રોના બાદ મોંઘવારી દરે માજા મુકી હોવાના કારણે એકધાર્યા વ્યાજદરના વધારાની નીતિના કારણે વૈશ્વિક મંદીના ઓછાયા જોવા મળ્યા છે, જના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આમ છતાં, ભારતીય બજારની ઘરેલું નીતિના કારણે ગ્રાહકોને દિવાળીના સમયે સોનું ખરીદવું મોંઘું પડી શકે છે. કરવા ચોથમાં બમ્પર ખરીદી બાદ દિવાળીના તહેવારોમાં પણ બમ્પર વેચાણનો આશાવાદ જોવાઇ રહ્યો છે, પરંતુ આ દિવાળીમાં ગત દિવાળીની સરખામણીએ જોઇએ તો રૂ. 3000નો વધારો સુચવે છે. આમ, સોનાની ખરીદી કરવી મોંઘી થઇ શકે છે.
એક તરફ, વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ ભારતીય બજારમાં ઉંચા ટેક્સ અને કરન્સીના ધોવાણનના કારણે દાણચોરી ફુલીફુલી છે. દાણચોરીથી ઘુસાડાતા સોનામાં 10 ગ્રામે રૂ. 8થી 10 હજારનો ભાવમાં ફરક પડી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. વિદેશમાં ફરી રહેલાં લોકો સોનું ખરીદી કરતાં જોવા મળી રહ્યા છે. બચતના વ્યાજદરમાં એકધારો વધારો કરવાની અમેરિકાની નીતિને લઇને દુનિયાની બજારમાં સોનાનો ભાવ તૂટી પડ્યો છે પણ એનો લાભ ભારતીય બજારમાં રૂપિયાની ધરખમ મંદીને લીધે મળે એમ નથી. એ કારણે પુષ્યનક્ષત્ર અને ધનતેરસે સોનું ખરીદવાનું ગયા વર્ષ કરતાં મોંઘું પડશે. ઝવેરી બજારમાં દશેરાની ખઘરાકી નિષ્ફળ રહી હતી એટલે હવે પુષ્યનક્ષત્ર કે જે 18મી ઓક્ટોબરે આવે છે અને ધનતેરસ 23 ઓક્ટોબરે છે એ દિવસોમાં માગ વધવાની ધારણા છે.
કરવા ચોથ 2022ની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે લોકોએ ગિફ્ટ્સ પાછળ પણ ઘણો ખર્ચ કર્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે સોનાના વધેલા ભાવ છતાં આ વખતે લોકોએ જબરદસ્તીથી સોનાની ખરીદી કરી અને કરવા ચોથ પર પોતાના જીવન સાથીને દાગીના ભેટમાં આપ્યા. ગુરુવારે ભારતીયોએ 3000 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું સોનું ખરીદ્યું હતું. ધનતેરસની સાથે જ આ મહિને સોનામાં બમ્પર વેચાણની આશા છે. ગુરુવારે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. ચાંદીનો ભાવ 59,000 રૂપિયા પ્રતિ કિલો હતો. છેલ્લા 12 મહિનામાં સોનાની કિંમત 3400 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગઈ છે.
સોનાનો ભાવ 2021ની દિવાળી ઉપર રૂા. 49,460 હતો એ અત્યારે રૂા. 52,300 જેટલો છે. પાછલા વર્ષ કરતા રૂા. 2840 વધારે છે. સોનાની આયાત ઉપર 15 ટકા ડ્યૂટી અને 3 ટકા જીએસટીનું ભારણ છે. આમ વિશ્વ બજાર કરતાં 18 ટકા જેટલો ભાવવધારો આપણે ટેક્સને લીધે થઇ જાય છે. અધૂરામાં પૂરું ડોલરની સામે રૂપિયાનું જે હદે ધોવાણ થયું છે એ જોતાં ભારતીય ગ્રાહકોને કરન્સીના ઘસારાનું મૂલ્ય પણ ચૂકવવું પડે છે.’
ગઇ દિવાળીએ ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય 74.50 આસપાસ હતું અને અત્યારે 82.50 આસપાસ છે. આમ આઠ રૂપિયા જેટલી મંદી ભારતીય ચલણમાં આવી છે. પરિણામે આયાત પડતર આપોઆપ વધી ગઇ છે. ઉંચા ટેક્સ અને આયાત પડતરને લીધે વિશ્વ બજાર કરતાં મોઘું સોનું ખરીદવું પડે તેમ છે. ઝવેરી બજારના એક વેપારી કહે છે, રૂપિયાનું મૂલ્ય ગયા વર્ષ જેટલું હોત તો સોનાનો ભાવ રૂા. 48 હજારની આસપાસ પહોંચી ગયો હોત પણ અત્યારે ભારતીય ગ્રાહક નુક્સાનીમાં છે. આપણે ત્યાં તો આયાત જકાત પણ વધારે છે.’
જોકે, વૈશ્વિક બજારમાં ગયા વર્ષે સોનાનો ભાવ ડોલરના મૂલ્યમાં 1780 ડોલર પ્રતિ ઔસ હતો.એની સામે અત્યારે 1670 ડોલર આસપાસ છે. 110 ડોલર સસ્તું થયું છે તો પણ ઘરેલુ બજારમાં ભાવ વધ્યા છે. ચાંદીમા ભાવ ઘટાડાનો લાભ ગ્રાહકોને મળ્યો છે. ગયા વર્ષમાં વૈશ્વિક બજારમાં 23.80 ડોલર પ્રતિ ઔંસ ચાંદીનો ભાવ હતો તેની સામે અત્યારે 19 ડોલરના સ્તરે છે. ભારતીય બજારમાં રૂા. 57,700નો ભાવ ચાલે છે. જે ગયા વર્ષ કરતાં રૂા.7500 ઓછા છે. ચાંદીમાં ખાસ્સી મંદી થઇ હોઇ મુહૂર્તમાં શુકન સાચવવા ઇચ્છતા હોય એ લોકોએ ચાંદીની થોડી ખરીદી કરીને કામ ચલાવી લેવું જોઇએ એવું એક વર્ગ માને છે.
ભારતીય બજારમાં ઉંચા ટેક્સ અને કરન્સીના ધોવાણને લીધે હવે દાણચોરી ભારેખમ ફૂલીફાલી છે. દાણચોરીથી ઘૂસાડાતા સોનામાં 10 ગ્રામે રૂા.8-10 હજારનો ફરક ગાણિતીક રીતે પડતો હોવાનું સ્પષ્ટ દેખાય છે. વિદેશમાં ફરવા જનારા લોકો પણ પહેરીને સોનું લાવી રહ્યા છે.’ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દેશમાં ગયા વર્ષની સરખામણીએ સોના પર 800 કરોડ રૂપિયા વધુ ખર્ચ થયા છે. દેશભરમાં સોનાના ભાવમાં ભારે વધારો થયો હોવા છતાં આવું બન્યું હતું. સોનાના વેપાર સંસ્થાઓએ જણાવ્યું હતું કે 2020 અને 2021માં કરવા ચોથની તુલનામાં ગુરુવારે સોના ઉદ્યોગમાં પુન:પ્રાપ્તિના સંકેતો જોવા મળ્યા હતા. ગયા વર્ષે દેશે 2200 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું. જો કે, કોવિડ-પ્રેરિત પ્રતિબંધોના અભાવને કારણે માંગ પર પાછા ફર્યા છે.