વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં જિલ્લા, તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ફિડર કેડરમાંથી અપાતા પ્રમોશન (Promotion) અને પ્રતિ નિયુક્તિઓમાં સિનિયોરિટીને (Seniority) ધ્યાનમાં ન લેવા મુદ્દે વિરોધ પ્રદર્શિત કરી વલસાડ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મંડળના પ્રમુખ કેતન પટેલ અને પદાધિકારીઓએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખામાં છેલ્લી ત્રણ બઢતી આપવામાં આવી ત્યારે શ્રેયાન યાદી મુજબ ભરતી કરવામાં આવી નથી. સિનિયોરિટીમાં આગળ આવતા કર્મચારીઓને બદલે તદન નવા કર્મચારીઓને તાલુકા આરોગ્ય કચેરીઓમાં બઢતી આપવામાં આવી છે તેમજ ઘણી જગ્યાઓમાં આવા કર્મચારીઓને પ્રતિનિયુક્તિ આપવામાં આવી છે. જેના કારણે સિનિયર કર્મચારીઓમાં ઉગ્ર રોષ અને નિરાશા વ્યાપી છે. આ બાબતે રાજ્ય કક્ષાએ રજૂઆતો થતા તમામ જિલ્લા પંચાયતોને આ પ્રકારની પોસ્ટિંગ બઢતી નિમણુંક આપતા પહેલા સિનિયોરિટી યાદીને ધ્યાને લેવા સુચના આપવામાં આવી છે. છતાં તેનો અમલ વલસાડ જિલ્લામાં થયો નથી. જો આ બાબતે ૧૫ દિવસમાં કોઇ નિર્ણય ન લેવાય આવે તો વંચિત કર્મચારીઓને ન્યાય અપાવવા આંદોલન અંગેના આદેશો આપવાની આ મંડળને ફરજ પડશે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગણીઓ
બઢતીમાં સિનિયોરિટીને ધ્યાનમાં લેવી, જે રીતે મેડિકલ ઓફિસરનો ચાર્જ બીજા મેડિકલ ઓફિસરને જ આપવામાં આવે છે એવી જ રીતે એમ.પી.એચ.એસ.નો ચાર્જ બીજા પી.એચ.સી.ના એમ.પી.એચ.એસ. ને જ આપવામાં આવે છે. જેમાં એફ.એચ.ડબ્લ્યુ.નો ચાર્જ એફ.એચ.ડબ્લ્યુ., એફ.એચ.એસ. નો ચાર્જ એફ.એચ.એસ લેબ ટેક. નો ચાર્જ લેબ ટેક.ફાર્માસિસ્ટનો ચાર્જ ફાર્માસિસ્ટ,સ્ટાફનર્સ નો ચાર્જ સ્ટાફનર્સ તેમજ ક્લાર્કનો ચાર્જ ક્લાર્કને જ આપવો. મ.પ.હે.વ.નો ચાર્જ મ.પ.હે.વ.ને જ આપવો. મ.પ.હે.વ. ફક્ત મ.પ.હે.વ.ની જ કામગીરી કરશે અને ફિ.હે.વ ફક્ત ફિ.હે.વ ની કામગીરી કરશે. મ.પ.હે.વ કે મ.પ.હે.સુ. ક્લાર્કની કામગીરી કરશે નહીં.
જે જિલ્લામાં તેમજ તાલુકા કક્ષાએ તમામ કેડરના કર્મચારીઓને જે ડેપ્યુટેશન આપવામાં આવેલ છે એ તાત્કાલીક ધોરણે બંધ કરી પોતાની મૂળ જગ્યાએ નિયુક્ત કરવા હાલમાં વલસાડ જિલ્લાની ફિ.હે.વ બહેનો ઉચ્ચતર પગાર ધોરણમાં આવનાર અને આવી ગયા હોઈ આરોગ્યના તમામ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે પગાર બાંધણી કરી પગાર ધોરણ આપવા, એરિયસની ચુકવણી તાત્કલિક ધોરણે કરવા, તમામ કેડરના કર્મચારીઓને દર માસે પગાર સ્લીપ આપવાનો સમાવેશ થાય છે.