત ભાત કાંઇ જોતો નથી. તમારી જ પાર્ટીના ઘણા નેતાઓની દીકરી/ભત્રીજીઓએ મુસ્લિમો સાથે લગ્ન કરી જ લીધા છે. તમે એ મુસ્તકાઓને જેલમા નાંખવાને બદલે કેન્દ્રીય પ્રધાનમંડળમાં કેબીનેટ પ્રધાનો બનાવ્યાના દાખલા છે. (2) તમારા લોકોનાં જાહેર ઉચ્ચારણો એવાં હોવાં જોઇએ જે વાંચી સામાન્ય માણસ વિચારતો થાય. ભાજપે એવા નેતાઓને જ્યાં ને ત્યાં ગોઠવી દીધા છે કે તે બોલે છે એટલે બફાટ કરતા ફરે.

(3) તમે પોલીસ ખાતામાં એવાં મશીનો શોધ્યાં છે કે કયો મહેશ ખરો મુસ્તુફા છે એ પકડી શકે. ભાજપ RSS વાળાને લાગે આ તો પ્રચારનો સારો મુદ્દો છે. યુવતી ગમે એટલી હોશિયાર હોય, પણ તે ભોળી લાગવા માંડે. પોલીસનું પણ એટલી હદે કોમવાદી અને જ્ઞાતિવાદીકરણ થયું છે કે જાણે કોઇ મહાન ગુનો થયો હોય તેમ બંનેને પકડી લાવે છે. (4) પ્રધાન તરીકે તમારે રાજ્યમાં વસતી તમામ કોમો અને જ્ઞાતિઓના રીત-રિવાજ તેમની કૌટુમ્બિક રોજગારીની સમસ્યાઓની જાણકારી હોવી જોઇએ.

(5) થોડાંક વર્ષ પહેલાં અમારા મહોલ્લામાંથી એક અમારી જ્ઞાતિની દીકરી મુસલમાન જોડે ગઇ. બધા જ્ઞાતિઓને લાગ્યું કે આ તો આપણી ઇજ્જત ગઇ એટલે તેને લાવવા કોશિશ કરી, તો મુસલમાન પતિ તો તેને ઘેર મૂકી ગયો. પછી પેલીએ બધા જ્ઞાતિજનોની સભા બોલાવી. જાહેર કર્યું. ચાલો હુ઼ં પેલા મુસલમાનને ફારગતિ આપી દઉં. મારી સાથે લગ્ન કરવા કોણ તૈયાર છે. હું તેની સાથે લગ્ન કરીશ અને કોઇ તૈયાર ન થયું બધા ઘરભેગા થઇ ગયા અને પેલી દીકરી પોતાને ઘેર ચાલી ગઇ. તે મરી ત્યાં સુધી મુસલમાનોએ તેને સાચવી હતી.

(6) તમારા જ ગૃહખાતામાં માત્ર એક જ જ્ઞાતિના સેક્સન ઓફીસરની ઉપરના એન્ડ સેક્રેટરી ડે. સેક્રેટરી, સેક્રેટરી પદો પર એક જ જ્ઞાતિના માણસો છવાયેલા છે તેઓ કોઇ મુસ્લિમ, ખ્રિસ્તી, ઓબીસી, દલિત કોઇને આગળ જ આવવા દેતા નથી. સમગ્ર સચિવાલયમાં આ રોગ ભયંકર રીતે ફેલાયેલો છે અને એ દેશના સચિવાલયમા આ રોગ ભયંકર રીતે ફેલાયેલો છે અને આ દેશની મૂળ સમસ્યા છે. પહેલાં સમસ્યાઓ શોધો, ઉકેલો શોધો, આ તમારું ખરું કામ છે, આ મુસ્તુફા મહેશ એ ઉપ છલ્લા રાજકારણીઓનું ક્ષેત્ર છે.
સુરત     – ભરત પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બાપુ અને નહેરુની ભગતસિંહને શ્રધ્ધાંજલિ
ભગતસિંહની ફાંસીના સમાચાર પ્રસરતાની સાથે સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો હતો. ભારતીય રાજનેતાઓમાં જવાહરલાલ નહેરુએ ભગતસિંહને સૌ પ્રથમ શ્રધ્ધાંજલિ આપી. નહેરુએ કહ્યું કે ભગતસિંહ અણિશુધ્ધ લડવૈયા હતા જેમણે ખૂલ્લી રીતે દુશ્મનોને પડકાર્યા હતા. તેઓ દેશ માટે તીવ્રતમ લાગણી ધરાવતા નૌજુવાન હતા. તેઓએ ચિનગારી હતા જે જોતજેતામાં દાવાનળ બની દેશના એક શહેરમાંથી બીજા શહેરોમાં પ્રસર્યો હતો અને એ અંધકારમાં ઉજાસ રેલાવ્યો હતો. ગાંધીજીએ કહ્યું હતું કે ભગતસિંહ તથા તેમના સાથીદારોનું બલિદાન ઘણા માટે જાણે તેમણે પોતાનું અંગત સ્વજન ગુમાવ્યું હોય એટલું વેદનાકારી નીવડયું છે. વિજલપોર- ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top