Vadodara

ગેરકાયદે ઊભા રહેતા ખાનગી વાહનચાલકોને છુટો દોર

વડોદરા: વહીવટના રાજકારણમાં બારેમાસ ટ્રાફિકથી ધમધમતા અમિતનગર સર્કલે બનાવેલા ઇકો સ્ટેન્ડ પાસે ખાનગી વાહન ચાલકોને છુટો દૌર મળી ગયો છે. ટ્રાફિક અ્ને પોલીસ વિભાગના છુપા આશીર્વાદના કારણે ખાનગી વાહનચાલકોને ઘી કેળા થઇ ગયા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.પરંતુ અંદરખાને તો મોટી વહીવટ થતા હોવાની ગંદ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગઇ છે. ભરચક વિસ્તાર અમિતનગર સર્કલ પાસે ઇકો સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. ઇકો સ્ટેન્ડ વહીવટના રાજકારના કારણે બિન્દાસ્ત ધમધમી રહ્યું છે.

ચાર રસ્તા પાસે વારંવાર થતા ઝઘતા તથા અકસ્માત થતા હોવા છતાં ટ્રાફિક પોલીસ સહિત હરણી પોલીસ મથકના અધિકારીઓ દ્વારા રાખવામાં આવતું મૌન ઘણુ બધુ કહી જાય છે. આ સર્કલ પરા તમારે વાહન રાખવાની મંજૂર મેળવવી હોય તો હપ્તા લેવામાં આવતા હોવાનું વાત પણ સમગ્ર વિસ્તારમાં ચર્ચાઇ રહી નથી. અહીયા કોઇ અ્ન્ય વાહન ચાલક ઉભુ રાખી શક્તો નથી. ચાર રસ્તા પાસે પોલીસ વિભાગ દ્વારા ખાનગી વાહનોને ઉભા રહેવા માટે કોઇપણ જાતની પરમિશન આપવામાં આવી નથી.

છતાં ટ્રાફિક અ્ને પોલીસ વિભાગના છુપા આશીર્વાદના કારણે ખાનગી વાહન ચાલકો બિન્દાસ્ત ધંધો કરી રહ્યા છે. પોલીસના કોઇ જાતના ખૌફ વિના ચાર રસ્તા પાસે વાહનો ટ્રાફિકજામ થાય તે ઉભી કરી દેવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ પોતાના વાહનમાં ત્યાંથી કોઇ પણ પેસેન્જરને બેસાડે તો તેને ધમકી આપીને ઉતારી દેવામાં આવે છે. શુ આટલી હદે ત્યાં દાદાગીરી ચાલતી હોવા છતાં પોલીસ ચૂપકીદી સેવી રહી છે. વહીવટના રાજકારણમાં વાહનચાલકોને છુટો દૌર મળી ગયો હોય તેવી જણાઇ રહ્યું છે.

સર્કલ પાસે ઉભા રહેતા વાહનચાલકો પાસેથી વાહનો ઉભા રાખવા માટે રૂપિયા લેવામાં આવે છે. કેટલાક માથાભારે ભરવાડો દ્વારા આ વાહનચાલકો પાસેથી રૂપિયા ઉઘરવાની ટ્રાફિક -પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કડક કાર્યવાહી કરવાની ઇમેજ ધરાવતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવે તેમ છે.

યુવક પર હુમલાના કેસમાં હરણી પોલીસની મંદગતિએ ચાલતી કામગીરી
અમિતનગર સર્કલ પાસે વાહન ઉભુ રાખવા મુદ્દે અમદાવાદના યુવકને માથાભારે ભરવાડોના ટોળાએ લાકડીઓથી માર માર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને હરણી પોલીસ મથકે 11 હુમલાખોર ભરવાડો સામે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હજુ યુવકને ન્યાય મળ્યો નથી. ફરિયાદ થયા બાદ ત્રણ ભરવાડોના નામ બહાર આવ્યા હતા પરંતુ હજુ તેમના સરનામા પણ શોધી શકી નથી. યુવક પર અન્ય હુમલાખોર ભરવાડોએ હુમલો કર્યો હતો છતાંહજુ તેમના નામ પણ પોલીસ મળેવી શકી નથી. આમ હરણી પોલીસ કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

Most Popular

To Top