જો કોઈ ડોક્ટર સર્જરી (ઓપરેશન ) કરે અને ફેઇલ જાય તો જેનું ઓપરેશન કર્યું હોય તે દર્દી મૃત્યુ પામે અને તેનાં સગાંવહાલાંઓએ સહન કરવાનો વારો આવે. આ વાત એટલા માટે યાદ આવી કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેડીસિટી અમદાવાદ ખાતે રૂપિયા ૧૨૭૫ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે એવા શબ્દો ઉચ્ચાર્યા કે ભ્રષ્ટાચાર પર કાતર મારવી એ મારી સર્જરી છે. હવે દેશમાં ભ્રષ્ટાચાર કેટલો ફૂલ્યો ફાલ્યો છે તેનાથી કોઈ અજાણ નથી. ભ્રષ્ટાચાર અને મોંઘવારી પૈસાદાર સિવાયની બાકીની પ્રજાને સતત હેરાન કરી રહી છે. જ્યાં સુધી મોંઘવારીને લાગેવળગે છે ત્યાં સુધી માની લઈએ કે એ એક વૈશ્વિક પ્રશ્ન છે, જે દુનિયાના લગભગ બધા જ દેશોને સતાવે છે પણ ભ્રષ્ટાચાર પર મોદી સાહેબના કહેવા પ્રમાણે તેઓશ્રી ભ્રષ્ટાચાર પર કાતર ફેરવી સર્જરી કરતા હોય તો દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કેમ નથી થતો.
તેનો અર્થ એવો થાય કે તેમણે કરેલી સર્જરી ફેઈલ જાય છે અને પરિણામે દેશની પ્રજાએ સતત ભ્રષ્ટાચારના ભોગ બનતાં રહેવું પડે છે. જેમ ડોક્ટર સર્જરી કરે અને સફળ થાય તો દર્દીને રાહત થાય તે જ રીતે વડાપ્રધાન ભ્રષ્ટાચાર પર કાતર ફેરવી સર્જરી કરે તો એ સર્જરી સફળ થવી જોઈએ પણ તેવું થતું નથી અને પરિણામે સર્જરી થયા પછી દર્દીની ( અહીં દર્દી તરીકે પ્રજા ગણવી ) પરિસ્થિતિમાં કોઈ ફેર પડતો નથી જે દુઃખદ ઘટના ગણાવી જોઇએ. પ્રજા બસ એટલું જ ઈચ્છે છે કે તેમની સર્જરી એવી હોવી જોઈએ જે સફળ થાય અને તો પ્રજા રાહતનો અનુભવ કરી શકે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કોંગ્રી કલ્ચર -ભાજપી કલ્ચર બંનેનું અનુસંધાન એક જ ઢોંગી કલ્ચર
સંસ્કૃતિ, સંસ્કાર અને સભ્યતાનો આધાર ધર્મ ગણાય છે. ભારતીયો માટે તો સંસ્કૃતિ જ ધર્મ હતો. વિધર્મઓના ઉંચા ધર્મનાં ગુમાનમાં થયેલ આક્રમણ અને ધંધાના ધર્મા ધતાઓને કારણે બધું બદલાયું. હજાર વર્ષોની ગુલામીનાં કારણે એનાં સાંસ્કૃતિક વિચ્છેદ થઈ ગયો. કહેવાયેલી આઝાદીમાં બની બેઠેલા ધર્મ નિરપેક્ષ કોન્ગી નેતાઓનાં કારણે એ આઝાદીનાં અભિનિવેશમાં બદતર ગુલામીનાં ભોગ બની ગયા. જેના પ્રતિરોધમાં બહાર આવેલા નેતાઓને પણ ધર્મનાં ઢોંગનો જ પરિચય હોવાના લઈને અનુસંધાન સમાન રહ્યું અને કચરે મેં પડી આઝાદી.
ઘરમપુર – ધીરૂ મેરાઈ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.