સુરત: શહેરમાં સામી દિવાળીએ આર્થીક તંગીથી કંટાળી અમરોલીમાં યુવકનો અને ઇચ્છાપોરમાં (Ichchapore) કરવાચોથે પતિએ પૈસા આપવા ઇનકાર કરતા પરિણીતાએ આપઘાત (Suicide) કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.બનાવ અંગે મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના વતની અને હાલ અમરોલી (Amroli) ખાતે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ખાતા નંબર 204 થી 206માં મજૂરી કામ કરીને ચોથા માળની રૂમમાં રહેતા 40 વર્ષીય ક્રિયાસિંધુ ગોવિંદભાઈ પરિધા છેલ્લા 15 દિવસ કામ છોડીને અવાવરું રખડતું જીવન જીવતો હતો. ગુરુવારે વહેલી સવારે અંજની ઇન્ડસ્ટ્રીઝના ચોથા માળની રૂમમાં તેને લોખંડના એંગલ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
સવારના સમયે છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
સામી દિવાળીએ કામધંધો નહી મળતા આર્થીક તંગીથી કંટાળી તેને આ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બીજા બનાવમાં ઇચ્છાપોર ખાતે અંબિકાનગર સોસાયટીમાં રહેતા ઇન્દ્રજીત બિન ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવરની નોકરી કરે છે. તેની પત્ની ૨૭ વર્ષિય પ્રિયંકા અને બે પુત્ર સાથે રહી તેઓનું ભરણપોષણ કરે છે. પ્રિયંકાએ ગુરુવારે કરવાચોથ હોવાથી ઉજવણી પૈસા માંગ્યા હતા. જેને લઇને પતિએ સાંજના સમયે પૈસા આપવાનું કહ્યું હતું. આ વાતથી પ્રિયંકાને માઠું લાગી આવતા તેને સવારના સમયે છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
સારોલીમાં પાલક તૂટતા શ્રમિકનું ચોથા માળેથી પટકાતા મોત
સુરત: મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડગેરીયા ગામનો રહેવાસી 29 વર્ષિય ગોવિંદભાઈ વાલાભાઈ કટારા સુરતમાં સારોલી વિસ્તારમાં આવેલ શ્યામ સંગીની ટુડે સેન્ટરમાં કડિયા કામની મજૂરીકામ કરી રહ્યો હતો. ગોવિંદભાઇ સાતમા માળે પોતે પાલક પર ચડીને કામ કરી રહ્યો હતો. તે વખતે પાલક તૂટી જતા પોતે નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હાલના સમગ્ર બનાવને મામલે સારોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સરથાણા,પાંડેસરામાં,સારોલી અને પુણામાં બે યુવકના મળી પાંચના આપઘાત
સુરત: શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આપઘાતના પાંચ બનાવો સામે આવ્યા હતા. આ પાંચેય બનાવમાં માનસિક બીમારી સહિતની અલગ-અલગ અન્ય બીમારીઓથી કંટાળીને જીવન ટૂંકાવ્યા હતા. જેમાં સરથાણામાં બે અને પાંડેસરામાં એક પરિણીતા, સારોલીમાં એક યુવક અને પુણાગામમાં એક યુવકે આપઘાત કર્યો હતો.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યોગીચોક ખાતે યોગેશ્વર રો-હાઉસમાં રહેતા અમિતભાઈ પરમાર હીરા મજૂરી કામ કરી પત્ની 30 વર્ષિય હેતલબેન સહિત એક પુત્ર અને એક પુત્રીનું ભરણપોષણ કરે છે. હેતલબેન છેલ્લા ઘણા સમયથી પાચનતંત્રની બિમારી હતી. બીમારીથી કંટાળી બુધવારે સાંજે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી.
માઈગ્રેનની અન્ય બીમારીઓથી કંટાળી જતા આપઘાતનું પગલું ભર્યું
તેમને હોસ્પિટલમાં ખસેડતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાસોદરા ખાતે ગઢપુર ટાઉનશિપમાં રહેતા અરવિંદભાઈ વાઘાણી હીરા મજૂરી કામ કરીને પત્ની 40 વર્ષિય સંગીતાબેન અને બે પુત્ર સાથે રહે છે. સંગીતાબેને બુધવારે સાંજે ઝેરી દવા પી લીધી હતી. સંગીતાબેનને હોસ્પિટલમાં ખસેડતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સંગીતાબેન સુગર, પ્રેશર અને માઈગ્રેનની અન્ય બીમારીઓથી કંટાળી જતા આપઘાતનું પગલું ભર્યું હતું. ત્રીજા બનાવમાં સણીયા હેમદગામમાં બ્રાહ્મણ ફળિયામાં રહેતા 45 વર્ષીય સંતોષભાઈ ફુલાભાઈ રાઠોડ માનસિક બિમારીથી પીડાતા હતા. જેને લીધે કામકાજ કરતા નહોતા. તેમની બુધવારે બપોરે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.