વડોદરા: અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે બનેલા ઇકો સ્ટેન્ડ પર વાહન ચાલકો બિન્દાસ્ત ટ્રાફિક કે પોલીસ વિભાગના કોઇપણ ડર વિના ઉભા રાખે છે. સર્કલથી 500 મીટરના અંતરે અમિતનગર બ્રિજન ઉભા રહેતા ટ્રાફિક પોલીસ પણ જાણે ઉભા ઉભા ઉંઘતા હોય તે સ્પસ્ટ જણાઇ રહ્યુ છે. તહેવારને લઇને સર્કલ પાસે વાહનો ઉભા રહેતા દિવસને દિવસે વધી રહ્યા છે પોલીસ વિભાગ કુંભકર્ણની નિદ્રામાં ઉઘતું હોય તેમ લાગી રહ્યું છે. અમિતનગર સર્કલ પાસે બનાવવામાં આવેલા ઇકો સ્ટેન્ડ સ્થાનિક લોકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઇ રહ્યું છે. જોકે ત્યાં ઉભા રહેતા ખાનગી વાહન ચાલકો સાથે વારંવાર ઝઘડા થતા હોવાના બનાવા બની રહ્યા છે. જેને સ્થાનિક લોકો પણ કંટાળી ગયા છે.
ટ્રાફિક વિભાગ સહિત પોલીસ તંત્ર દ્વારા માત્ર કાર્યવાહીના નામે વેઠ ઉતાર કામગીરી કરવામાં આવી હોવાની વાત પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સર્કલ પાસે બિન્દાસ્ત ઉભા રહેતા વાહન ચાલકોને અમિતનગર બ્રિજ નીચે 500 મીટરના અંતરે ઉભા રહેતા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાતી નથી. ટ્રાફિક પોલીસ માત્ર દૂર દ્રશ્ય જોઇને સંતોષ માણી રહી છે. પરંતુ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે વાહન ચલાકો છુટો દૌર મળી ગયો તેમ જેમ તેમ વાહન ઉભા રાખી ટ્રાફિકજામ પણ કરી રહ્યા છે. છતાં સ્થાનિક પોલીસ પણ મુકપ્રેક્ષક બની બધુ જોઇ રહી છે.
દિવાળીના તહેવારને લઇને સર્કલ પાસે ઉભા વાહનો દિવસને દિવસે વધી રહ્યા હોવા છતા ટ્રાફિક કે પોલીસ વિભાગના અધિકારીઓ માત્ર અમિતનગર સર્કલ પાસે માત્ર ગાડીમાં આટો મારીને જતા રહેતા હોવાની માહિતી પણ સૂત્રોમાંથી મળી છે. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે એવુ પણ ચર્ચાઇ રહ્યું છે પોલીસ અ્ને ટ્રાફિક વિભાગ પણ પોતાની ઘટતુ કાઢી લેવા કોઇ કાર્યવાહી કરતા નથી. સારુ એવી પગાર ધોરણ લેતા અધિકારીઓ વાહન ચાલકો પાસેથી ઇનડાયરેક્ટ હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની વિગતો સૂત્રોમાંથી જાણવા મળી છે. સર્કલ પાસે વારંવાર કેટલાક શખ્સો દ્વારા વાહનચાલકો પાસેથી વાહન ઉભુ રાખવા માટેના
હપ્તા ઉઘરાય છે જેના કારણે વારંવાર ઝઘડા થતા હોય છે છતાં પણ સ્થાનિક પોલીસ કાર્યવાહી કરતું નથી.