Vadodara

સ્વ.પિતાના ATM કાર્ડથી ભેજાબાજે રૂા.12.16 લાખ ઉપાડી લીધા

વડોદરા: કોરોનાકાળ દરમિયાન મોતને ભેટેલા બેંક મેનેજરના એટીએમ કાર્ડની ચોરી કરીને ગઠિયાએ અલગ અલગ બેંક ખાતામાંથી એટીએમ દ્વારા રૂ. 12.16 લાખની રકમ ઉપાડી લીધી હતી.જેમાં મૃતકના એન.આર.આઈ પુત્રે અજાણ્યા ભેજાબાજ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મૂળ વડોદરાના રહેવાસી અને હાલમાં અમેરિકા ખાતે રહેતા કબીર જયકિશન મીરપુરીનું પિતાના કોરોનાકાળ દરમિયાન મોત નિપજ્યું હતુ. તેમની સ્વર્ગસ્થ પિતા શહેરના ના એમજી રોડ ખાતેની યુકો બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.

તે સમય દરમિયાન તેઓએ યુકો બેંકમાં કેટલીક રકમ ફિક્સ ડિપોઝિટ કરાવી હતી. પરંતુ પિતાના અવસાન થયા બાદ તેઓએ બેંક મેનેજરને મળી તેમના સ્વર્ગસ્થ પિતાના અલગ અલગ દસ ખાતામાં મુકેલી ફિક્સ ડિપોઝિટની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાની પ્રોસિઝર હાથ ધરવામાં આવી હતી. બેન્કની કાર્યવાહી કરવા માટે દરમ્યાન અઠવાડિયા માટે જ ભારતમાં આવ્યા હતા જોકે ત્યાર બાદે તેઓ પરત અમેરિકા જતા રહ્યા હતા.બાદમાં તેઓએ પરત ફરી આ અંગેનો વધુ પ્રોસેસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે તેમના પિતાના નામે અન્ય એક ખાતું ચાલુ હતું તેમાં દર મહિને પેન્શનના નાણાં ડિપોઝિટ હતા અને ત્યારબાદ તે નાણા એટીએમ મારફતે ઉપાડી લેવામાં આવતા હતા.

જે ખાતામાં રૂપુયા જમા થતા હતા તે ખાતામાં મૃતકના બંને દીકરાઓના નામ નોમીની તરીકે રાખવામાં આવ્યા નથી અને તે ખાતામાં માત્ર 89 રૂપિયા જણાઇ રહ્યા છે. ત્યારબાદ ઇલોરા પાર્ક ખાતેની આઈસીઆઈસીઆઈ શાખાના બેંક ખાતામાંથી પણ એટીએમ મારફતે નાણાં ઉપાડવામાં આવ્યા હોવાની વિગતો સપાટી પર આવી હતી. આમ, અજાણ્યા ભેજાબાજે એનઆઇઆરના સ્વર્ગસ્થ પિતાના બે બેંકના એટીએમ કાર્ડ ચોરી કરવામાં આવ્યા હતા તેનો પાસવર્ડ પણ જાણી લઇને છેલ્લા બે વર્ષ દરમ્યાન રૂ. 12.16 લાખ રકમ પુત્રની જાણ બહાર બારોબોર ઉપાડી લીધી છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાકાળ દરમ્યાન ફરિયાદીના પિતાનું નિધન થતાં લોકડાઉન હોવાના કારણે ફ્લાઈટો બંધ રહેતા તેઓ વિધિ કરવા માટે પણ વડોદરા આવી શક્યા ન હતા. જેથી તેઓ તેમની પિતાની ખાતામાંથી રૂપિયા ઉપાડનાર ભેજાબાજો શોધવા માટે તથા તેમની સામે કાર્યવાહી કરવા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

કોરોનાકાળમાં સ્વ. પિતાની અંતિમ વિધિ કરવા માટે પુત્ર આવી શક્યો ન હતો
કોરોનાકાળ દરમિયાન ઘણા લોકોના પોતાના વાલી વારસો ગુમાવ્યા હતા. ઘણા લોકોએ પોતાના ઘરના વડીલ પણ ગુમાવતા ઘરના પરિવાર આભ તૂટી પડ્યું હતું. કોરોના મહામારીનો આ કપરો સમય લોકોનો હૃદયને હચમચાવી નાખી છે. આ સમય દરમિયાન વ્યાપક મહામારીના કારણે ફ્લાઇટો પણ બંધ હતી. મૂળ વડોદરાના અને અમેરિકા સ્થાયે થયેલા કબીર મારીપુરીના પિતાના કોરોનાકાળ દરમિયાન મૃત્યું થયું હતું તે સમયે તેઓ અમેરિકા હોવાથી પિતાની વિધિ કરવા માટે આવી શક્યા ન હતા.

Most Popular

To Top