Business

બજારના હાલના સંજોગોમાં દરેક રિએકશનમાં ખરીદીની તક શોધો

SBI ની પોલીસીએ મહિનાની શરૂઆતમાં રિબાઉન્ડ જન્માવવામાં મદદ કરી છે. અલબત્ત, બજારે તેનું ફૂટીંગ ગુમાવ્યું જયારે વૈશ્વિક સંકેતોએ લાગણીઓને ખોરવવાનું શરૂ કર્યું. શુક્રવારે ગેપ ઓપનીંગ છતાં બધાના આશ્ચર્ય વચ્ચે મોમેન્ટમ ટકી શકી નહીં. જયારે કંપનીઓના પરિણામના સ્વરૂપમાં ઘરેલુ પ્રવાહો આપણી લાગણીને ઘાટ આપવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે તે એક પડકારરૂપ બનવાનું ચાલુ રહેશે. અલબત્ત, લોકો હજી વધુ કરેકશનોની રાહ જોઇ રહ્યા છે. બજારમાં હાલના સ્તરે નહીં પ્રવેશવા માટેના પણ અનેક કારણો છે.

જયારે ટ્રેન્ડસ બુલીશ સ્ટાન્સ છોડી રહ્યા નથી ત્યારે તો અગત્યનું બની ગયું છે કે આપણે બજારમાં હિસ્સો લેવા માટેની તકોને ઓળખીએ. હાલમાં જયારે દરેક ઘટાડે ખરીદીનો રસ દેખાઇ રહ્યો છે ત્યારે આપણે વિચારણાપૂર્વક અભિગમ રાખવાની જરૂર છે. આપણે એ બાબતની નોંધ લેવી જોઇએ કે એવું કોઇ ચોકકસ સેકટર નથી કે જે પ્રવાહોને જાળવી રાખવામાં સફળ રહ્યું હોય. ગયા અંકમાં અમે દર્શાવ્યું હતું કે ‘ડેઇલી ચાર્ટસ એવો પણ સંકેત આપી ગયા છે કે ટ્રેન્ડસ રેન્જબાઉન્ડ રહેવાના ચાલુ રહેશે….’ નિફટીમાં દરેક રેલી પર પ્રોફિટ બુકીંગ દેખાવાનું ચાલુ રહયું છે જે દર્શાવે છે કે ઓવરઓલ સિનારીયો પડકારભર્યો રહેવાનું ચાલુ રહ્યું છે, કારણકે સ્પષ્ટતાનો અભાવ પ્રવર્તી રહ્યો છે.

ડેઇલી ચાર્ટસે ન્યુટ્રલ બાયસ દર્શાવવાનું ચાલુ રાખ્યું છે જે આ સાથેના ચાર્ટસમાં જોઇ શકાય છે. જે ટ્રેન્ડ કુમોના અપર એન્ડની આસપાસ સ્ટીફ રેઝિસ્ટન્સનો સામનો કરી રહ્યો છે જેની સાથે ૧૭૪૦૦ થી ૧૭૫૦૦ ની આસપાસના KS લેવલ પર પણ રેજિસટન્સનો સામનો કરે છે તે આગામી સપ્તાહમાં એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ ઝોન રચી શકે છે. અહીં દેખાયેલ બેરિશનેસ્ટની હિન્ટ આપણને સાવધાનીથી ટ્રેડ કરવાની ફરજ પાડી શકે છે.

પ્રવાહો અત્યારે દબાયેલા છે. આપણે એ વાતની પણ નોંધ લેવી જોઇએ કે રિએકશન ઝડપથી સુકાઇ જઇ રહ્યા છે. આપણે આગેકૂચ માટે હજી પરિબળો શોધી રહ્યા છીએ. આપણે નોંધી શકીએ છીએ કે ૧૬૯૦૦-૧૭૦૦૦ ની આસપાસના તાજેતરના પુલબેકસ ઇન્ડેકસને સારો સપોર્ટ પુરો પાડે છે અને તેને બેઠો થવામાં મદદ કરી શકે છે. જયાં સુધી ૧૬૬૦૦ ની આસપાસના લેવલો નિર્ણાયાત્મક રીતે ગુમાવી નહીં દેવાય ત્યાં સુધી આપણે દરેક રિએકશનમાં ખરીદીની તક શોધવી જોઇએ.

Most Popular

To Top