સુરત: સાયણમાં રેલવે સ્ટેશન પાસેના રેલવે ક્રોસિંગને 31મી ડિસેમ્બર સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાના લીધે રેલવે ક્રોસિંગ બંધ કરાયું છે. વાહનચાલકો અને રાહદારીઓ માટે વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. આવનારા અઢી મહિના સુધી વાહનચાલકો અને રાહદારીઓએ વૈકલ્પિક રૂટનો અવર જવર માટે ઉપયોગ કરવાનો રહેશે.
સાયણ (Sayan) કીમ (Kim) રેલવે સ્ટેશન (Railway Station) વચ્ચેના રેલ્વે ક્રોસિંગ નં 154 ખાતે ઓવરબ્રિજ બનાવવાનું કાર્ય પ્રગતિમાં હોવાથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. વાહન વ્યવહાર સરળતાથી ચાલે અને કોઇ ટ્રાફિક અવરોધ ઉભો ન થાય એ માટે અહીં ટ્રાફિક ડાયવર્ટ કરીને તા. 31-12-2022 સુધી આ રૂટ બંધ કરવામાં આવ્યો છે.
- સાયણ કીમ સ્ટેશન વચ્ચે આવેલ રેલ્વે ક્રોસિંગ નં.154ને ઓવરબ્રિજ નિર્માણને ધ્યાને લઈ બંધ કરવામાં આવ્યું છેઃ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અુનરોધ
રેલ્વે ફાટક નં. 154 ખાતે રોડ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી માટે બંઘ રહે તે દરમ્યાન તેના વિકલ્પ તરીકે વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર માટે ઓલપાડ, કીમ તથા આજુબાજુ થી આવતા – જતા વાહનો ને સાયણ થી શેખપુર જવા માટે સાયણ કારેલી મૂળદ રોડ પરથી કારેલી કુડસદ રોડ થઈ એલ.સી 156 પરથી શેખપુર કુડસદ રોડ રૂટ પર બન્ને તરફ ટ્રાફિક જઇ શકશે. તથા સાયણ ચોકડી થઇ ઓલપાડ સાયણ રોડ (રાજ્ય ધોરી માર્ગ નં-167) પર આવેલ સાયણ-વેલંજા શેખપુર રૂટ પર બન્ને તરફ ટ્રાફિક જઇ શકશે.
અન્ય વિકલ્પ તરીકે શેખપુર થી આવતા જતા વાહનોને શેખપુર થી કારેલી જવા માટે શેખપુર વેલંજા સાયણ રૂટ પરથી સાયણ કઠોર રોડ (રાજ્ય ધોરી માર્ગ નં-167) પર સાયણ ચોકડી થઈ સાયણ કારેલી મુળ રોડ પરથી કારેલી તથા શેખપુર કુડસદ રોડ થઈ એલ સી 156 પરથી કારેલી કુડસદ રોડ થઇ સાયણ કારેલી મુળદ રોડ રૂટ પર બન્ને તરફ ટ્રાફિક જઇ શકશે. જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો કડકાઈથી વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક ગ્રામજનોએ ઉપયોગ કરવાનો રહેશે. ઉલ્લંઘ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.